એમેઝોનના સ્થાપક અને વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક જેફ બેઝોસ (ઉં.વ.61)એ ઇટાલીના વેનિસમાં તેમની મંગેતર ભૂતપૂર્વ પત્રકાર લોરેન સાંચેઝ (ઉં.વ.55) સાથે લગ્ન કર્યા. આ લગ્ન શુક્રવારે મોડી રાત્રે સાન જ્યોર્જિયો મેજોર ટાપુ પર થયા. લોરેને તેના લગ્ન માટે ડોલ્સે એન્ડ ગબ્બાના દ્વારા ડિઝાઇન કરાયેલ ખાસ સફેદ ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસ તૈયાર કરવામાં દોઢ વર્ષનો સમય લાગ્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ લગ્નનો ખર્ચ 46.5થી 55.6 મિલિયન ડોલર (લગભગ 400-480 કરોડ રૂપિયા)ની વચ્ચે છે. ફૂલો, લગ્નના આયોજકો અને કપડાં પર મોટો ખર્ચ બેઝોસ-સાંચેઝના લગ્ન માટે ડ્રેસ, પાર્ટી આઉટફિટ અને મેકઅપ પર 1 મિલિયન ડોલર (લગભગ 8.5 કરોડ રૂપિયા) ખર્ચ કરવામાં આવી રહ્યા છે. વિવિધ સમારોહમાં ફૂલોની સજાવટ પર 3 લાખ ડોલર (લગભગ 2.56 કરોડ રૂપિયા) અને અન્ય શણગાર પર 4 લાખ 50 હજાર ડોલર (લગભગ 3.84 કરોડ રૂપિયા) ખર્ચ કરવામાં આવ્યા હોવાના અહેવાલો છે. એટલે કે કુલ સજાવટનો ખર્ચ 6.40 કરોડ રૂપિયા જેટલો થવાનો અંદાજ છે. બીજી તરફ, બેઝોસના લગ્નના દરેક પાસાને નક્કી કરનારા લગ્નના આયોજકોને પણ એક લાખ ડોલર (લગભગ 85.48 લાખ રૂપિયા) આપવામાં આવશે. એટલે કહીં શકાય કે, બેઝોસ-સાંચેઝના લગ્નમાં ફુલોના શણગારમાં જેટલો ખર્ચ થયો છે એટલામાં તો ભારતમાં સામાન્ય 12 લગ્ન થઈ જાય. જેફ બેઝોસના લગ્નમાં ફક્ત ભારતની આ છોકરીને જ ખાસ આમંત્રણ નતાશા પૂનાવાલા કોઈ સામાન્ય સોશ્યલાઇટ નથી. તે ભારતની સૌથી પ્રતિષ્ઠિત ફાર્મા કંપનીઓમાંની એક, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના CEO અદાર પૂનાવાલાની પત્ની છે. આ એ જ કંપની છે જેણે ભારતમાં કોવિડ-19 દરમિયાન કોવિશિલ્ડ રસીનું ઉત્પાદન કર્યું હતું. બેઝોસના લગ્નમાં તેમને આમંત્રણ કેમ મળ્યું? નતાશાની ઈન્ટરનેશનલ સર્કલમાં મજબૂત પકડ છે. હોલીવુડથી લઈને બિઝનેસ ટાયકૂન સુધી તેમના ઊંડા સંબંધો છે. ફેશન, ચેરિટી અને સામાજિક કાર્યના ક્ષેત્રમાં તેમના કાર્યને વૈશ્વિક સ્તરે માન્યતા આપવામાં આવી છે, તેથી જ તેમને આ ખૂબ જ ખાસ લગ્નમાં ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. 140 વર્ષ જૂની પેસ્ટ્રી શોપ રોઝા સાલ્વાએ પણ સર્વિસ આપી 140 વર્ષ જૂની પેસ્ટ્રી શોપ રોઝા સાલ્વા અને મુરાનો ગ્લાસવર્ક્સ લગુના બી જેવા 80% સ્થાનિક વેનેશિયન વિક્રેતાઓ દ્વારા સર્વિસ આપવામાં આવી હતી. લગ્નનું સેલિબ્રેશન 3 દિવસ સુધી ચાલ્યું હતું, જેમાં લગભગ 200 VVIP મહેમાનોએ હાજરી આપી હતી. ગુરુવારે, જેફ અને લોરેને તેમના મહેમાનો માટે એક ભવ્ય પ્રી-વેડિંગ પાર્ટીનું આયોજન કર્યું હતું. બિલ ગેટ્સ સહિત ઘણા મોટા મહેમાનો લગ્નમાં હાજર રહ્યા આ સેલિબ્રેશનમાં બિલ ગેટ્સ, ઓપ્રાહ વિન્ફ્રે, કિમ અને ક્લો કાર્દાશિયન, લિયોનાર્ડો ડી કેપ્રિયો અને અશર જેવી હસ્તીઓ જોવા મળી હતી. બેઝોસે મહેમાનોને ખાસ ભેટો પણ આપી હતી. પુરુષ મહેમાનોને વાદળી મખમલ વેનેશિયન ચંપલ અને મહિલાઓને એમેઝોન તરફથી બ્લેક ઓપન-ટો સ્લિપર. લગ્ન પહેલાના 5 ફોટા... સ્થાનિક વિરોધને કારણે લગ્ન સ્થળ બદલવામાં આવ્યું લગ્નનું સ્થળ પહેલા વેનિસના કેનારેજિયો વિસ્તારમાં નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ સ્થાનિક લોકોના વિરોધને કારણે તેને 'હૉલ ઑફ ધ આર્સેનાલે'માં બદલી નાખવામાં આવ્યું. સ્થાનિક લોકો બેઝોસના ઉજવણીને 'અબજપતિઓનું રમતનું મેદાન' કહી રહ્યા હતા. તેઓએ કહ્યું કે વેનિસ પહેલાથી જ વધુ પડતા પર્યટન અને મોંઘવારીથી પીડાઈ રહ્યું છે. ધનિકોની આવી પાર્ટીઓ શહેરની વાસ્તવિક સમસ્યાઓ પરથી ધ્યાન ભટકાવી દે છે. આ સગાઈ 2023માં ઇટાલીમાં થઈ હતી બેઝોસ અને લોરેનની સગાઈ ઓગસ્ટ 2023માં ઇટાલીમાં થઈ હતી. આ પાર્ટીમાં બિલ ગેટ્સ, લિયોનાર્ડો ડી કેપ્રિયો અને ક્રિસ જેનર જેવા મહેમાનો હાજર રહ્યા હતા. બેઝોસે તેમની નવી સુપરયાટ પર સગાઈનો પ્રસ્તાવ મૂક્યો. તેમણે સાંચેઝને હાર્ટ આકારની રીંગ આપી. આ રીંગમાં 20 કેરેટનો હીરા જડાયેલો છે. મિલકતની સુરક્ષીત રહે, એટલા માટે પહેલાં જ કરી લીધા હતા કોર્ટ મેરેજ કેટલાક મીડિયા સૂત્રોનો દાવો છે કે, જેફ અને લોરેન પહેલાથી જ અમેરિકામાં કોર્ટ મેરેજ કરી ચૂક્યા છે અને લગ્ન પહેલા કરોડો ડોલરના કરાર પર હસ્તાક્ષર કર્યા છે જેથી જેફની મિલકત સુરક્ષિત રહે. આ તેમના બીજા લગ્ન છે. અગાઉ, જેફના લગ્ન મેકેન્ઝી સ્કોટ સાથે થયા હતા, જેમને 2019માં છૂટાછેડા પછી $38 બિલિયન મળ્યા હતા. લોરેને 2019માં પેટ્રિક વ્હાઇટસેલ સાથે છૂટાછેડા લીધા હતા બેઝોસ સાથે સંબંધ બાંધતા પહેલા, લોરેને 2005માં હોલીવુડ એજન્ટ પેટ્રિક વ્હાઇટસેલ સાથે લગ્ન કર્યા. તેણીએ 2019માં પેટ્રિક સાથે છૂટાછેડા લીધા. પેટ્રિક-પેટ્રિકને બે બાળકો છે. પુત્ર- ઇવાન અને પુત્રી- એલા. બેઝોસે 25 વર્ષ પછી મેકેન્ઝી સ્કોટ સાથે છૂટાછેડા લીધા બેઝોસે 2019માં તેમની પત્ની મેકેન્ઝી સ્કોટને પણ છૂટાછેડા આપી દીધા હતા. બંનેના લગ્ન છૂટાછેડાથી 25 વર્ષ પહેલા 1994માં થયા હતા. બેઝોસને ત્રણ પુત્રો અને એક દત્તક પુત્રી છે. મેકેન્ઝી વિશ્વની સૌથી ધનિક મહિલાઓમાંની એક પણ છે. તેણીના લગ્ન સાયન્સ ટીચર ડેન જેવેટ સાથે થયા છે. એમેઝોનના સ્થાપકની કુલ સંપત્તિ 19.50 લાખ કરોડ રૂપિયા જેફ બેઝોસની કુલ સંપત્તિ 19.50 લાખ કરોડ રૂપિયા છે. વિશ્વના ચોથા સૌથી ધનિક ઉદ્યોગપતિ, બેઝોસ, એમેઝોનના સ્થાપક અને CEO છે. તેઓ ન્યૂઝ મીડિયા હાઉસ ધ વોશિંગ્ટન પોસ્ટના માલિક અને બ્લુ ઓરિજિન નામની સબ-ઓર્બિટલ સ્પેસફ્લાઇટ સેવાના સ્થાપક પણ છે.
Click here to
Read more