Search…

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    જેઠાની બબીતા હજુ ક્યાંય નથી ગઈ!:TMKOC શો છોડવાની અટકળો પર લાગ્યું પૂર્ણવિરામ, એક્ટ્રેસે વીડિયો શેર કરી લખ્યું- 'અફવાઓ સાચી નથી હોતી'

    3 months ago

    છેલ્લા કેટલાક સમયથી એવા અહેવાલો આવી રહ્યા છે કે, ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબીતાનું પાત્ર ભજવતી એક્ટ્રેસ મુનમુન દત્તાએ શો છોડી દીધો છે. પરંતુ હવે મુનમુન દત્તાએ પોતે આ અહેવાલો પર પ્રતિક્રિયા આપી છે અને તેને ફગાવી દીધી છે. મુનમુન દત્તાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે શો માટે શૂટિંગ કરતી જોવા મળી રહી છે. આ સાથે જ તેણે કેપ્શનમાં લખ્યું છે કે, 'અફવાઓ હંમેશા સાચી નથી હોતી.' એક્ટ્રેસની આ પોસ્ટ પર તેના ચાહકો પણ રિએક્શન આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, 'આપણે દર વર્ષે આવી અફવાઓ સાંભળીએ છીએ', બીજાએ કહ્યું, 'ઈર્ષાળુઓ ભાગી ગયા અને મુનમુનજી પાછા આવી ગયા', ત્રીજાએ કહ્યું, 'બબીતા ​​જી આખરે પાછા આવી ગયા', આ સિવાય બીજા યુઝર્સે ઘણી કોમેન્ટ્સ કરી છે. જેઠાલાલ-બબીતાના શો છોડવા પર અસિત મોદીની પ્રતિક્રિયા બોલિવૂડ શાદી (એન્ટરટેઇનમેન્ટ વેબસાઇટ) અનુસાર, આસિત મોદીએ પણ આ મામલે પોતાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું, 'તમે જાણો છો કે આજનું સોશિયલ મીડિયા કેવું છે. સોશિયલ મીડિયા એટલું નેગેટિવ બની ગયું છે કે, તમારે પોઝિટિવ વિચારવું જોઈએ અને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' એક ખૂબ જ પોઝિટિવ શો છે. તે એક પારિવારિક શો છે. તે ખુશી આપે છે, તેથી લોકોએ તેના વિશે સકારાત્મક વિચારવું જોઈએ.' 'એવું નથી કે તમે નાની નાની વાત પર અફવા ફેલાવી દો. કોઈ પણ અનિચ્છનીય બાબત વિશે વાત કરો છો. તે સારી વાત નથી. જ્યારે પણ હું દર્શકોમાંથી કોઈ પણ વ્યક્તિને વ્યક્તિગત મળું છું અને તેઓ શોની કોઈપણ વાર્તા વિશે વાત કરે છે, ત્યારે હું તેને ખૂબ જ સકારાત્મક રીતે લઉં છું. કારણ કે દર્શકો જ આપણું બધું છે. આ શો ફક્ત તેમની ખુશી માટે બનાવવામાં આવ્યો છે.' 'જેઠાલાલ' પણ શો છોડવાનો હતો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં અગાઉ રોશનનું પાત્ર ભજવનાર જેનિફર મિસ્ત્રીએ શોના નિર્માતા પર ગંભીર આરોપ લગાવ્યાં હતાં. સાથે જ તેણે એક ઇન્ટરવ્યૂમાં એવો પણ દાવો કર્યો હતો કે,'દિલીપ જોશી (જેઠાલાલ)ને શોના ઓપરેશન હેડ સોહેલ રામાણી સાથે ઝઘડો થઈ ગયો હતો. ઝઘડો એટલી હદે વધી ગયો હતો કે, સોહેલે દિલીપ પર ખુરશી પણ ફેંકી હતી. આ ઘટનાની અસર એવી થઈ હતી કે, દિલીપ જોશી ગુસ્સાથી લાલઘૂમ થઈ ગયા હતા. દિલીપે એ સમયે કહ્યું હતું કે જો સોહેલ શોમાં રહેશે તો તે આ શોને અલવિદા કહી દેશે. એ બાદ સોહેલને દિલીપથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી હતી. આ મામલો લગભગ 2 વર્ષ સુધી ચાલ્યો હતો.' ઘણા કલાકારોએ શો છોડી દીધો છે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા દોઢ દાયકાથી લોકપ્રિય ટીવી શો રહ્યો છે. દિશા વાકાણી (દયાભાભી), રાજ અનડકટ (બીજો ટપુ), ભવ્ય ગાંધી (પહેલો ટપુ), ગુરુચરણ સિંહ (રોશન સિંહ સોઢી), જેનિફર મિસ્ત્રી (મિસિસ રોશન), શૈલેષ લોઢા (તારક મહેતા), નેહા મહેતા (અંજલી) જેવા કલાકારોએ શો છોડી દીધો છે.
    Click here to Read more
    Prev Article
    દરેક ભારતીય પર ₹4.8 લાખનું દેવું:બે વર્ષમાં 90 હજાર રૂપિયાનો વધારો; તેની અસર શું થશે?; જાણો 5 સવાલ-જવાબમાં
    Next Article
    Kolkata gangrape case: TMC minister terms it ‘small incidents’; BJP slams ‘cruelty’ in Mamata's ‘depraved regime’

    Related Entertainment Updates:

    Comments (0)

      Leave a Comment