ઓડિશાના પુરીમાં જગન્નાથ યાત્રાનો શનિવારે (આજે) બીજો દિવસ છે. આજે સવારે 10 વાગ્યે રથયાત્રા ફરી શરૂ થઈ. ભક્તોએ ત્રણેય રથોને ખેંચવાનું શરૂ કર્યું. ભગવાન બલભદ્રનો રથ તાલધ્વજ સવારે 11.20 વાગ્યે અને દેવી સુભદ્રાનો દર્પદલન રથ બપોરે 12.20 વાગ્યે અને ત્યારબાદ ભગવાન જગન્નાથનો નંદીઘોષ રથ બપોરે 1.11 વાગ્યે ગુંડીચા મંદિર પહોંચ્યો. મુખ્ય મંદિરથી ગુંડીચા મંદિરનું અંતર 2.6 કિમી છે. 10 લાખથી વધુ ભક્તોની હાજરી જોવા મળી હતી. ભગવાન ગુંડીચા મંદિરમાં 9 દિવસ રોકાશે. પહેલા દિવસે રથ 750 મીટર પણ આગળ વધી શક્યા નહીં. મોડી સાંજે દેવી સુભદ્રાના રથની આસપાસ ભીડના વધતા દબાણને કારણે, 625 ભક્તોની તબિયત લથડી. ઘણા બેભાન થઈ ગયા અને કેટલાક ઘાયલ થયા. વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, 70 લોકો હોસ્પિટલમાં દાખલ છે. તેમાંથી 9 લોકોની હાલત ગંભીર છે. પુરી રથયાત્રાના પહેલા દિવસના ફોટા... 148મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન:ત્રણેય રથ નિજ મંદિર પહોંચ્યા, આખી રાત ભગવાન પરિસરમાં રહશે; ખાડિયામાં એક ગજરાજ બેકાબૂ થતાં નાસભાગ મચી હતી આજે (27 જૂન) અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 148મી ભવ્ય રથયાત્રાના પ્રારંભ પહેલાં સવારે 4 વાગ્યે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે મંગળા આરતી કરી હતી. આ સાથે મંદિર ખાતે હાજર સાધુ-સંતોના આશીર્વાદ લીધા હતા. ત્યાર બાદ CM ભૂપેન્દ્ર પટેલે સવારે 7 વાગ્યે પહિંદવિધિ કરી રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. જ્યારે રાત્રે 9:30 વાગ્યે ત્રણેય રથ નિજ મંદિર પરત ફર્યા હતા. સંપૂર્ણ સમાચાર વાંચો
Click here to
Read more