પીએનબી કૌભાંડના આરોપી નીરવ મોદીના ભાઈ નેહલ મોદીની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. ભારતના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) ની પ્રત્યાર્પણ વિનંતીના આધારે આ ધરપકડ કરવામાં આવી છે. તેની જામીન અરજીની સુનવણી 17 જુલાઈએ નેશનલ ડિસ્ટ્રિક્ટ ઓફ હોનોલુલુ (NDOH)માં થશે. યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટે ધરપકડની પુષ્ટિ કરી છે. નેહલ પર વિશ્વની સૌથી મોટી હીરા કંપનીઓમાંની એક LLD ડાયમંડ્સ USA સાથે $2.6 મિલિયન (લગભગ રૂ. 22 કરોડ) થી વધુની છેતરપિંડી કરવાનો આરોપ છે. તપાસમાં દાવો કરવામાં આવ્યો છે કે નેહલ મોદીએ કોસ્ટકો સાથે સોદો પૂર્ણ કરવાના બહાને કંપની પાસેથી છેતરપિંડીથી હીરા મેળવ્યા હતા. પરંતુ આ સોદો ક્યારેય પૂર્ણ થયો ન હતો. આ પછી, નેહલ મોદીએ તે હીરા વેચી દીધા અને વ્યક્તિગત લાભ માટે તેમને ગીરવે મૂક્યા. હીરા કૌભાંડ ઉપરાંત નેહલ મોદી પર 13,600 કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ છે. ED અને CBIનું કહેવું છે કે નેહલે નીરવ સાથે મળીને શેલ કંપનીઓ દ્વારા પૈસાની ઉચાપત કરી હતી અને કૌભાંડ સામે આવ્યા પછી પુરાવાનો નાશ કર્યો હતો. નેહલની ધરપકડ કેવી રીતે થઈ? 2019માં ઇન્ટરપોલે નેહલ વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરી, જેના પગલે તેની વૈશ્વિક શોધ શરૂ થઈ. 2021માં CBI અને ED એ અમેરિકા પાસેથી તેના પ્રત્યાર્પણની માંગ કરી હતી કારણ કે તેમને માહિતી મળી હતી કે તે અમેરિકામાં છે. તાજેતરમાં, યુએસ અધિકારીઓએ ભારતની વિનંતી પર નેહલની ધરપકડ કરી હતી. ધરપકડ હોનોલુલુમાં થઈ હતી, અને તેની જામીન અરજીની સુનવણી 17 જુલાઈ, 2025ના રોજ નેશનલ ડિસ્ટ્રિક્ટ ઓફ હોનોલુલુ (NDOH) કોર્ટમાં થશે.
Click here to
Read more