શુક્રવાર, 12 સપ્ટેમ્બરના રોજ બરેલીમાં પોપ્યુલર બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટનીના ઘર પર ફાયરિંગ થયું હતું. ફાયરિંગ થયું ત્યારે દિશા ઘરે નહોતી. હવે એક્ટ્રેસ ન્યૂયોર્કમાં આયોજિત એક ફેશન ઇવેન્ટની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી છે. દિશા પટની વેરોનિકા લિયોની દ્વારા ડિઝાઇન કરાયેલ કેલ્વિન ક્લેઈનના સ્પ્રિંગ 2026 કલેક્શનને પ્રમોટ કરવા માટે ન્યૂયોર્કમાં હતી. એક્ટ્રેસ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી રેડ કાર્પેટનો એક સુંદર વીડિયો શેર કર્યો છે. બરેલીના ઘરમાં ફાયરિંગ થયું, બહેન અને માતા-પિતા ઘરની અંદર હતા દિશા પટનીનું ઘર ઉત્તર પ્રદેશના બરેલીમાં છે. શુક્રવારે બે અજાણ્યા બાઇક સવારોએ તેના ઘર પાસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું અને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યા હતા. ગોળીબાર સમયે દિશાની બહેન ખુશ્બૂ પટણી, જે આર્મી ઓફિસર છે, ઘરે હતી. આ ઉપરાંત દિશાના પિતા જગદીશ પટણી અને માતા પણ ઘરમાં હાજર હતા. ગોળીબાર પછી તરત જ એક્ટ્રેસના પિતાએ પોલીસને જાણ કરી. તપાસ દરમિયાન ઘરની બહારથી બે ખાલી કારતૂસ મળી આવ્યા હતા. સીસીટીવીમાં બાઇક સવારોની ઝલક પણ જોવા મળી રહી છે. લોરેન્સ ગેંગના લોકોએ ગોળીબારની જવાબદારી લીધી ગોળીબારના થોડા સમય પછી, લોરેન્સ ગેંગ અને ગોલ્ડી બ્રાર ગેંગના રોહિત ગોદારાએ તેની જવાબદારી લીધી. ગેંગે કહ્યું કે દિશાની બહેન ખુશ્બૂએ પ્રેમાનંદ મહારાજ અને કથાકાર અનિરુદ્ધાચાર્ય મહારાજ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું, જેના કારણે તેમના ઘરમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. તેમણે ચેતવણી પણ આપી છે કે જો ભવિષ્યમાં ફરીથી આવું કરવામાં આવશે તો તેઓ કોઈને જીવતા છોડશે નહીં. ખુશ્બૂએ કેવું નિવેદન કર્યું હતું? 'વાત એમ હતી કે, થોડા સમય પહેલા પ્રેમાનંદ મહારાજ અને કથાકાર અનિરુદ્ધાચાર્યએ લિવ-ઇન રિલેશનશિપ પર નિવેદન આપ્યું હતું અને કહ્યું હતું કે ઘણી છોકરીઓનું ચારિત્ર્ય શુદ્ધ નથી હોતું. આ પછી, દિશાની બહેન અને આર્મી ઓફિસર ખુશ્બૂએ 30 જુલાઈના રોજ એક વીડિયો જાહેર કર્યો અને કહ્યું - હું આવા લોકોના મોં તોડી નાખીશ. જો આ વ્યક્તિ મારી સામે હોત, તો મેં તેને યોગ્ય રીતે સમજાવ્યું હોત કે 'મોં મારવા'નો અર્થ શું છે.' 'મને તેને રાષ્ટ્રવિરોધી કહેવામાં કોઈ ખચકાટ નથી. જે વ્યક્તિની વિચારસરણી આટલી નીચી હોય તેને પ્લેટફોર્મ ન આપવું જોઈએ. ખુશ્બૂ પટનીએ પ્રશ્ન ઉઠાવ્યો- જો કોઈ લિવ-ઇન રિલેશનશિપમાં હોય, તો શું છોકરી એકલી છે? શું છોકરાઓ તેમાં સામેલ નથી?'
Click here to
Read more