Search…

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    ઝાયડસ-પિંકાથોને ભારતમાં સ્તન કેન્સર અંગે જાગૃતતા ફેલાવવા હાથ મિલાવ્યા:2025-26માં છ શહેરોનો પ્રવાસ કરશે, 21મી ડિસેમ્બરે 10મી મુંબઈ એડિશન સાથે પ્રારંભ થશે

    2 weeks ago

    હેલ્થકેર કંપની ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડ અને ભારતની સૌથી મોટી વુમન્સ રન પિંકાથોને સ્તન કેન્સર અને મહિલાઓના આરોગ્ય અંગે જાગૃતતા ફેલાવવા માટે તેમના દેશવ્યાપી સહયોગની આજે જાહેરાત કરી હતી. આ પહેલ એ ઝાયડસના "Easiest Exam" કેમ્પેઇનનો ભાગ છે જે તેની બીજી એડિશનનું આયોજન કરી રહી છે. આ કેમ્પેઇન એ વાત પર ભાર મૂકે છે કે દર મહિને એક સરળ 3 મિનિટની જાતે સ્તનની તપાસથી વહેલા નિદાન થકી જીવન બચાવવામાં મદદ મળી શકે છે. આ પ્રયાસના ભાગરૂપે ઝાયડસ પિંકાથોન 2025-26માં છ મુખ્ય શહેરોનો પ્રવાસ કરશે જેમાં દેશભરની 30,000થી વધુ મહિલાઓને સાંકળી લેવામાં આવશે. આ સફર એમએમઆરડીએ ગ્રાઉન્ડ્સ, બીકેસી ખાતે 21મી ડિસેમ્બર, 2025ના રોજ મુંબઈ પિંકાથોનની 10મી એડિશન સાથે શરૂ થશે જેના પછી બેંગાલુરુ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા અને ચેન્નઈમાં તેનું આયોજન થશે. આ સત્તાવાર કાર્યક્રમનું ઝાયડસ લાઇફસાયન્સિસ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ડો. શર્વિલ પટેલ, ઝાયડસ ફાઉન્ડેશનના વાઇસ-ચેરપર્સન મેહા પટેલ, અભિનેતા, જાણીતા ફિટનેસ આઇકોન તથા પિંકાથોનના સ્થાપક મિલિંદ સોમણ તથા ઇન્વિન્સિબલ વિમેનના સ્થાપક અંકિતા કોનવારે ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે આ કાર્યક્રમ અંગે પોતાનો ઉત્સાહ વ્યક્ત કર્યો હતો અને પોતાના આરોગ્યને પ્રાથમિકતા આપવા માટે મહિલાઓને પ્રોત્સાહન આપવાના તેમના મિશનની રૂપરેખા આપી હતી. તેમણે ખાસ નિયમિત જાતે સ્તનની તપાસના મહત્વ તથા સ્તન કેન્સરમાં વહેલા નિદાન વિશે જાગૃતતા વધારવામાં ઝાયડસ પિંકાથોનની મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. ઝાયડસ લાઇફસાયન્સિસના મેનેજિંગ ડિરેક્ટર ડો. શર્વિલ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે "Easiest Exam" કેમ્પેઇન સાથે અમે મહિલાઓને એ માહિતી સાથે સશક્ત કરવા માંગીએ છીએ કે દર મહિને સરળ એવી 3 મિનિટની જાતે તપાસ કરવાથી જીવન બચાવી શકાય તેટલો ફરક પડી શકે છે. પિંકાથોન સાથે જોડાઈને અમારો ઉદ્દેશ્ય વધુને વધુ મહિલાઓ સુધી પહોંચવાનો, જાગૃતતા ફેલાવવાનો અને સ્તન કેન્સર સામેની લડાઈમાં સહયોગાત્મક કામગીરીને પ્રેરિત કરવાનો છે. અમે માનીએ છીએ કે મહિલાઓના આરોગ્ય તથા સ્તન કેન્સર અંગે જાગૃતતા ફેલાવવી એટલી જ મહત્વની છે કારણ કે વહેલા નિદાનમાં અનેક જિંદગીઓ બચાવવાની શક્તિ રહેલી છે. પિંકાથોનના સ્થાપક અને આ અભિયાનના ચાલકબળ રહેલા મિલિંદ સોમણે જણાવ્યું હતું કે પિંકાથોન ખાતે અમારું મિશન હંમેશા દરેક મહિલાને પોતાના આરોગ્ય તથા ફિટનેસનું ધ્યાન રાખવા માટે પ્રોત્સાહિત કરવાનું તથા શક્તિ તથા સમાવેશકતાની ઉજવણી કરે તેવા સમુદાયના નિર્માણનું રહ્યું છે. ઝાયડસ હવે પિંકાથોનના ટાઇટલ સ્પોન્સર તરીકે આગળ આવી છે ત્યારે અમે આ મિશનને વધુ મોટા સ્તર પર લઈ જઈ રહ્યા છીએ અને તમામ વર્ગની મહિલાઓને તેમાં ભાગ લેવા તથા પોતાના આરોગ્યને પ્રાથમિકતા બનાવવા માટે વિનંતી કરી રહ્યા છીએ. ઝાયડસની સાથે મળીને અમે એક એવું શક્તિશાળી પ્લેટફોર્મ બનાવી રહ્યા છીએ જે ન કેવળ જાગૃતતા ફેલાવે પરંતુ સમગ્ર ભારતમાં મહિલાઓના આરોગ્ય માટે અર્થપૂર્ણ કામગીરીને પણ આગળ ધપાવે. ઝાયડસ ફાઉન્ડેશનના વાઇસ ચેરપર્સન મેહા પટેલે જણાવ્યું હતું કે એક સ્ત્રી સમગ્ર પરિવારના સુખ અને સુખાકારીના મૂળમાં હોય છે. તેથી આ સંદેશ ફેલાવવો ખૂબ જ મહત્વપૂર્ણ છે કે મહિલાઓએ તેમના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવાની જરૂર છે. હાલના સમયમાં યોગ્ય જ કહેવાયું છે કે 'સ્વસ્થ નારી, સશક્ત પરિવાર'. પ્રારંભિક તબક્કામાં સ્તન કેન્સરનું નિદાન કરવા માટે જાતે સ્તનની તપાસ અંગે જાગૃતિ લાખો મહિલાઓ માટે જીવન બચાવનાર પગલું બની શકે છે. કારણ કે આપણે ભારતમાં સ્તન કેન્સરના કેસોમાં ચિંતાજનક વધારો અટકાવવાની જરૂર છે. ઝાયડસ પિંકાથોનની 2025-26 સિઝનમાં ઇન્વિન્સીબલ વિમેન પહેલ હેઠળ ફિટનેસ લેવલ્સ- 3 કિમી, 5 કિમી, 10 કિમી અને 50 કિમી, 75 કિમી, 100 કિમીના અલ્ટ્રા-ડિસ્ટન્સ તથા 100 કિમી રિલે- તમામ રેસ કેટેગરીઓ ઓફર કરવામાં આવશે. Easiest Exam કેમ્પેઇન શું છે? સ્તન કેન્સર વિશ્વભરમાં સ્ત્રીઓને અસર કરતા કેન્સરના સૌથી પ્રચલિત સ્વરૂપોમાંનું એક છે અને ભારતમાં વધતા જતા કેસ ખૂબ જ ચિંતાનો વિષય છે. ભારતમાં દર વર્ષે 2 લાખથી વધુ મહિલાઓને સ્તન કેન્સરનું નિદાન થાય છે. કમનસીબે આમાંથી દર 8 મિનિટે એક મહિલા છેલ્લા તબક્કામાં થતા નિદાનને કારણે મૃત્યુ પામે છે. જો વહેલા નિદાન કરવામાં આવે તો તેની સારવાર કરી શકાય છે. ઝાયડસનું કેમ્પેઇન "Easiest Exam" મહિલાઓને તેમના સ્વાસ્થ્ય તરફ એક સરળ પણ શક્તિશાળી પગલું ભરવા માટે વિનંતી કરે છે. આ એક સરળ 3 મિનિટની જાતે કરવામાં આવતી સ્તનની તપાસ છે જે નિયમિતપણે કરવી જોઈએ. "Easiest Exam" કેમ્પેઇનની બીજી એડિશન ઓક્ટોબરમાં શરૂ થવાની છે. ઓક્ટોબર મહિનાને વૈશ્વિક સ્તરે સ્તન કેન્સર જાગૃતિ મહિના તરીકે ઓળખવામાં આવે છે. "Easiest Exam"ની બીજી એડિશન "દો હાથ, તીન મિનિટ ઔર એક ઇઝી એક્ઝામ" કેવી રીતે મહિલાઓના જીવનને બદલી શકે છે તેના પર ભાર મૂકે છે. આ પહેલમાં જાગૃતતા અભિયાન, પોડકાસ્ટ, સ્તન કેન્સર સામે લડનારાઓ સાથે જોડાણ અને પાયાના સ્તરે થતા કાર્યક્રમોનો સમાવેશ કરાશે. ભારતના કેટલાક અગ્રણી ઓન્કોલોજિસ્ટ્સ સાથે વિચારપૂર્ણ ચર્ચાઓ દ્વારા આ સિરીઝ સ્તન કેન્સર સાથે સંકળાયેલી વર્તમાન માન્યતાઓ અને ગેરમાન્યતાઓને દૂર કરશે. તેનો ઉદ્દેશ્ય સ્તન કેન્સરની આસપાસના કલંકને હટાવવાનો અને ભ્રમણાઓને દૂર કરવાનો છે. આ કેમ્પેઇન સ્તન કેન્સર યોદ્ધાઓની શક્તિ, સ્થિતિસ્થાપકતા તથા આશાભરી વાર્તાઓને સાંકળતી તેમની યાત્રાઓને રજૂ કરશે
    Click here to Read more
    Prev Article
    Tarot Rashifal 24 September 2025 : गणेश जी और मां चंद्रघंटा की कृपा से किन राशियों को मिलेगी सफलता, आज का टैरो राशिफल
    Next Article
    7 વર્ષ પહેલાં ટ્રમ્પ પર હસ્યા હતા વર્લ્ડ લીડર્સ:આજે ફરી UNમાં ભાષણ; આ 6 મહત્વપૂર્ણ મુદ્દાઓ પર બોલી શકે, નોબેલ પણ માગી શકે છે

    Related Business Updates:

    Comments (0)

      Leave a Comment