શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની ડિરેકટોરલ ડેબ્યૂ સિરીઝ 'ધ બેડ્સ ઓફ બોલિવૂડ'નું પ્રીમિયર બુધવારે રાત્રે મુંબઈના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) ખાતે યોજાયું હતું. આ ઇવેન્ટમાં ફિલ્મી જગતના અનેક સિતારાઓ ચમક્યા હતા. શાહરુખ ખાન તેના આખા પરિવાર સાથે પ્રીમિયરમાં હાજરી આપી હતી. ગૌરી, આર્યન, સુહાના અને અબરામ. ઉપરાંત અજય દેવગણ, કાજોલ, બોબી દેઓલ, કરણ જોહર, ફરાહ ખાન, રાજુ હિરાની, ફરહાન અખ્તર, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, અનન્યા પાંડે, ચંકી પાંડે અને અંબાણી પરિવાર સહિત અનેક સેલિબ્રિટીઓએ હાજરી આપી હતી. આર્યનની રૂમર્ડ ગર્લફ્રેન્ડે લાઈમલાઈટ લૂંટી
તમામ મોટા સ્ટાર્સ વચ્ચે આર્યન ખાનની રૂમર્ડ ગર્લફ્રેન્ડ લારિસાએ લાઈમલાઈટ લૂંટી હતી. આ રેડ કાર્પેટ ઇવેન્ટમાં ઓફ સોલ્ડર બ્લેક ગાઉન પહેરી લારિસાએ ગ્લેમર ઉમેર્યું હતું. આર્યન ખાનનું નામ લાંબા સમયથી લારિસા સાથે જોડાયું છે. તે એક બ્રાઝિલિયન મોડલ અને એક્ટ્રેસ છે જેણે અક્ષય કુમાર અને જોન અબ્રાહમ સાથે કામ કર્યું છે. તેણે ફિલ્મ "દેશી બોયઝ" ના "સુબાહ હોને ના દે" ગીતથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તે અનેક મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. લારિસાએ ગુરુ રંધાવા સાથે "સુરમા-સુરમા" ગીતમાં પણ ધૂમ મચાવી હતી. દીકરાએ પિતા SRKના ફોટો પાડ્યા
ઇવેન્ટમાં બીજી એક સુંદર વસ્તુ એ જોવા મળી કે શાહરુખ ખાને આર્યન પાસે પોતાનો ફોટો ક્લિક કરાવ્યા. આર્યને પાપારાઝીની સામે તેના પિતાની ઘણી તસવીરો કેપ્ચર કરી હતી. આ સિરીઝમાં લક્ષ્ય, બોબી દેઓલ, મનોજ પાહવા, ગૌતમી કપૂર અને રાઘવ જુયાલ મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. સમય રૈનાનું ટી-શર્ટ ચર્ચામાં રહ્યું
કોમેડિયન અને કન્ટેન્ટ ક્રિએટર સમય રૈના પણ રેડ કાર્પેટ પર ચર્ચામાં રહ્યો હતો. તેણે બ્લેક ટી-શર્ટ પહેરી હતી જેના પર લખ્યું હતું- "SAY NO TO CRUISE" લખેલું હતું. સોશિયલ મીડિયા પર લોકો હવે આને 2021ના કોર્ડેલિયા ક્રુઝ ડ્રગ કેસ સાથે જોડી રહ્યા છે, જેમાં આર્યન ખાનનું નામ સામે આવ્યું હતું. રૈનાએ આ બાબતે કોઈ કોમેન્ટ કરી નથી, પરંતુ તેની ટી-શર્ટ સોશિયલ મીડિયા પર ધ્યાન ખેંચી રહી છે.
Click here to
Read more