આજે, 24 સપ્ટેમ્બરના રોજ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ ₹270 ઘટીને ₹1,14,044 થયો છે. અગાઉ, તે ₹1,14,314 પર હતો, જે તેની ઓલ ટાઈમ હાઈ છે. અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,15,420 પહોંચ્યો છે. આ તરફ, ચાંદી પણ ₹362 ઘટીને ₹1,34,905 પ્રતિ કિલોગ્રામ પર આવી ગઈ છે. અગાઉ, તે ₹1,35,267 પર હતી. કેરેટ પ્રમાણે સોનાનો ભાવ સ્ત્રોત: IBJA (24 સપ્ટેમ્બર, 2025) દેશના મુખ્ય શહેરોમાં સોનાના ભાવ સ્ત્રોત: ગુડરિટર્ન્સ (23 સપ્ટેમ્બર, 2025) આ વર્ષે સોનું ₹37,882 અને ચાંદી ₹48,888 મોંઘી થઈ આ વર્ષે સોનું ₹1 લાખ 15 હજાર સુધી પહોંચી શકે છે એકેસપર્ટ્સના મતે, યુએસ ટેરિફને કારણે ભૂરાજકીય તણાવ વધી રહ્યો છે. આ સોનાને સપોર્ટ મળી રહ્યો છે અને તેની માંગમાં વધારો થઈ રહ્યો છે. પરિણામે, આ વર્ષે સોનાના ભાવ ₹115,000 પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. ચાંદીના ભાવ આ વર્ષે ₹140,000 સુધી પહોંચી શકે છે. સોનું ખરીદતી વખતે આ 3 બાબતોનું ધ્યાન રાખો 1. ફક્ત સર્ટિફાઈડ સોનું જ ખરીદો હંમેશાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો. સોના પર 6-અંકનો હોલમાર્ક કોડ હોય છે. એને હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર અથવા HUID કહેવામાં આવે છે. આ નંબર આલ્ફાન્યૂમેરિક છે, એટલે કે કંઈક આના જેવો - AZ4524. હોલમાર્કિંગ દ્વારા સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે. 2. કિંમત ક્રોસ ચેક કરો ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને એની કિંમત બહુવિધ સ્ત્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઇટ) પરથી તપાસો. સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે. 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ સોનું માનવામાં આવે છે, પરંતુ એમાંથી ઘરેણાં બનાવવામાં આવતા નથી, કારણ કે એ ખૂબ જ નરમ હોય છે. સામાન્ય રીતે 22 કેરેટ કે તેથી ઓછા કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણાં માટે થાય છે. 3. રોકડ ચુકવણી ન કરો, બિલ લો સોનું ખરીદતી વખતે રોકડ ચુકવણીને બદલે UPI (જેમ કે BHIM એપ) અને ડિજિટલ બેંકિંગ દ્વારા ચુકવણી કરવી વધુ સારું છે. જો તમે ઈચ્છો તો તમે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા પણ ચુકવણી કરી શકો છો. આ પછી બિલ લેવાનું ભૂલશો નહીં. જો તમે ઓનલાઈન ઓર્ડર કર્યો હોય તો પેકેજિંગ ચોક્કસ તપાસો.
Click here to
Read more