એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટના સુપર-4 મેચમાં બાંગ્લાદેશે ભારત સામે ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો. ભારત તરફથી હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલ ક્રિઝ પર છે. તિલક વર્મા (5 રન)ને તન્ઝીમ હસન સાકિબે સૈફ હસનના હાથે કેચ આઉટ કરાવ્યો. સૂર્યકુમાર યાદવ (5 રન)ને મુસ્તફિઝુર રહેમાને વિકેટકીપર ઝાકિર અલીના હાથે કેટ આઉટ કરાવ્યો. તેણે ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 150 વિકેટ પૂર્ણ કરી. અભિષેક શર્મા (75 રન) રન આઉટ થયો. રિશાદે શિવમ દુબે (2 રન) અને શુભમન ગિલ (29 રન) પણ આઉટ કર્યા. બંને ટીમોની પ્લેઇંગ-11 ભારત: સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ, અભિષેક શર્મા, તિલક વર્મા, સંજુ સેમસન, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી. બાંગ્લાદેશ: ઝાકિર અલી (કેપ્ટન), તન્ઝીદ હસન તામીમ, પરવેઝ હસન ઈમોન, સૈફ હસન, તૌહીદ હ્રદોય, શમીમ હુસૈન, રિશાદ હુસૈન, નસુમ અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, તન્ઝીમ હસન શાકિબ અને મોહમ્મદ સૈફુદ્દીન.
Click here to
Read more