Search…

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    કોલકાતા કોલેજ ગેંગરેપ કેસઃ મેડિકલ તપાસમાં રેપની પુષ્ટિ:શરીર પર બચકા ભરવાના અને નખથી ઉજરડાના નિશાન મળ્યા, TMCએ કહ્યું- મિત્ર જ મિત્રનો રેપ કરે, તો શું કરીએ

    3 months ago

    કોલકાતાની લો કોલેજમાં ગેંગરેપનો ભોગ બનેલી યુવતીના મેડિકલ રિપોર્ટમાં રેપની પુષ્ટિ થઈ છે. ટાઉન પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, પીડિતાના શરીર પર બળજબરી કરવી, બચકા ભરવા અને નખથી ઉજરડાના નિશાન છે. તેની સાથે મારપીટ કરવામાં આવી હોવાની પણ પુષ્ટિ થઈ છે. શુક્રવારે કોર્ટે ગેંગરેપ કેસના ત્રણેય આરોપીઓને 1 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં ધકેલ્યા છે. પોલીસે 26 જૂને બે આરોપીઓની અને શુક્રવારે સવારે ત્રીજા આરોપીની ધરપકડ કરી હતી. આ તરફ, TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ આ ઘટના અંગે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. બેનર્જીએ કહ્યું- જ્યારે કોઈ મિત્ર જ તેના મિત્ર પર બળાત્કાર કરે તો શું કરીએ. આ ઘટના 25 જૂનના રોજ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પરના ગાર્ડ રૂમમાં બની હતી. આરોપીઓ મનોજીત મિશ્રા (31), ઝૈબ અહેમદ (19) અને પ્રમિત મુખર્જી (20) છે. મનોજીત મુખ્ય આરોપી છે અને કોલેજનો પૂર્વ વિદ્યાર્થી છે જ્યારે ઝૈબ અને પ્રમિત કોલેજના વિદ્યાર્થીઓ છે. પીડિતાએ કહ્યું- મારી સાથે 3.30 કલાક સુધી રેપ અને મારપીટ કરી, હું શ્વાસ પણ લઈ શકતી ન હતી જો મુખ્ય આરોપી એક જ છે, તો પછી ગેંગરેપનો કેસ કેમ... મુખ્ય પોલીસ ફરિયાદી સોરીન ઘોષાલે સમજાવ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ, ગેંગ રેપના કેસોમાં સામેલ જૂથના તમામ વ્યક્તિઓને જવાબદાર ઠેરવવા જોઈએ, ભલે તે બધાએ બળાત્કારનું કૃત્ય ન કર્યું હોય. આ કેસમાં બે અન્ય વ્યક્તિઓએ પણ બળાત્કારમાં મદદ કરી હતી. તેથી આ ગેંગ રેપનો કેસ છે, અને તેઓ પણ આ કેસમાં આરોપી છે. ભાજપનો આરોપ- એક આરોપી તૃણમૂલ સાથે સંકળાયેલો છે ભાજપના નેતા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પર એક બંગાળી સમાચાર અહેવાલ શેર કર્યો અને લખ્યું, "આઘાતજનક ઘટના! કોલેજ કેમ્પસમાં કાયદાની એક મહિલા વિદ્યાર્થીની સાથે ગેંગરેપ થયો હતો, આરોપીઓમાં એક પૂર્વ વિદ્યાર્થી અને બે કોલેજ સ્ટાફનો સમાવેશ થાય છે." તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે આ કેસમાં તૃણમૂલ કોંગ્રેસ સાથે સંકળાયેલ એક વ્યક્તિ પણ સામેલ છે. બીજી તરફ, ટીએમસી સ્ટુડન્ટ વિંગના વડા ત્રિંકુર ભટ્ટાચાર્યએ કહ્યું- અમે ક્યારેય કહ્યું નથી કે મનોજીત મિશ્રા ટીએમસી સ્ટુડન્ટ વિંગ સાથે સંકળાયેલા નથી. પરંતુ તે જુનિયર સભ્ય હતો. કોલેજમાં ટીએમસી સ્ટુડન્ટ વિંગની કોઈ એક્ટિવ ટીમ નથી. બંગાળ સરકારના મંત્રી શશી પંજાએ કહ્યું- અપરાજિતા બિલ (બળાત્કારના દોષિતો માટે મૃત્યુદંડ) પશ્ચિમ બંગાળ વિધાનસભામાં પસાર થયું હતું. તેને હજુ સુધી કાયદો બનાવવામાં આવ્યો નથી. કારણ કે ભાજપે તેને અટકાવ્યું હતું. મહિલાનું શરીર તમારા રાજકારણ માટે યુદ્ધનું મેદાન નથી. તેનું સન્માન કરવું જોઈએ. કોલકાતામાં 10 મહિનામાં આ બીજી ઘટના છે... 2024માં, આરજી કર હોસ્પિટલમાં એક ડૉક્ટરનો રેપ- હત્યા કરવામાં આવી હતી બળાત્કાર-હત્યા કેસ સંબંધિત આ સમાચાર પણ વાંચો... કોલકાતા રેપ-હત્યા કેસમાં સંજય રોય દોષિત: સંજયે કહ્યું- મને ફસાવવામાં આવ્યો, IPS આમાં સામેલ છે ૧૮ જાન્યુઆરીના રોજ, સિયાલદાહ કોર્ટે કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં એક ટ્રેઈની ડોક્ટરનો રેપ અને હત્યા કેસમાં મુખ્ય આરોપી સંજય રોયને દોષિત ઠેરવ્યો. સંજયે કહ્યું- મને ફસાવવામાં આવ્યો છે અને IPS આમાં સામેલ છે.
    Click here to Read more
    Prev Article
    'Govt has a significant role': RG Kar victim's father speaks out; slams TMC for Kolkata law student gangrape
    Next Article
    Rath Yatra 2025 LIVE: Gautam Adani Arrives At Bhubaneswar Airport To Attend Jagannath Rath Yatra

    Related National Updates:

    Comments (0)

      Leave a Comment