Search…

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    સેન્સેક્સ 150 પોઈન્ટ વધીને 81,950 પર ટ્રેડ કરી રહ્યો છે:નિફ્ટીંમાં 50 પોઇન્ટનો ઉછાળો; ઓટો, મેટલ, મીડિયા અને ફાર્મા શેરોમાં તેજી

    3 weeks ago

    આજે, અઠવાડિયાના બીજા ટ્રેડિંગ દિવસે, એટલે કે મંગળવાર, 16 સપ્ટેમ્બર, સેન્સેક્સ 150 પોઈન્ટ વધીને 81,950ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી 50 પોઈન્ટ વધીને 25,120ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 19 શેરમાં તેજી અને 11માં ઘટાડો છે. મહિન્દ્રા, બજાજ ફિનસર્વ અને અદાણી પોર્ટ્સના શેરોમાં તેજી છે. એશિયન પેઇન્ટ્સ, ટાઇટન અને સ્ટેટ બેંકના શેરોમાં ઘટાડો થયો છે. નિફ્ટીના 50 શેરમાંથી 34 શેરમાં તેજી અને 16માં ઘટાડોછે. ઓટો, મેટલ, મીડિયા અને ફાર્મા શેરો ઉપર છે. FMCG, IT અને PSU બેંકોમાં ઘટાડો છે. ગ્લોબલ માર્કેટમાં મિશ્ર કારોબાર 15 સપ્ટેમ્બરના રોજ સ્થાનિક રોકાણકારોએ 1,933 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે, સોમવાર, 15 સપ્ટેમ્બર, સેન્સેક્સ 119 પોઈન્ટ ઘટીને 81,786 પર બંધ થયો. નિફ્ટી પણ 45 પોઈન્ટ ઘટીને 25,069 પર બંધ થયો. સેન્સેક્સના 30 શેરોમાંથી 13 શેર વધ્યા અને 17 શેરો ઘટ્યા. ઓટો, આઇટી, મીડિયા, ફાર્મા અને હેલ્થકેર શેરોમાં ઘટાડો થયો. રિયલ્ટી 2.41%, પીએસયુ બેંકો અને મેટલ્સમાં વધારો થયો.
    Click here to Read more
    Prev Article
    Shahid Afridi Goes Berserk, Slams Son-In-Law Shaheen, Says "Don't Want Your Runs"
    Next Article
    ડિંગુચા પરિવારને USમાં ગેરકાયદેસર ઘૂસાડનાર ફેનિલ પટેલ ઝડપાયો:કેનેડિયન પોલીસે ધરપકડ કરી, 2023માં ફેનિલ પર માનવ તસ્કરીના આરોપો લાગ્યા હતા

    Related Business Updates:

    Comments (0)

      Leave a Comment