આજથી શારદીય નવરાત્રિ શરૂ થઈ છે. પહેલા જ નોરતે, યશ રાજ ફિલ્મ્સે રાની મુખર્જીની ફિલ્મ 'મર્દાની 3'નું નવું પોસ્ટર રિલીઝ કર્યું છે, જે સારા અને ખરાબ વચ્ચેના મહાયુદ્ધની ઝાંખી રજૂ કરે છે. યશ રાજ ફિલ્મ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર 'મર્દાની 3'નું પોસ્ટર શેર કર્યું છે. પોસ્ટરમાં એક હાથ બંદૂક પકડીને દેખાય છે. જોકે ચહેરો દેખાતો નથી, પરંતુ હાથમાં ઘડિયાળ અને બ્રેસલેટ જોઈને અનુમાન લગાવવું સરળ છે કે, તે રાની મુખર્જીનો હાથ છે. પોસ્ટરમાં 'ઐગિરિ નંદિની' મંત્રનો શક્તિશાળી અવાજ સંભળાય છે, જે દેવી દુર્ગાની તે શક્તિનું પ્રતીક છે, જ્યારે તેમણે મહિષાસુરનો વધ કર્યો હતો. નિર્માતાઓએ કેપ્શનમાં લખ્યું છે કે, 'નવરાત્રિના શુભ દિવસે, અહીં અનિષ્ટ પર સારાનો વિજય ઉજવવામાં આવે છે.' રાની મુખર્જી 'મર્દાની 3'માં ટોચના પોલીસ અધિકારી શિવાની શિવાજી રોય તરીકે જોવા મળશે, જે તેના કારકિર્દીના સૌથી પડકારજનક કેસની તપાસ કરશે. જોકે, આ વખતે ફિલ્મમાં ખલનાયક વિશે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. આ ફિલ્મ 27 ફેબ્રુઆરી, 2026 ના રોજ રિલીઝ થશે. અભિરાજ મીનાવાલાના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મનું નિર્માણ આદિત્ય ચોપરા કરી રહ્યા છે. 'મર્દાની' 2014 માં અને 'મર્દાની 2' 2019 માં રિલીઝ થઈ હતી. બંને ફિલ્મોને દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.
Click here to
Read more