બાંગ્લાદેશે 2017ના વીજળી પુરવઠા કરાર હેઠળ જૂન 2025માં અદાણી પાવરને 384 મિલિયન ડોલર (રૂ. 3,282 કરોડ)નું પેમેન્ટ ચુકવ્યું છે. આ પેમેન્ટથી માર્ચ 2025 સુધી બાંગ્લાદેશના સ્વીકૃત બાકી દાવાઓમાં ઘટાડો થયો છે. બાંગ્લાદેશે આ મહિનાના એન્ડ સુધીમાં 437 મિલિયન ડોલર અથવા રૂ.3,735 કરોડ ચૂકવવાનું વચન આપ્યું હતું. અત્યાર સુધીમાં, બાંગ્લાદેશે લગભગ 1.5 બિલિયન ડોલર (રૂ.12,822 કરોડ) ચૂકવી દીધા છે. કુલ 2 બિલિયન ડોલર (રૂ.17,097 કરોડ) બિલમાંથી, લગભગ 500 મિલિયન ડોલર (રૂ.4,274 કરોડ) હજુ બાકી છે. મંથલી પેમેન્ટ બાદ પુરવઠો ફરી શરૂ થયો રશિયા-યુક્રેન યુદ્ધ અને દેશમાં રાજકીય અસ્થિરતાને કારણે બાંગ્લાદેશની આર્થિક સ્થિતિ નબળી પડી છે. આ અસ્થિરતાને કારણે પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાને પદભ્રષ્ટ કરવામાં આવ્યા, જેના કારણે નાણાકીય કટોકટી વધુ ઘેરી બની. બાંગ્લાદેશને વીજળી, કોલસો અને તેલ જેવી આવશ્યક આયાત માટે વિદેશી હૂંડિયામણ એકત્ર કરવામાં મુશ્કેલી પડી રહી હતી. આ કારણે, અદાણી પાવરે નવેમ્બર 2024માં વીજ પુરવઠો અડધો કરી દીધો. જોકે, માર્ચ 2025થી માસિક ચૂકવણી શરૂ થયા પછી સંપૂર્ણ પુરવઠો ફરી શરૂ થયો. વ્યાજ માફી અને બાકી લેણાં અંગે ચર્ચા અદાણી પાવરે જાન્યુઆરીથી જૂન 2025ના સમયગાળા માટે લગભગ 20 મિલિયન ડોલર (રૂ. 170 કરોડ)ના લેટ પેમેન્ટ વ્યાજને માફ કરવાનો નિર્ણય લીધો છે, જો બાંગ્લાદેશ તેના ચુકવણી વચનો પૂર્ણ કરે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોલસાની કિંમત અને પ્લાન્ટની ક્ષમતાની ગણતરી અંગે ચાલી રહેલી વાટાઘાટોને કારણે દાવાઓ અને સ્વીકૃત બાકી રકમ વચ્ચેનો તફાવત છે. અદાણી પાવરના પ્રવક્તાએ ચુકવણીની પુષ્ટિ કરી હતી પરંતુ બાકી રકમની વિગતો શેર કરી ન હતી. વિદેશી હૂંડિયામણની અછત અને IMF તરફથી મદદ વિદેશી હૂંડિયામણના અભાવે બાંગ્લાદેશ વીજળી અને અન્ય આયાતમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. આનાથી ગ્રામીણ વિસ્તારોમાં વીજળી કાપમાં વધારો થયો છે અને રાજકીય અશાંતિ વધુ ઘેરી બની છે. નોબલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારે હાલના 4.7 બિલિયન ડોલર (રૂ. 40,178 કરોડ) IMF બેલઆઉટ પેકેજ ઉપરાંત વધારાની નાણાકીય સહાયની માંગ કરી છે. સરકારે અદાણી પાવર સમજુતી સહિત અનેક સમજુતીને અપારદર્શક ગણાવતા તપાસ માટે એક ઉચ્ચ-સ્તરીય સમિતિની રચના કરી છે. અન્ય ભારતીય કંપનીઓનું યોગદાન અદાણી પાવર ઉપરાંત, NTPC અને PTC ઇન્ડિયા જેવી ભારતીય કંપનીઓ પણ બાંગ્લાદેશને વીજળી પૂરી પાડે છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં સ્થિર વીજ પુરવઠો માટે આ કરારોનું ચાલુ રાખવું મહત્વપૂર્ણ છે. બાંગ્લાદેશની નાણાકીય અને રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, આ બાકી લેણાંનું નિરાકરણ અને કરારોની શરતો વચગાળાની સરકાર અને આંતરરાષ્ટ્રીય નિરીક્ષકો માટે મહત્વપૂર્ણ રહેશે. આ સમાચાર પણ વાંચો.... બાંગ્લાદેશે અદાણી પાસેથી વીજળી ખરીદી અડધી કરી: બાકી રકમ ચૂકવવામાં વિલંબને કારણે કંપનીએ પુરવઠો ઘટાડ્યો હતો, હવે બાંગ્લાદેશે કહ્યું કે હવે અડધી આપો બાંગ્લાદેશે ગૌતમ અદાણીની વીજ કંપની અદાણી પાવર પાસેથી વીજળીની ખરીદી અડધી કરી દીધી છે. બાકી ચૂકવણીમાં વિલંબને કારણે બાંગ્લાદેશ સરકારે આ નિર્ણય લીધો છે. ન્યૂઝ એજન્સી રોઇટર્સે આ માહિતી આપી છે. અગાઉ 31 ઓક્ટોબરે, કંપનીએ બાકી ચૂકવણીમાં વિલંબને કારણે દેશને વીજળી પુરવઠો અડધો કરી દીધો હતો. જો બાંગ્લાદેશ ચુકવણી નહીં કરે તો અદાણી વીજળી કાપી નાખશે: 4 દિવસનો સમય આપ્યો, પુરવઠો પણ અડધો કર્યો; ₹7,118 કરોડ બાકી છે અદાણી પાવરે બાંગ્લાદેશને બાકી વીજળી બિલ ચૂકવવા માટે ચાર દિવસનો સમય આપ્યો છે. કંપનીએ બાંગ્લાદેશને વીજળી પુરવઠો પહેલાથી જ અડધો કરી દીધો છે. ગ્રુપ કંપની અદાણી પાવર ઝારખંડ લિમિટેડ (APJL) એ 846 મિલિયન ડોલર (લગભગ રૂ. 7,118 કરોડ) બાકી રકમ ન ચૂકવવાને કારણે આ પગલું ભર્યું છે.
Click here to
Read more