Search…

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    સરકાર રેલવે કર્મચારીઓને ₹1866 કરોડનું દિવાળી બોનસ આપશે:કેબિનેટ બેઠકમાં લેવાયો નિર્ણય, 10.91 લાખ કર્મચારીઓ આનંદો

    1 week ago

    કેન્દ્ર સરકારે રેલવે કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી. આજે, 24 સપ્ટેમ્બરના રોજ મળેલી કેબિનેટની બેઠકમાં રેલવે કર્મચારીઓ માટે 78 દિવસના પ્રોડક્ટિવિટી-લિંક્ડ બોનસ (PLB) ને મંજૂરી આપવામાં આવી. આ માટે ₹1,866 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું, જેનો લાભ 10.91 લાખ રેલવે કર્મચારીઓને મળશે. આ બોનસ, જે 78 દિવસના પગાર જેટલું છે, તે દર વર્ષે દુર્ગા પૂજા અને દશેરાની રજાઓ પહેલાં નોન-ગેઝેટેડ રેલ્વે કર્મચારીઓને આપવામાં આવશે. આ બોનસ હેઠળ, દરેક પાત્ર રેલવે કર્મચારીને મહત્તમ ₹17,951 મળશે. આ રકમ ટ્રેક મેન્ટેનર્સ, લોકો પાઇલટ્સ, ટ્રેન મેનેજર (ગાર્ડ્સ), સ્ટેશન માસ્ટર્સ, સુપરવાઇઝર, ટેકનિશિયન, ટેકનિશિયન હેલ્પર્સ, પોઈન્ટમેન, મંત્રી સ્ટાફ અને અન્ય ગ્રુપ 'C' કર્મચારીઓને આપવામાં આવશે. રેલવેએ 2024-25માં શાનદાર પ્રદર્શન કર્યું આ બોનસ રેલવે કર્મચારીઓને વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત કરે છે, જેનાથી રેલવેનું પ્રદર્શન સુધરે છે. ભારતીય રેલવેએ 2024-25માં સારું પ્રદર્શન કર્યું. રેલવેએ રેકોર્ડ 1614.90 મિલિયન ટન માલસામાનનું પરિવહન કર્યું અને આશરે 7.3 અબજ એટલે કે 730 કરોડ મુસાફરોને તેમના યાત્રા સ્થાનો પર પહોંચાડ્યા. સરકારે જણાવ્યું હતું કે આ બોનસ કર્મચારીઓની મહેનત સમાન છે અને રેલવેની પ્રગતિમાં તેમના યોગદાનને પ્રતિબિંબિત કરે છે. આ નિર્ણયથી કર્મચારીઓનું મનોબળ વધશે જ નહીં પરંતુ રેલવે સેવાઓને સુધારવામાં પણ મદદ મળશે. ગયા વર્ષે, આશરે 11 લાખ રેલવે કર્મચારીઓને આ બોનસ મળ્યું હતું, જેનાથી તેમનું મનોબળ વધ્યું જ નહીં પરંતુ તહેવારોની મોસમ દરમિયાન ખરીદીને પણ પ્રોત્સાહન મળ્યું હતું. બોનસ માર્કેટ માટે સારા સમાચાર આ વર્ષે પણ આવી જ અસર થવાની અપેક્ષા છે. આ બોનસ ફક્ત કર્મચારીઓ માટે રાહત જ નહીં પરંતુ બજાર માટે પણ સારા સમાચાર છે. દુકાનદારો અને વેપારીઓ દિવાળી દરમિયાન માંગમાં વધારો થવાની અપેક્ષા રાખી રહ્યા છે, ખાસ કરીને હાલના GST ઘટાડા પછી આસા વધી છે. શહેરી અને અર્ધ-શહેરી વિસ્તારોમાં મુખ્ય ગ્રાહક વર્ગ તરીકે રહેલા રેલવે કર્મચારીઓ આ બોનસ દ્વારા ઇલેક્ટ્રોનિક્સ, કપડાં અને અન્ય સામાનની ખરીદીમાં વધારો થઈ શકે છે. અર્થતંત્ર પર શું અસર થશે? ઈકોનોમિક નિષ્ણાતો કહે છે કે તહેવારોના બોનસની અસર ફક્ત કર્મચારીઓના ખિસ્સા સુધી મર્યાદિત નથી, પરંતુ અર્થતંત્રમાં મલ્ટીપ્લાયર અસર પેદા કરે છે. આનો અર્થ એ છે કે આ નાણાં બજારમાં જાય છે, માંગમાં વધારો કરે છે અને આર્થિક પ્રવૃત્તિને વેગ આપે છે. ખાસ કરીને મોઘવારી નિયંત્રણમાં હોવાથી અને સરકાર ગ્રાહક ખર્ચ વધારવાનો પ્રયાસ કરી રહી છે, આ બોનસ વર્ષના છેલ્લા ત્રણ મહિનામાં માંગ જાળવી રાખવામાં મદદ કરી શકે છે. જોકે, સરકાર આ દરમિયાન ખર્ચ અને આર્થિક સંતુલનને પણ ધ્યાનમાં રાખી રહી છે. રેલ્વે યુનિયનની માંગણીઓ રેલવે કર્મચારી યુનિયનોએ બોનસની રકમમાં વધારો કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે હાલમાં બોનસની ગણતરી છઠ્ઠા પગાર પંચના લઘુત્તમ પગાર ₹7,000 ના આધારે કરવામાં આવી રહી છે, જે અન્યાયી છે. ભારતીય રેલવે કર્મચારી ફેડરેશન (IREF) ના રાષ્ટ્રીય મહાસચિવ સર્વજીત સિંહે જણાવ્યું હતું કે, "સાતમા પગાર પંચ હેઠળ લઘુત્તમ પગાર ₹18,000 છે, જે 1 જાન્યુઆરી, 2016થી અમલમાં છે. છતાં, જૂના પગારના આધારે બોનસ આપવું ખોટું છે." ઓલ ઈન્ડિયા રેસવેમેન ફેડરેશન (AIRF) એ પણ બોનસની રકમમાં વધારો કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે ₹7,000 ની માસિક મર્યાદા જૂની છે અને વર્તમાન પગાર માળખાને પ્રતિબિંબિત કરવા માટે તેને અપડેટ કરવાની જરૂર છે. વધુમાં, યુનિયનોએ માંગ કરી છે કે દશેરા પહેલા બોનસ ચૂકવવામાં આવે અને 8મા પગાર પંચની રચના અંગે સરકારી નોટિફિકેશન જારી કરવામાં આવે.
    Click here to Read more
    Prev Article
    Google Admits To Censorship Under Joe Biden, Plans To Restore Banned YouTube Accounts
    Next Article
    Shardiya Navratri 2025: नवरात्रि के शुभ दिन में क्यों न पहनें ये रंग? जानिए धार्मिक मान्यता

    Related Business Updates:

    Comments (0)

      Leave a Comment