Search…

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    રાહુલે મુખ્ય ચૂંટણી કમિશનર પર સાધ્યું નિશાન:રાહુલે દિલ્હીમાં પ્રેઝન્ટેશન બતાવ્યું, કહ્યું - OBC, લઘુમતીઓ અને આદિવાસીઓના મત કાપવામાં આવી રહ્યા છે

    2 weeks ago

    કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ગુરુવારે દિલ્હીના ઇન્દિરા ભવન ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. આ દરમિયાન, તેમણે ચૂંટણીમાં ગોટાળા મામલે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર નિશાન સાધ્યું છે. રાહુલે કહ્યું- કોંગ્રેસના મતદારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પવન ખેરાએ પત્રકાર પરિષદ શેના વિશે હતી તે સ્પષ્ટ કર્યું ન હતું. જોકે, એવી અટકળો છે કે રાહુલ ગાંધી વોટ ચોરીના આરોપો પર ભાજપ સરકાર સામે નવા દાવા કરી શકે છે. રાહુલે ભાજપ પર ચૂંટણી પંચની મિલીભગતથી બિહાર, હરિયાણા, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં મતદાર યાદીઓમાં હેરાફેરી કરવાનો આરોપ લગાવ્યો છે. 1 સપ્ટેમ્બરના રોજ, બિહારમાં તેમની વોટર અધિકાર યાત્રાના છેલ્લા દિવસે, રાહુલ ગાંધીએ કહ્યું કે આખો દેશ વોટ ચોરી વિશે સત્ય જાણવાનો છે. એક પરમાણુ બોમ્બ કરતાં પણ મોટો હાઇડ્રોજન બોમ્બ આવી રહ્યો છે. 11 સપ્ટેમ્બરના રોજ, કોંગ્રેસના સાંસદે તેમના મતવિસ્તાર, રાયબરેલીમાં કહ્યું, "અમે મત ચોરીના ડાયનામિક એક્સપ્લોસિલ (વિસ્ફોટક) પુરાવા આપીશું." રાહુલની પ્રેસ કોન્ફરન્સ પહેલા કોંગ્રેસે ટ્વિટ કર્યું રાહુલે કહ્યું હતું- હાઇડ્રોજન બોમ્બ ફુટ્યા પછી મોદી મોઢું પણ બતાવી શકશે નહીં બિહારમાં વોટર અધિકાર યાત્રાના છેલ્લા દિવસે એક રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું, "જે તાકાતોએ મહાત્મા ગાંધીની હત્યા કરી હતી તે જ બંધારણની હત્યા કરવાનો પ્રયાસ કરી રહી છે. અમે આવું થવા દઈશું નહીં." રાહુલ ગાંધીએ કહ્યું "બિહારમાં યાત્રાને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ભાજપના કાર્યકરો કાળા ઝંડા વાવટા ફરકાવી રહ્યા છે. ભાજપના સભ્યો, સાંભળો! હાઇડ્રોજન બોમ્બ એટમ બોમ્બ કરતાં પણ મોટો છે; તે આવી રહ્યો છે. વોટ ચોરીનું સત્ય સામે આખો દેશ જાણશે. હાઇડ્રોજન બોમ્બ ફુટ્યા પછી, નરેન્દ્ર મોદી રાષ્ટ્રને પોતાનું મોઢું પણ બતાવી શકશે નહીં." 7 ઓગસ્ટ: રાહુલે આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચે ભાજપ સાથે મળીને ચૂંટણી ચોરી કરી 7 ઓગસ્ટના રોજ રાહુલ ગાંધીએ વોટર યાદીમાં થયેલા ગોટાળાઓ પર 1 કલાક અને 11 મિનિટનું 22 પાનાનું પ્રેઝન્ટેશન આપ્યું. સ્ક્રીન પર કર્ણાટક મતદાર યાદી બતાવતા રાહુલે કહ્યું કે મતદાર યાદીમાં શંકાસ્પદ મતદારો હાજર હતા. રાહુલે મહારાષ્ટ્ર અને હરિયાણામાં ભાજપ પર મત ચોરીનો પણ આરોપ લગાવ્યા હતા. રાહુલની પ્રેસ કોન્ફરન્સના દરેક મિનિટના અપડેટ માટે, નીચે આપેલા બ્લોગ પર જાઓ...
    Click here to Read more
    Prev Article
    "India's Favourite": Pakistan Great Ramiz Raja Accuses Andy Pycroft Of 'Bias' In Explosive Remark
    Next Article
    The Aland files: Rahul Gandhi drops 'Hydrogen bomb'; claims CEC 'protecting destroyers of democracy'

    Related National Updates:

    Comments (0)

      Leave a Comment