રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નવા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણીને દર વર્ષે 10 થી 20 કરોડ રૂપિયાનો પગાર મળશે. પીટીઆઈના અહેવાલ મુજબ, પગારની સાથે તેમને કંપનીના નફા પર કમિશન અને અન્ય ઘણી સુવિધાઓ પણ મળશે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે 25મી તારીખે અનંત અંબાણીને કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા હતા. અનંત 1 મેથી 5 વર્ષ માટે આ પદ સંભાળશે. તેઓ 2023 થી કંપનીમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. અનંત રિલાયન્સના વિવિધ વર્ટિકલ્સના સભ્ય પણ છે ઓગસ્ટ 2022માં અનંતને કંપનીના એનર્જી વર્ટિકલની કમાન સોંપવામાં આવી હતી. આ ઉપરાંત અનંત માર્ચ 2020 થી જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ, મે 2022 થી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ અને જૂન 2021 થી રિલાયન્સ ન્યૂ એનર્જી લિમિટેડ તેમજ રિલાયન્સ ન્યૂ સોલાર એનર્જી લિમિટેડના બોર્ડ સભ્ય છે. તેઓ સપ્ટેમ્બર 2022 થી રિલાયન્સની પરોપકારી શાખા - રિલાયન્સ ફાઉન્ડેશનના બોર્ડમાં પણ છે. મુકેશ અંબાણી આગામી પેઢીને કમાન સોંપી રહ્યા છે વધતી ઉંમર સાથે, મુકેશ અંબાણી છેલ્લા ઘણા વર્ષોથી તેમના વ્યવસાયિક સામ્રાજ્યને આગામી પેઢીને સોંપવાની યોજના પર કામ કરી રહ્યા છે. 28 ડિસેમ્બર 2023ના રોજ તેમના પિતા ધીરુભાઈના જન્મદિવસ પર, મુકેશ અંબાણીએ કહ્યું હતું- રિલાયન્સનું ભવિષ્ય આકાશ, ઈશા, અનંત અને તેમની પેઢીનું છે. મને આમાં કોઈ શંકા નથી કે તેઓ જીવનમાં વધારેમાં વધારે અચીવ કરશે અને મારી પેઢીના લોકોની સરખામણીમાં રિલાયન્સ માટે વધારે ઉપલબ્ધિઓ લાવશે જિયો આકાશને અને રિટેલ બિઝનેસ ઈશાને આપવામાં આવ્યો 1. આકાશ અંબાણી: 2014માં બ્રાઉન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રની ડિગ્રી મેળવી. ત્યારબાદ તેઓ કૌટુંબિક વ્યવસાયમાં જોડાયા. ઓક્ટોબર 2014માં તેઓ રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડ (RJIL) ના બોર્ડમાં જોડાયા. તેઓ જૂન 2022થી RJIL ના ચેરમેન છે. આકાશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિજિટલ સર્વિસ બિઝનેસ, જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડ અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના બોર્ડમાં પણ રહી ચૂક્યા છે. 2019માં તેમણે શ્લોકા મહેતા સાથે લગ્ન કર્યા. તેમને બે બાળકો છે: મોટો દીકરો પૃથ્વી અને પુત્રી વેદ. 2. ઈશા અંબાણી: યેલ અને સ્ટેનફોર્ડમાં અભ્યાસ કર્યો છે. 2015માં પારિવારિક વ્યવસાયમાં જોડાયા. રિલાયન્સ રિટેલ વેન્ચર્સ, જિયો ઇન્ફોકોમ, જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસના બોર્ડમાં છે. ઈશાના લગ્ન ડિસેમ્બર 2018માં ઉદ્યોગપતિ અજય પિરામલના પુત્ર આનંદ પિરામલ સાથે થયા હતા. ઈશા અંબાણી રિલાયન્સ રિટેલના વિસ્તરણનું નેતૃત્વ કરી રહી છે. તેમણે રિલાયન્સ રિટેલ માટે નવા ફોર્મેટ લોન્ચ કર્યા છે જેમ કે ઈ-કોમર્સ બિઝનેસ અજિયો અને ઓનલાઈન બ્યુટી પ્લેટફોર્મ તિરા. રિલાયન્સ રિટેલ ફૂડ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને ફેશન રિટેલમાં હાજરી ધરાવે છે.
Click here to
Read more