એપલે આજે, 19 સપ્ટેમ્બરના રોજ તેના નવા iPhone 17ની સિરીઝના સ્માર્ટફોનનું વેચાણ શરૂ કર્યું. મુંબઈના BKC સ્ટોર પર ભારે ભીડને કારણે લોકો વચ્ચે ઝપાઝપી થઈ, જેના કારણે સુરક્ષા અધિકારીઓને દરમિયાનગીરી કરવી પડી. લોકો iPhone 17 ખરીદવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. એવામાં મોડીરાતથી જ ભારતના ચારેય સત્તાવાર એપલ સ્ટોર્સ પર ખરીદી માટે પડાપડી થઈ રહી છે. કંપનીએ 9 સપ્ટેમ્બરના રોજ તેના વાર્ષિક કાર્યક્રમ 'ઓવ ડ્રોપિંગ'માં આઇફોન 17 સિરીઝ લોન્ચ કરી હતી. આમાં આઇફોન 17, આઇફોન Air, આઇફોન 17 Pro અને આઇફોન17 Pro Maxનો સમાવેશ થાય છે. નવા આઇફોનને ઓનલાઈન પણ ઓર્ડર કરી શકો છો નવી આઇફોન સિરીઝ કંપનીની સત્તાવાર વેબસાઇટ અને એપલ સ્ટોર્સ પરથી ઓર્ડર કરી શકાય છે. એ ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી ઇ-કોમર્સ વેબસાઇટ્સ પરથી પણ ખરીદી શકાય છે. એપલનો સૌથી પાતળો-પાવરફુલ iPhone Air એપલે કેલિફોર્નિયાના ક્યુપર્ટિનો સ્થિત એપલ પાર્ક ખાતે 9 સપ્ટેમ્બરે 'ઓવ ડ્રોપિંગ' ઇવેન્ટમાં અત્યારસુધીનો સૌથી પાતળો iPhone 17 Air લોન્ચ કર્યો હતો. એની શરૂઆતની કિંમત ₹1.20 લાખ છે. વધુમાં, AirPods 3 Pro લોન્ચ કરવામાં આવ્યા હતા, જેમાં રિયલ-ટાઇમ ટ્રાન્સલેશનનો સમાવેશ થાય છે. આ હૃદયના ધબકારા દર્શાવતાં પહેલાં વાયરલેસ ઇયરબડ્સ છે. એમાં વિશ્વના શ્રેષ્ઠ ઇન-ઇયર એક્ટિવ નોઇઝ કેન્સલેશન પણ છે. તેમની કિંમત ₹25,900 છે. એપલ વોચ લાઇનઅપમાં વોચ SE 3, વોચ સિરીઝ 11 અને વોચ અલ્ટ્રા 3 પણ સામેલ છે. એમની શરૂઆતની કિંમતો અનુક્રમે ₹25,900, ₹46,900 અને ₹89,900 છે. અલ્ટ્રા 3 માં ઓફ-ગ્રિડ કોમ્યુનિકેશન માટે સેટેલાઇટ કનેક્ટિવિટી છે. સિરીઝ 11 માં 24 કલાકની બેટરી લાઇફ છે. SE 3માં હંમેશાં ચાલુ રહેતો ડિસ્પ્લે છે. ગ્રાફિક્સમાં iPhone 17 સિરીઝનાં ફીચર્સ અને સ્પેસિફિકેશન
Click here to
Read more