તહેવારોની સિઝન પહેલાં કેન્દ્ર સરકારે રેલવે કર્મચારીઓને ભેટ આપી છે. બુધવારે યોજાયેલી કેબિનેટની બેઠકમાં, રેલવેના ગ્રુપ C અને ગ્રુપ D કર્મચારીઓને આ વર્ષે 78 દિવસનું બોનસ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણયથી દેશભરના 10.91 લાખ કર્મચારીઓ અને તેમના પરિવારોના ચહેરા પર સ્મિત આવી ગયું છે. બોનસની રકમ સીધી કર્મચારીઓના ખાતામાં જમા થશે, અને ચુકવણી ટૂંક સમયમાં શરૂ થશે. આ બોનસ વિવિધ કેટેગરીના રેલવે કર્મચારીઓને ચૂકવવામાં આવશે, જેમાં ટ્રેક મેન્ટેનર્સ, લોકો પાઇલટ્સ, ટ્રેન મેનેજર (ગાર્ડ્સ), સ્ટેશન માસ્ટર્સ, સુપરવાઇઝર, ટેકનિશિયન, ટેકનિશિયન હેલ્પર્સ, પોઈન્ટમેન, મંત્રી સ્ટાફ અને અન્ય ગ્રુપ C સ્ટાફનો સમાવેશ થાય છે. રેલવેમાં કામ કરતા નોન-ગેઝેટેડ કર્મચારીઓને દર વર્ષે બોનસ આપવામાં આવે છે. આને પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (PLB) કહેવામાં આવે છે. બજારમાં તેજી આવશે
નિષ્ણાતો માને છે કે આવા તહેવાર બોનસની અર્થતંત્ર પર સકારાત્મક અસર પડે છે. જ્યારે કર્મચારીઓને બોનસ મળે છે, ત્યારે તેઓ વધુ ખર્ચ કરે છે, જે બજારમાં નાણાંનો પ્રવાહ વધારે છે. આનાથી વ્યવસાય અને ઉદ્યોગ બંનેને ફાયદો થાય છે. તાજેતરમાં, સરકારે GST દરોમાં પણ ફેરફાર કર્યા છે, જેનાથી બજારને વેગ મળવાની અપેક્ષા છે. બિહારમાં રેલવેના ડબલ લેનને મંજૂરી
મોદી કેબિનેટે બિહારમાં બખ્તિયારપુર-રાજગીર-તિલૈયા સુધી રેલવેના ડબલ લેનને મંજૂરી આપી છે. જેમાં રૂ. 2192 કરોડનો ખર્ચ કરશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, અત્યારસુધી આ સિંગલ લાઈન હોવાથી તેની ક્ષમતા મર્યાદિત હતી. ડબલ લેન થયા બાદ તેની ક્ષમતા વધશે. રેલવે મંત્રાલય અનુસાર, તેની લંબાઈ 104 કિમી રહેશે. જે બિહારના ચાર જિલ્લાને આવરી લેશે. જેનાથી રાજગીર, નાલંદા, પાવાપુરી સહિત ટોચના શહેરો સુધી રેલવે સેવામાં સુધારો થશે.
Click here to
Read more