Search…

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    હિંડનબર્ગ કેસમાં અદાણીને મોટી રાહત:SEBIએ ક્લિનચીટ આપી, ગ્રૂપ પર મની લોન્ડરિંગનો આરોપ લાગ્યો હતો, માર્કેટ વેલ્યૂ 1 લાખ કરોડ ઘટી હતી

    2 weeks ago

    સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)એ ગુરુવાર, 18 સપ્ટેમ્બરના રોજ, હિન્ડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપ પર લગાવેલા આરોપોને રદ કર્યા, જેમાં ગૌતમ અદાણી અને તેમની કંપનીઓ (જેમ કે અદાણી પોર્ટ્સ અને અદાણી પાવર) પર શેરબજારમાં હેરાફેરીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. 24 જાન્યુઆરી, 2023ના રોજ, હિન્ડેનબર્ગ રિસર્ચે એક અહેવાલ બહાર પાડ્યો જેમાં અદાણી ગ્રુપ સામે મની લોન્ડરિંગથી લઈને સ્ટોક મેનીપ્યુલેશન સુધીના વિવિધ ગુનાઓનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પરિણામે, 25 જાન્યુઆરી સુધીમાં ગ્રુપના શેરની માર્કેટ વેલ્યૂ આશરે $12 બિલિયન (₹1 લાખ કરોડ) ઘટી ગયું. સુપ્રીમ કોર્ટે તપાસ માટે 6 સભ્યોની સમિતિની રચના કરી હતી અદાણીએ કોઈપણ ખોટા કામના આરોપોને નકારી કાઢ્યા હતા. જોકે, સુપ્રીમ કોર્ટે આ મામલાની તપાસ માટે છ સભ્યોની સમિતિની રચના કરી હતી, અને SEBIએ પણ તપાસ હાથ ધરી હતી. આ કેસમાં અદાણીને કોર્ટ દ્વારા પહેલાથી જ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ચુકાદા પછી ગૌતમ અદાણીએ કહ્યું, "કોર્ટનો નિર્ણય દર્શાવે છે કે સત્યનો વિજય થયો છે. સત્યમેવ જયતે. અમારી સાથે ઉભા રહેલા લોકોનો હું આભારી છું. અમે ભારતની વિકાસગાથામાં યોગદાન આપતા રહીશું. જય હિંદ." આ અહેવાલ પછી અદાણી એન્ટરપ્રાઇઝના શેર 59% ઘટ્યા હતા 24 જાન્યુઆરી, 2023 (25 જાન્યુઆરી, IST)ના રોજ, અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસના શેરનો ભાવ ₹3,442 હતો. 25 જાન્યુઆરીના રોજ, તે 1.54% ઘટીને ₹3,388 પર બંધ થયો. 27 જાન્યુઆરીના રોજ, શેરનો ભાવ 18% ઘટીને ₹2,761 પર બંધ થયો. 22 ફેબ્રુઆરી સુધીમાં, તે 59% ઘટીને ₹1,404 પર બંધ થયો.
    Click here to Read more
    Prev Article
    Delhi shocker: Teen househelp 'jumps' from 3rd floor, was 'caught' stealing Rs 3,000; family says she was pushed
    Next Article
    'Best time would have been 6 am': Why India carried out Operation Sindoor at midnight - CDS General Anil Chauhan reveals

    Related Business Updates:

    Comments (0)

      Leave a Comment