Search…

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    સપ્ટેમ્બરમાં વ્યાજ દરમાં 0.25%નો ઘટાડો થઈ શકે છે:SBI રિપોર્ટમાં દાવો, હાલમાં RBIનો રેપો રેટ 5.50% પર છે

    2 weeks ago

    ભારતીય રિઝર્વ બેંક (RBI) ની મોનેટરી પોલિસી કમિટી (MPC) તેની સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજ દરમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરે તેવી અપેક્ષા છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ હાલના અહેવાલ મુજબ આ માહિતી જણાવી છે. જો આવું થાય, તો લોન અને વ્યાજ દરમાં થોડો ઘટાડો થઈ શકે છે, જેનાથી સામાન્ય લોકો અને વ્યવસાયો બંનેને રાહત મળી શકે છે. અહેવાલમાં જણાવાયું છે કે મોંઘવારી હાલમાં નિયંત્રણમાં છે અને તેમાં વધુ ઘટાડો થવાની ધારણા છે. સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં મોંઘવારી દર 2%થી પણ નીચે રહી શકે છે SBIના રિપોર્ટ મુજબ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં મોંઘવારી 2%થી નીચે રહી શકે છે અને નાણાકીય વર્ષ 2027 સુધી 4% અથવા તેનાથી નીચે રહેવાની શક્યતા છે. જો GST દરમાં ફેરફારથી ઓક્ટોબરમાં ફુગાવો ઘટીને 1.1% થઈ શકે છે, જે 2004 પછીનો સૌથી નીચો દર હશે. જો RBI હમણાં દર નહીં ઘટાડે, તો તે "ટાઈપ 2 એરર" હશે. SBIના અહેવાલમાં એ પણ નોંધવામાં આવ્યું છે કે 2019 માં GST દરમાં ઘટાડાથી મોંઘવારીમાં આશરે 35 બેસિસ પોઈન્ટનો ઘટાડો થયો હતો. તેથી, વ્યાજ દર ઘટાડવાનો હવે યોગ્ય સમય છે. જો RBI હમણાં દરોમાં ઘટાડો નહીં કરે, તો તે "ટાઈપ 2 એરર" હશે, એટલે કે યોગ્ય સમયે ખોટો નિર્ણય લેવો. આ પહેલા પણ બન્યું છે જ્યારે RBI એ અનુકૂળ પરિસ્થિતિઓ હોવા છતાં વ્યાજ દરોમાં ઘટાડો કર્યો ન હતો. જૂન મહિનાથી વ્યાજ દરમાં ઘટાડાનું પ્રમાણ ઊંચું રહ્યું છે. રિપોર્ટમાં એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે જૂન મહિનાથી વ્યાજ દરમાં ઘટાડાનું પ્રમાણ ઊંચું રહ્યું છે. તેથી, RBI એ પોતાનો સંદેશ સ્પષ્ટ અને ચોક્કસ રીતે પહોંચાડવો જોઈએ. કેન્દ્રીય બેંકની કમ્યુનિકેશન પોલિસી પોતે જ એક મોટુ હશિયાર છે. RBIની MPCની આગામી બેઠક 29-30 સપ્ટેમ્બરના રોજ યોજાશે RBIની MPCની આગામી બેઠક 29-30 સપ્ટેમ્બરના રોજ યોજાશે અને તેનો નિર્ણય 1 ઓક્ટોબર, 2025ના રોજ જાહેર કરવામાં આવશે. જો RBI વ્યાજ દરમાં ઘટાડો કરે છે, તો તે અર્થતંત્ર માટે સારો સંકેત હોઈ શકે છે. કારણ કે આનાથી લોન સસ્તી થશે અને કારોબારને વેગ મળશે. આરબીઆઈ આ તકનો લાભ લે છે કે પછી સાવધ વલણ જાળવી રાખે છે તેના પર નજર રહેશે. MPCની છેલ્લી બેઠક 4 થી 6 ઓગસ્ટ દરમિયાન યોજાઈ હતી RBIની MPCની છેલ્લી બેઠક 4 થી 6 ઓગસ્ટ દરમિયાન મળી હતી. આ બેઠકમાં, RBIએ રેપો રેટ 5.5% પર યથાવત રાખ્યો હતો. અગાઉ, RBIએ જૂનમાં વ્યાજ દર 0.50% ઘટાડીને 5.5% કર્યો હતો. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે કમિટીના તમામ સભ્યો વ્યાજ દર સ્થિર રાખવાના પક્ષમાં હતા. ટેરિફ અનિશ્ચિતતાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. RBI બેંકોને જે દરે ધિરાણ આપે છે તેને રેપો રેટ કહેવામાં આવે છે. આ દરને યથાવત રાખવાનો અર્થ એ છે કે વ્યાજ દરો વધશે નહીં કે ઘટશે નહીં. આ વર્ષે રેપો રેટ 3 વખત ઘટાડવામાં આવ્યો, 1%નો ઘટાડો થયો ફેબ્રુઆરીની બેઠકમાં RBIએ વ્યાજ દર 6.5% થી ઘટાડીને 6.25% કર્યા. લગભગ પાંચ વર્ષ પછી નાણાકીય નીતિ સમિતિ દ્વારા આ પ્રથમ દર ઘટાડો હતો. એપ્રિલની બેઠકમાં બીજો દર ઘટાડો 0.25% હતો. જૂનમાં ત્રીજો દર ઘટાડો 0.50% હતો. આનો અર્થ એ થયો કે નાણાકીય નીતિ સમિતિએ ત્રણ રાઉન્ડમાં વ્યાજ દરમાં 1% ઘટાડો કર્યો. રિઝર્વ બેંક રેપો રેટમાં વધારો અને ઘટાડો શા માટે કરે છે? કોઈપણ કેન્દ્રીય બેંક પાસે પોલિસી રેટના રૂપમાં મોંઘવારી સામે લડવા માટે એક શક્તિશાળી ટુલ હોય છે. જ્યારે મોંઘવારી ખૂબ વધુ હોય છે, ત્યારે કેન્દ્રીય બેંક પોલિસી રેટ વધારીને અર્થતંત્રમાં મની ફ્લો ઘટાડવાનો પ્રયાસ કરે છે. જો પોલિસી રેટ વધારે હોય, તો સેન્ટ્રલ બેંક તરફથી લોન બેંકો માટે વધુ મોંઘી બનશે. બદલામાં, બેંકો તેમના ગ્રાહકો માટે લોન વધુ મોંઘી બનાવે છે. આનાથી અર્થતંત્રમાં મની ફ્લો ઘટે છે. જ્યારે મની ફ્લો ઘટે છે, ત્યારે માંગ ઘટે છે, જેના કારણે મોંઘવારીમાં ઘટાડો થાય છે. તેવી જ રીતે, જ્યારે અર્થતંત્ર મુશ્કેલ તબક્કામાંથી પસાર થાય છે, ત્યારે રિકવરી માટે મની ફ્લોમાં વધારો જરૂરી છે. આવી સ્થિતિમાં, કેન્દ્રીય બેંક પોલિસી રેટ ઘટાડે છે. આનાથી કેન્દ્રીય બેંક તરફથી બેંકોને લોન સસ્તી મળે છે, અને ગ્રાહકોને પણ સસ્તા દરે લોન મળે છે. RBIની બેઠક દર બે મહિને યોજાય છે મોનેટરી પોલિસી કમિટીમાં 6 સભ્યો હોય છે. તેમાંથી ત્રણ RBI ના હોય છે, જ્યારે બાકીના કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. RBIની બેઠક દર બે મહિને મળે છે. હાલમાં, ભારતીય રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે મોનેટરી પોલિસી કમિટીની બેઠકોનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. આ નાણાકીય વર્ષમાં કુલ 6 બેઠકો યોજાશે. પહેલી બેઠક 7-9 એપ્રિલના રોજ યોજાઈ હતી.
    Click here to Read more
    Prev Article
    GST reforms will give new pace to economy, common man to benefit: UP CM Yogi Adityanath
    Next Article
    અમદાવાદ ક્રેશ: સુપ્રીમ કોર્ટે કહ્યું, પાઇલટની ભૂલની ચર્ચા ખેદજનક:સ્વતંત્ર તપાસની શક્યતા શોધો; કેન્દ્ર, DGCA અને તપાસ એજન્સી AAIB પાસેથી પણ જવાબો માગ્યા

    Related Business Updates:

    Comments (0)

      Leave a Comment