અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ (AGEL)એ 15,539.9 મેગાવોટ (MW)ની કાર્યકારી ક્ષમતા પ્રાપ્ત કરીને ભારતના રિન્યુએબ ઉર્જા ક્ષેત્રમાં એક નવો રેકોર્ડ કર્યો છે. આ ભારતમાં અત્યાર સુધીનો સૌથી ઝડપી અને સૌથી મોટો રિન્યુએબલ એનર્જી વિસ્તરણ છે. ગૌતમ અદાણીએ કહ્યું- અમારા માટે ગર્વની વાત આ સિદ્ધિ વિશે અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પોતે એક્સ પર માહિતી આપી હતી. ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે અદાણી ગ્રીન એનર્જી હવે 15,000 મેગાવોટથી વધુ રિન્યુએબલ એનર્જી કેપેસિટી સુધી પહોંચી ગઈ છે. ભારતના ઇતિહાસમાં આ સૌથી મોટું અને ઝડપી અદાણી ગ્રીન વિસ્તરણ છે. તેમણે ટ્વિટર પર લખ્યું, "આ ફક્ત એક આંકડો નથી, પરંતુ ભારતની ગ્રીન રિવોલ્યુશનની દિશામાં અમારો મજબૂત સંકલ્પ છે. ખાવડાની રણભૂમિમાંથી વિશ્વના ટોપ 10 ગ્રીન એનર્જી ઉત્પાદકોની યાદીમાં સામેલ થવું એ અમારા માટે ગર્વની વાત છે." રેકોર્ડબ્રેક પ્રગતિ: છેલ્લા 15 મહિનામાં, AGELએ 5,000 મેગાવોટથી વધુ ક્ષમતા ઉમેરીને 10,000 મેગાવોટથી 15,000 મેગાવોટ સુધીનો વધારો કર્યો. નાણાકીય વર્ષ 2025માં જ, કંપનીએ 3,309 મેગાવોટનો વધારો કર્યો, જે ભારતમાં કોઈપણ એક કંપની દ્વારા વાર્ષિક ધોરણે સૌથી મોટો વધારો છે. ભારતના રિન્યુએબલ એનર્જીમાં મોટુ યોગદાન ખાવડા ઉર્જા પરિવર્તનનું કેન્દ્ર બન્યું ગુજરાતના કચ્છ જિલ્લાના ખાવડા ખાતે આવેલ 30,000 મેગાવોટની ક્ષમતા ધરાવતો વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ અદાણી ગ્રીન દ્વારા વિકસાવવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં, 5,355.9 મેગાવોટની ક્ષમતા કાર્યરત થઈ ગઈ છે આ પ્રોજેક્ટ 538 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો છે, જે પેરિસ શહેર કરતા પાંચ ગણો મોટો છે અને અવકાશમાંથી પણ દેખાય. AGELના CEO આશિષ ખન્નાએ જણાવ્યું હતું કે, 15,000 મેગાવોટનો સીમાચિહ્ન પાર કરવો એ અમારી ટીમની પ્રતિબદ્ધતા અને અમારા નેતૃત્વના વિઝનનું પરિણામ છે. ગૌતમ અદાણીજીનું અદાણી ગ્રુપને રિન્યુએબલ એનર્જીમાં વૈશ્વિક નેતા બનાવવાનું વિઝન અમને પ્રેરણા આપે છે. અમારું લક્ષ્ય હવે 2030 સુધીમાં 50,000 મેગાવોટ સુધી પહોંચવાનું છે. ESG રેન્કિંગ અને સામાજિક પ્રતિબદ્ધતા AGELની સમગ્ર કામગીરી વોટર પોઝિટિવ પ્રમાણિત છે. NSEના ESG રેન્કિંગમાં તેને પાવર સેક્ટરમાં પ્રથમ સ્થાન મળ્યું છે અને FTSE Russellના ગ્લોબલ ESG સ્કોરમાં ટોપનું સ્થાન મળ્યું છે.
Click here to
Read more