Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    આ અઠવાડિયે સોના- ચાંદીમાં ઘટાડો રહ્યો:સોનું ₹2907 ઘટીને ₹95784 થયું, ચાંદી ₹1582 ઘટીને ₹1.05 પ્રતિ કિલો વેચાઈ રહી છે

    1 week ago

    4

    0

    આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA)ની વેબસાઇટ મુજબ, ગયા શનિવારે, એટલે કે 21 જૂને, સોનું 98,691 રૂપિયા હતું, જે હવે 28 જૂને ઘટીને 95,784 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયું છે. એટલે કે, આ અઠવાડિયે તેની કિંમતમાં 2,907 રૂપિયાનો ઘટાડો થયો છે. ચાંદીની વાત કરીએ તો, ગયા શનિવારે તે 1,06,775રૂપિયા હતી, જે હવે ઘટીને1.05.193 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. આ રીતે, આ અઠવાડિયે તેની કિંમત 1,582 રૂપિયા ઘટી ગઈ છે. કેરેટ મુજબ સોનાનો ભાવ ભોપાલ સહિત 4 મહાનગરોમાં 10 ગ્રામ સોનાનો ભાવ આ વર્ષે અત્યાર સુધીમાં સોનું ₹19,622 મોંઘુ થયું છે આ વર્ષે, એટલે કે 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 76,162 રૂપિયાથી 19,622 રૂપિયા વધીને 95,784 રૂપિયા પર પહોંચી ગયો છે. તેમજ, ચાંદીનો ભાવ પણ 86,017 રૂપિયા પ્રતિ કિલોથી 19,176 રૂપિયા વધીને 1,05,193 રૂપિયા પર પહોંચી ગયો છે. ગયા વર્ષે, એટલે કે 2024માં, સોનું 12,810 રૂપિયા મોંઘુ થયું હતું. સોનું ખરીદતી વખતે 3 બાબતોનું ધ્યાન રાખો 1. ફક્ત સર્ટિફાઈડ સોનું જ ખરીદો હંમેશા બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) ના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો. સોના પર 6-અંકનો હોલમાર્ક કોડ હોય છે. તેને હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર અથવા HUID કહેવામાં આવે છે. આ નંબર આલ્ફાન્યૂમેરિક છે એટલે કે કંઈક આના જેવો - AZ4524. હોલમાર્કિંગ દ્વારા, સોનું કેટલા કેરેટનું છે તે જાણી શકાય છે. 2. કિંમત ક્રોસ ચેક કરો ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને તેની કિંમત બહુવિધ સ્ત્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ) પરથી તપાસો. સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે. 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ સોનું માનવામાં આવે છે, પરંતુ તેમાંથી ઘરેણાં બનાવવામાં આવતા નથી કારણ કે તે ખૂબ જ નરમ હોય છે. 3. રોકડ ચુકવણી ન કરો, બિલ લો સોનું ખરીદતી વખતે, રોકડ ચુકવણીને બદલે UPI (જેમ કે BHIM એપ) અને ડિજિટલ બેંકિંગ દ્વારા ચુકવણી કરવી વધુ સારું છે. જો તમે ઈચ્છો તો, તમે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા પણ ચુકવણી કરી શકો છો. આ પછી બિલ લેવાનું ભૂલશો નહીં. જો તમે ઓનલાઈન ઓર્ડર કર્યો હોય તો પેકેજિંગ ચોક્કસ તપાસો.
    Click here to Read more
    Prev Article
    'Mamata should resign': BJP slams Bengal govt over law college rape case; TMC says police took 'immediate action'
    Next Article
    પુરીમાં ગૌતમ અદાણી ભગવાનના રથની પૂજા કરશે:બળભદ્રનો રથ ગુંડીચા મંદિરે પહોંચ્યો, જગન્નાથનો રથ સૌથી પાછળ; ગઈકાલે 625 લોકોની તબિયત લથડી

    Related Business Updates:

    Comments (0)

      Leave a Comment