રવિવારે લોસ એન્જલસના પીકોક થિયેટરમાં 77મો પ્રાઇમટાઇમ એમી એવોર્ડ્ઝ 2025 યોજાયો હતો. જેમાં કોમેડી સિરીઝ 'ધ સ્ટુડિયો' એ ઇતિહાસ રચ્યો છે. તેને કુલ 13 એવોર્ડ્સ મળ્યા છે. આ પહેલી વાર છે જ્યારે કોઈ કોમેડી સિરીઝને આટલા બધા એવોર્ડ્ઝ મળ્યા હોય. 'સેવરેન્સ' અને 'ધ સ્ટુડિયો'નો દબદબો આ વખતે સિરીઝ 'સેવરેન્સ' સૌથી વધુ નોમિનેટેડ થઈ હતી. તેના કલાકારો ટ્રેમેલ ટિલમેન અને બ્રિટ લોઅરે પોતપોતાની સિરીઝ માટે એવોર્ડ્ઝ જીત્યા. બેસ્ટ ડ્રામા સિરીઝ માટે એમી એવોર્ડ 'ધ પિટ' એક મેડિકલ ડ્રામા સિરીઝ છે. તે પિટ્સબર્ગની એક હોસ્પિટલમાં 15 કલાકની શિફ્ટની સ્ટોરી દર્શાવે છે. તેની પહેલી સીઝનને લોકો અને વિવેચકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ શોને 'બેસ્ટ ડ્રામા સિરીઝ' માટે એમી એવોર્ડ મળ્યો છે. ઉપરાંત, નોઆ વાઈલને બેસ્ટ લીડ એક્ટરનો એવોર્ડ અને કેથરિન લા નાસાને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. 'ધ સ્ટુડિયો' બેસ્ટ કોમેડી સિરીઝનો એવોર્ડ જીત્યો 'ધ સ્ટુડિયો' એ એક કોમેડી સિરીઝ છે, સેથ રોગન અને તેમની ટીમ દ્વારા બનાવવામાં આવી છે. તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીની દુનિયાને રમુજી રીતે બતાવે છે અને ઘણા સ્ટાર્સની ઝલક પણ આપે છે. આ શોએ 13 એમી એવોર્ડ જીત્યા છે, જે આજ સુધીની કોઈપણ કોમેડી સિરીઝ માટે એક રેકોર્ડ છે. સેથ રોગનને આ શો માટે બેસ્ટ લીડ એક્ટરનો એવોર્ડ જીત્યો. 'એડોલસેન્સ'ને મળ્યો એવોર્ડ
'એડોલસેન્સ' એક લિમિટેડ સિરીઝ છે. તેની સ્ટોરી એક એવા પરિવાર પર આધારિત છે જેમાં 13 વર્ષના પુત્ર પર હત્યાનો આરોપ છે. આ શોને 'બેસ્ટ લિમિટેડ/એન્થોલોજી સિરીઝ' માટે એમી એવોર્ડ મળ્યો હતો. તેણે અભિનય, દિગ્દર્શન અને લેખન માટે ઘણા પુરસ્કારો પણ જીત્યા હતા. 15 વર્ષના ઓવેન કૂપરે આ શોમાં શાનદાર કામ કરીને અને સપોર્ટિંગ એક્ટરનો એવોર્ડ જીતીને એક નવો રેકોર્ડ બનાવ્યો હતો. ભારતમાં પણ લાઈવ ટેલિકાસ્ટ થયું
એમી એવોર્ડ્સનું અમેરિકામાં CBS પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. શોટાઇમ સાથે પેરામાઉન્ટના સબ્સ્ક્રાઇબર્સ તેને રીઅલ ટાઇમમાં જોઈ શક્યા હતા. પેરામાઉન્ટના સ્ટાન્ડર્ડ સબ્સ્ક્રિપ્શન ધરાવતા લોકો સોમવારથી 21 સપ્ટેમ્બર સુધી શો જોઈ શકશે. ભારતમાં, એવોર્ડ શોનું Jio Hotstar પર લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.
Click here to
Read more