હોલિવૂડ સિંગર અને વિશ્વની સૌથી ધનિક મહિલા મ્યુઝિશિયન ટેલર સ્વિફ્ટ અને ફૂટબોલર ટ્રેવિસ કેલ્સીએ સગાઈ કરી છે. તેણે સોશિયલ મીડિયા પર તેની સગાઈની પાંચ તસવીરો પણ શેર કરી છે. ખૂબ જ ખાસ કેપ્શન સાથે સગાઈના સમાચાર શેર કર્યા હતા. સાથે જ સૌથી વધુ ચર્ચાનો વિષય ટેલર સ્વિફ્ટની સગાઈની વીંટીની કિંમત અને કહાની છે. ટેલર સ્વિફ્ટે ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સગાઈના ફોટા શેર કર્યા અને લખ્યું- "તમારા અંગ્રેજી ટીચર અને જીમ ટીચર લગ્ન કરી રહ્યા છે." જુઓ કપલની સગાઈની તસવીરો- ટેલરની અદ્ભુત એંગેજમેન્ટ રિંગ
જ્યારે આ તસવીર ઇન્ટરનેટ પર ઝડપથી વાઈરલ થઈ રહી છે, ત્યારે ઘણા ચાહકોને આ તસવીરોમાં સંકેતો મળ્યા. દરેકની નજર તસવીરોમાં ટેલરની વીંટી પર હતી. પાંચ તસવીરોમાં સિંગરના રોમેન્ટિક પળને કેદ કરવામાં આવી. ચાહકોએ જોયું કે ટેલરની વીંટીમાં એક બાજુ T અક્ષર લખાયેલો છે. અહેવાલ અનુસાર, આ સગાઈની વીંટી 8-10 કેરેટની છે. જ્વેલરી ઇન્ફ્લુએન્સર જુલિયા શેફના જણાવ્યા અનુસાર, આ કુશન કટ હીરાની કિંમત લગભગ 2.5 લાખ ડોલર એટલે કે લગભગ 2 કરોડ 19 લાખ 23 હજાર છે. જ્યારે આખી વીંટીની કિંમત લગભગ 5 લાખ ડોલર એટલે કે લગભગ 4 કરોડ 38 લાખ 48 હજાર છે. ટ્રમ્પે પણ અભિનંદન આપ્યા
આ પોસ્ટને અત્યાર સુધીમાં 1.3 કરોડથી વધુ વખત લાઈક કરવામાં આવી છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત ચારે બાજુથી અભિનંદન મળી રહ્યા છે. ટ્રમ્પે લખ્યું, "હું તેમને શુભકામનાઓ પાઠવું છું. મને લાગે છે કે તે એક મહાન ખેલાડી છે. એક મહાન વ્યક્તિ છે. અને એકબીજા સાથે ખુશ રહેશે." કેવી રીતે લવ સ્ટોરીની શરૂઆત થઈ?
ટેલર સ્વિફ્ટ છેલ્લા 2 વર્ષથી ટ્રેવિસને ડેટ કરી રહી છે. બંનેની પહેલી મુલાકાત 2023માં ટેલર સ્વિફ્ટના ઇરેઝર ટૂર દરમિયાન થઈ હતી. ટ્રેવિસ આ કોન્સર્ટનો ભાગ હતો. ન્યૂ હાઇટ્સ પોડકાસ્ટમાં, ટ્રેવિસે કહ્યું કે- બંનેએ પહેલા કોન્સર્ટમાં વાત કરી ન હતી, જેનાથી તે નિરાશ થયો હતો. તે ટેલર માટે એક ખાસ બ્રેસલેટ પણ લાવ્યો હતો, પરંતુ તે આપી શક્યો નહીં. ટેલર સ્વિફ્ટની ગણતરી વિશ્વની સૌથી ધનિક મહિલા સિંગરમાં થાય છે. જ્યારે ટ્રેવિસ કેલ્સી એક રેકોર્ડ મેકર ફૂટબોલ ખેલાડી પણ છે. તે 10 વખત પ્રો બોલર અને 7 વખત ઓલ પ્રો રહી ચૂકી છે. તેના નામે 1 હજાર રીસીવિંગ યાર્ડ્સ પ્રાપ્ત કરવાનો રેકોર્ડ છે.
Click here to
Read more