ફિલ્મ 'દિલવાલે' નું 'ગેરુઆ' ગીત બોલિવૂડના સૌથી સુંદર ગીતોમાં ગણાય છે. તાજેતરમાં જ ફિલ્મ નિર્માતા ફારાહ ખાને જણાવ્યું હતું કે આ ગીત પર લગભગ 7 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા હતા. પોતાના નવા વ્લોગમાં, ફારાહ ખાન દિલ્હી ગઈ હતી. તેનો રસોઈયો દિલીપ પણ તેની સાથે હતો. બંને અહીં ઉદ્યોગપતિ અશ્નીર ગ્રોવર અને તેની પત્ની માધુરીને મળ્યા હતા. વાતચીત દરમિયાન, ગ્રોવર દંપતીએ જણાવ્યું કે તેઓ તાજેતરમાં જ આઇસલેન્ડની યાત્રાથી પાછા ફર્યા છે. માધુરીએ કહ્યું કે તેઓ તેમના રજાઓના ફોટા માટે કોઈ હિન્દી ગીત શોધી રહ્યા હતા. પછી ફારાહને 'દિલવાલે'નું પ્રખ્યાત ગીત 'ગેરુઆ' યાદ આવ્યું. જ્યારે ફારાહે વાતચીત દરમિયાન બજેટનો ઉલ્લેખ કર્યો, ત્યારે અશ્નીર અને માધુરી ચોંકી ગયા. ફારાહે કહ્યું, આઇસલેન્ડ ખૂબ મોંઘુ છે. અમે ત્યાં ફક્ત બે લોકો સાથે તે ગીત શૂટ કર્યું હતું. તે એક ગીત પર 7 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા, કારણ કે આઇસલેન્ડ સૌથી મોંઘુ સ્થળ છે. નોંધનીય છે કે, 'દિલવાલે' વર્ષ 2015 માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મનું દિગ્દર્શન રોહિત શેટ્ટી દ્વારા કરવામાં આવ્યું હતું અને તેનું નિર્માણ ગૌરી ખાન અને રોહિત શેટ્ટી દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું. તેમાં શાહરુખ ખાન, કાજોલ, વરુણ ધવન અને કૃતિ સેનન મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મે વિશ્વભરમાં 376 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી અને અનેક પુરસ્કારો માટે પણ નામાંકિત થઈ હતી.
Click here to
Read more