UPI યુઝર્સ આજથી એટલે કે 15 સપ્ટેમ્બરથી એક દિવસમાં 10 લાખ રૂપિયા સુધીની ચુકવણી કરી શકશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ પર્સન-ટુ-મર્ચેન્ટ (P2M) ચુકવણીની ઘણી કેટેગરીઓમાં દૈનિક લિમિટ 2 લાખ રૂપિયાથી વધારીને 10 લાખ રૂપિયા કરી છે. આ નિર્ણયથી, વીમા, રોકાણ અને ક્રેડિટ કાર્ડ પેમેન્ટ જેવા મોટા વ્યવહારો પણ UPI દ્વારા કરી શકાશે. આજથી UPI પેમેન્ટ મર્યાદામાં કયા ફેરફારો કરવામાં આવ્યા છે તે સવાલ-જવાબમાં સમજો... સવાલ 1: શું તમામ પ્રકારના UPI પેમેન્ટ માટેની લિમિટ વધારવામાં આવી છે? જવાબ: ના, તમામ પ્રકારના UPI પેમેન્ટ માટેની લિમિટમાં વધારો કરવામાં આવ્યો નથી. આ ફેરફાર ફક્ત ચોક્કસ કેટેગરીઓમાં પર્સન-ટુ-મર્ચેન્ટ (P2M) વ્યવહારો માટે કરવામાં આવ્યો છે. પર્સન-ટુ- પર્સન (P2P) વ્યવહારો માટેની લિમિટ પહેલાની જેમ 1 લાખ રૂપિયા રહેશે. સવાલ 2: પર્સન-ટુ-મર્ચન્ટ (P2M) ચુકવણી શું છે? જવાબ: P2M એટલે 'પર્સન-ટુ-મર્ચેન્ટ', જેમાં વ્યક્તિ દુકાન, સર્વિસ પ્રોવાઈડર અથવા કોઈપણ વેપારીને સીધી ચુકવણી કરે છે. આ સામાન્ય રીતે QR કોડ સ્કેન કરીને અથવા વેપારીના UPI ID પર ચુકવણી કરીને કરવામાં આવે છે. સવાલ 3: P2P અને P2M વચ્ચે શું તફાવત છે? જવાબ: P2P એટલે 'પર્સન-ટુ-પર્સન' પેમેન્ટ, જ્યારે એક વ્યક્તિ સીધા બીજા વ્યક્તિને પૈસા મોકલે છે. તેની વર્તમાન લિમિટ 1 લાખ રૂપિયા છે, જેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જ્યારે, P2M માં, એક વ્યક્તિ કોઈ વેપારીને ચુકવણી કરે છે, જેની મર્યાદા હવે 10 લાખ રૂપિયા થઈ ગઈ છે. સવાલ 4: કઈ-કઈ કેટેગરીઓમાં લિમિટ વધી છે? જવાબ: સવાલ 5: આ ફેરફારોથી UPI યુઝર્સને કેવી રીતે ફાયદો થશે? જવાબ : આ નિર્ણયનો સીધો ફાયદો એ ગ્રાહકોને થશે જેમને અત્યાર સુધી વીમા પ્રીમિયમ, મ્યુચ્યુઅલ ફંડ કે ક્રેડિટ કાર્ડ બિલ જેવી મોટી ચુકવણી કરવામાં મુશ્કેલી પડતી હતી. હવે તેઓ UPI દ્વારા આ ચુકવણી સરળતાથી કરી શકશે. આ ઉપરાંત, રિયલ એસ્ટેટ કે અન્ય મોટા વ્યવહારો પણ આ માધ્યમ દ્વારા શક્ય બનશે. સવાલ 6: શું બેંકો પોતાના પ્રમાણે લિમિટ નક્કી કરી શકે છે? જવાબ : NPCIએ આ લિમિટ નક્કી કરી હોવા છતાં, તેણે સભ્ય બેંકોને તેમની પોતાની નીતિઓ અનુસાર તેમના ગ્રાહકો માટે આંતરિક લિમિટ નક્કી કરવાની સ્વતંત્રતા આપી છે. આ સમાચાર પણ વાંચો UPIથી પૈસા માંગવાની રિકવેસ્ટ મોકલી શકાશે નહીં: NPCIએ 1 ઓક્ટોબરથી P2P કલેક્ટ રિકવેસ્ટ બંધ કરવા જણાવ્યું, છેતરપિંડી અટકાવવા માટે નિર્ણય નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCIએ 1 ઓક્ટોબર, 2025 થી UPIમાં પીયર-ટુ-પીયર (P2P) દ્વારા પૈસા કલેક્ટ રિક્વેસ્ટ સંપૂર્ણપણે બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. આનો અર્થ એ થયો કે હવે કોઈ વ્યક્તિ UPI દ્વારા પૈસા માંગવા માટે બીજા વ્યક્તિને રિક્વેસ્ટ મોકલી શકશે નહીં.
Click here to
Read more