'સૈયારા' ફેમ અનીત પડ્ડા ટૂંક સમયમાં બીજી એક લવસ્ટોરીમાં જોવા મળશે. 'બેન્ડ બાજા બારાત' ફેમ ડિરેક્ટર મનીષ શર્મા અનીત સાથે એક રોમેન્ટિક ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે. અનિતની આ ફિલ્મનું નિર્માણ પણ યશ રાજ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવશે. જો મીડિયા રિપોર્ટ્સ પર વિશ્વાસ કરવામાં આવે તો, અનીતને તેમની નવી ફિલ્મ માટે કાસ્ટ કરવામાં આવી છે. મિડ ડેના અહેવાલ મુજબ, 'આ ફિલ્મનું પ્રી-પ્રોડક્શન કાર્ય પણ શરૂ થઈ ગયું છે. અનિતની આ રોમેન્ટિક ફિલ્મ પંજાબ પર આધારિત હશે. તેમજ, ફિલ્મનું શૂટિંગ વર્ષ 2026ના પહેલા ભાગમાં શરૂ થશે. ફિલ્મમાં અનિતની સામે કોણ હશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી.' નોંધનીય છે કે, મનીષ શર્મા આ ફિલ્મ દ્વારા કમબેક કરી રહ્યા છે. ફિલ્મ 'ફના' થી સહાયક દિગ્દર્શક (આસિસ્ટન્ટ ડિરેક્ટર) તરીકે પોતાની કારકિર્દી શરૂ કરનાર મનીષે 'બેન્ડ બાજા બારાત' થી ડિરેક્શનમાં પગ મૂક્યો હતો. મનીષે 2010થી 2023 સુધી ડિરેક્ટર તરીકે 10 ફિલ્મો બનાવી છે, તે બધી ફિલ્મો યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ રિલીઝ થઈ છે. વર્ષ 2023માં, તેણે સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર 3' નું ડિરેક્શન કર્યું હતું. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકી નહોતી. અનીત વિશે વાત કરીએ તો, તેણે મોહિત સૂરીની ફિલ્મ 'સૈયારા' થી અહાન પાંડે સાથે ડેબ્યૂ કર્યું હતું. આ પહેલા, તેણે એક કે બે પ્રોજેક્ટ્સમાં સાઈડ રોલ ભજવ્યાં હતાં અને ઘણી જાહેરાતોનો ચહેરો હતી. પરંતુ 'સૈયારા' એ તેણીને રાતોરાત પ્રખ્યાત બનાવી દીધી. યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કમાણીના સંદર્ભમાં ઘણા રેકોર્ડ પણ બનાવ્યા હતા.
Click here to
Read more