Search…

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    આજે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો:સોનું ₹104 ઘટીને ₹1,09,603 થયું, ચાંદી ₹1.28 લાખ પ્રતિ કિલો વેચાઈ રહી છે; અમદાવાદમાં સોનું ₹1.11 લાખને પાર

    3 weeks ago

    આજે એટલે કે 15 સપ્ટેમ્બરના રોજ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, સોનું 104 રૂપિયા ઘટીને 1,09,603 રૂપિયા થયું છે. 1 કિલો ચાંદીનો ભાવ પણ 245 રૂપિયા ઘટીને 1,27,763 રૂપિયા થયો છે. અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,11,110 છે. શુક્રવારે સોનાનો ભાવ 1,09,707 રૂપિયા અને ચાંદીનો ભાવ 1,28,008રૂપિયા ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો. કેરેટ મુજબ સોનાનો ભાવ આ વર્ષે સોનું ₹33,441 અને ચાંદી ₹41,746 મોંઘા થયા અમદાવાદ સહીત મોટા શહેરોમાં 10 ગ્રામ સોનાનો ભાવ અમદાવાદ : 24 કેરેટ સોનાનો ભાવ ₹1,11,110 અને 22 કેરેટ સોનાનો ભાવ ₹1,01,950 છે. દિલ્હી : 24 કેરેટ સોનાનો ભાવ ₹1,11,210 અને 22 કેરેટ સોનાનો ભાવ ₹1,01,950 છે. મુંબઈ : 24 કેરેટ સોનાનો ભાવ ₹1,11,060 છે અને 22 કેરેટ સોનાનો ભાવ ₹1,01,800 છે. કોલકાતા : 24 કેરેટ સોનાનો ભાવ ₹1,11,060 અને 22 કેરેટ સોનાનો ભાવ ₹1,01,800 છે. ચેન્નાઈ : 24 કેરેટ સોનાનો ભાવ ₹1,11,380 અને 22 કેરેટ સોનાનો ભાવ ₹1,02,100 છે. દેશના મુખ્ય શહેરોમાં સોનાના ભાવ સોનાના ભાવ વધવાના 5 કારણો સોનું ખરીદતી વખતે આ 2 બાબતોનું ધ્યાન રાખો 1. ફક્ત સર્ટિફાઈડ સોનું જ ખરીદો હંમેશાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)ના હોલમાર્ક ધરાવતું સર્ટિફાઈડ સોનું જ ખરીદો. સોના પર 6-અંકનો હોલમાર્ક કોડ હોય છે. એને હોલમાર્ક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર અથવા HUID કહેવામાં આવે છે. આ નંબર આલ્ફાન્યૂમેરિક છે, એટલે કે કંઈક આના જેવો - AZ4524. હોલમાર્કિંગ દ્વારા સોનું કેટલા કેરેટનું છે એ જાણી શકાય છે. 2. કિંમત ક્રોસ ચેક કરો ખરીદીના દિવસે સોનાનું ચોક્કસ વજન અને એની કિંમત બહુવિધ સ્ત્રોતો (જેમ કે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનની વેબસાઇટ) પરથી તપાસો. સોનાની કિંમત 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ પ્રમાણે બદલાય છે. 24 કેરેટ સોનાને સૌથી શુદ્ધ સોનું માનવામાં આવે છે, પરંતુ એમાંથી ઘરેણાં બનાવવામાં આવતા નથી, કારણ કે એ ખૂબ જ નરમ હોય છે. સામાન્ય રીતે 22 કેરેટ કે તેથી ઓછા કેરેટ સોનાનો ઉપયોગ ઘરેણાં માટે થાય છે. 3. રોકડ ચુકવણી ન કરો, બિલ લો સોનું ખરીદતી વખતે રોકડ ચુકવણીને બદલે UPI (જેમ કે BHIM એપ) અને ડિજિટલ બેંકિંગ દ્વારા ચુકવણી કરવી વધુ સારું છે. જો તમે ઈચ્છો તો તમે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ દ્વારા પણ ચુકવણી કરી શકો છો. આ પછી બિલ લેવાનું ભૂલશો નહીં. જો તમે ઓનલાઈન ઓર્ડર કર્યો હોય તો પેકેજિંગ ચોક્કસ તપાસો. ગૂગલ પર ગોલ્ડ-સિલ્વર ટ્રેન્ડિંગમાં છે સોના અને ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યા. ચાંદી 3,509 રૂપિયા વધીને 1,28,008 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ. સોનું 611 રૂપિયા વધીન 1,09,708 રૂપિયા પર પહોંચી ગઈ. ત્યારથી, ગૂગલ પર સોના અને ચાંદીના ભાવ સતત સર્ચ કરવામાં આવી રહ્યા છે. જો આપણે છેલ્લા 30 દિવસના ગૂગલ ટ્રેન્ડ્સ પર નજર કરીએ તો સ્પષ્ટ થાય છે કે સોના અને ચાંદીના ભાવ સર્ચ કરવાનો ગ્રાફ ઝડપથી વધ્યો છે. સ્ત્રોત- GOOGLE TRENDS
    Click here to Read more
    Prev Article
    Bangladesh Face Trial By Spin In Do-Or-Die Asia Cup Clash Against Afghanistan
    Next Article
    Vatican City dazzles: Elon Musk's brother Kimbal’s 3,000 drones light up the sky with masterpiece icons over St. Peter’s Basilica

    Related Business Updates:

    Comments (0)

      Leave a Comment