Search…

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    કોઈ બેરીકેડ પાસે આવે તો ટાંટિયા ભાંગી નાખજોઃ ભુવનેશ્વર ACP:પુરી રથયાત્રામાં દુર્ઘટના બાદ CM હાઉસને ઘેરવા આવી રહી હતી વિપક્ષી પાર્ટીઓ

    3 months ago

    ઓડિશાના પુરીમાં થયેલી ભાગદોડ સામે ભુવનેશ્વરમાં કોંગ્રેસના વિરોધ પ્રદર્શનનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આમાં એડિશનલ કમિશનર નરસિંહ ભોળ બેરિકેડિંગ પાસે તૈનાત પોલીસકર્મીઓને સૂચના આપે છે કે પ્રદર્શનકારીઓના પગ તોડવાના છે, તેમને પકડવાના નથી. સાથે જ તેઓ એવું પણ કહેતા જોવા મળી રહ્યા છે કે જે પણ પગ તોડશે તેઓ મારી પાસેથી ઈનામ લઈને જાય. જોકે, કોંગ્રેસ અને ઘણા વિપક્ષી પક્ષો ભુવનેશ્વરમાં મુખ્યમંત્રીના ઘરની સામે વિરોધ પ્રદર્શન કરવાના હતા. આને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસે બેરિકેડ લગાવીને પ્રદર્શનકારીઓને રોકવાની તૈયારી કરી હતી. આ દરમિયાન એડિશનલ કમિશનરના શબ્દો વીડિયોમાં રેકોર્ડ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન ઓડિશાના કાયદા મંત્રી પૃથ્વીરાજ હરિચંદને જણાવ્યું હતું કે નાસભાગની ઘટનાની વહીવટી તપાસની જવાબદારી વિકાસ કમિશનર અનુ ગર્ગને સોંપવામાં આવી છે, જે 30 દિવસની અંદર મુખ્યમંત્રીને રિપોર્ટ સુપરત કરશે. રવિવારે સવારે 4 વાગ્યે રથયાત્રામાં નાસભાગ મચી ગઈ હતી રવિવારે સવારે 4 વાગ્યે ઓડિશાના પુરીમાં જગન્નાથ રથયાત્રા પછી નાસભાગ મચી ગઈ હતી. આમાં 3 લોકોનાં મોત થયા હતા, જ્યારે 50 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાંથી 6 લોકોની હાલત ગંભીર છે. આ અકસ્માત જગન્નાથ મંદિરથી લગભગ 3 કિમી દૂર ગુંડીચા મંદિરની સામે થયો હતો. ભગવાન જગન્નાથના નંદીઘોષ રથના દર્શન માટે અહીં મોટી ભીડ એકઠી થઈ હતી, જે દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. સીએમ મોહન ચરણ માઝીએ આ ઘટના માટે માફી માંગી છે. તેમણે ટ્વિટર પર લખ્યું, 'હું અને મારી સરકાર ભગવાન જગન્નાથના તમામ ભક્તોની વ્યક્તિગત રીતે માફી માંગીએ છીએ. આ બેદરકારી માફીપાત્ર નથી.' આ પછી, રાજ્ય સરકારે પુરીના કલેક્ટર અને એસપીની બદલી કરી. ચંચલ રાણાને નવા કલેક્ટર અને પિનાક મિશ્રાને નવા એસપી બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત ડીસીપી અને કમાન્ડન્ટને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રવિવારે સવારે પુરીમાં થયેલી નાસભાગની 3 તસવીરો... જગન્નાથ રથ મોડો આવ્યો, લોકોએ તેને જોવા માટે દોટ મૂકી પુરીની રથયાત્રામાં, ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના રથ તેમના માસીના ઘર, ગુંડીચા મંદિરની સામે 9 દિવસ માટે રહે છે. બલભદ્ર અને સુભદ્રાના રથ અહીં પહેલા પહોંચ્યા હતા. જગન્નાથનો રથ મોડો પહોંચ્યો, જેના કારણે લોકોમાં તેને જોવા માટે દોટ મૂકી. આ દરમિયાન નાસભાગ મચી ગઈ જેમાં ઘણા લોકો કાટમાળ પડતાં દબાઈ ગયા. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઘટના સમયે ત્યાં પૂરતો પોલીસ દળ તૈનાત નહોતો. અકસ્માતમાં માર્યા ગયેલા લોકોના નામ બસંતી સાહુ (36), પ્રેમ કાંતિ મહંતી (78) અને પ્રભાતી દાસ છે. તેમના મૃતદેહ પુરી મેડિકલ કોલેજમાં રાખવામાં આવ્યા છે. શુક્રવારે સેંકડો શ્રદ્ધાળુઓ બીમાર પડ્યા શુક્રવારે (27 જૂન)ના રોજ દેવી સુભદ્રાના રથની આસપાસ ભીડના વધતા દબાણને કારણે 625 થી વધુ ભક્તો બીમાર પડ્યા હતા. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, 70 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 9 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. શુક્રવારે શરૂ થયેલી રથયાત્રા રવિવારે પૂર્ણ થઈ પુરીમાં શુક્રવારે (27 જૂન) સાંજે 4 વાગ્યે ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થઈ. પહેલા ભગવાન બલભદ્રનો રથ ખેંચાયો. ત્યારબાદ સુભદ્રા અને જગન્નાથના રથ ખેંચાયા. પહેલા દિવસે બલભદ્રનો રથ 200 મીટર સુધી ખેંચાયો, સુભદ્રા-ભગવાન જગન્નાથના રથ પણ થોડા અંતર સુધી ખેંચાયા. શનિવારે સવારે 10 વાગ્યે રથયાત્રા ફરી શરૂ થઈ. ભક્તોએ ત્રણેય રથોને ખેંચવાનું શરૂ કર્યું. ભગવાન બલભદ્રનો રથ તાલધ્વજ સવારે 11.20 વાગ્યે અને દેવી સુભદ્રાનો દર્પદલન રથ બપોરે 12.20 વાગ્યે પહોંચ્યો અને ત્યારબાદ ભગવાન જગન્નાથનો નંદીઘોષ રથ બપોરે 1.11 વાગ્યે ગુંડીચા મંદિર પહોંચ્યો. ભગવાન જગન્નાથની રથયાત્રાની 4 તસવીર...
    Click here to Read more
    Prev Article
    અદાણી ગ્રીન એનર્જીએ રિન્યુએબલ એનર્જીમાં ઇતિહાસ રચ્યો:15,500 મેગાવોટની ઈન્સ્ટોલ્ડ ક્ષમતા સાથે ભારતની સૌથી મોટી કંપની બની, અદાણીએ કહ્યું- અમારા માટે ગર્વની વાત
    Next Article
    Railways mulling over reducing or waiving clerical charges it deducts while refunding fare

    Related National Updates:

    Comments (0)

      Leave a Comment