ઉત્તર ભારતના રાજ્યો હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ અને પંજાબમાં પૂરને કારણે પરિસ્થિતિ ખરાબ છે. ગુરુવારે અનામિકા રાણાની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ભૂસ્ખલન અને પૂરને ગંભીર બાબત ગણાવી છે. કોર્ટે આ રાજ્યો અને કેન્દ્ર સરકાર સહિત રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA), પર્યાવરણ મંત્રાલય, નેશનલ હાઈવે ઓથોરિટી ઈન્ડિયા (NHAI) ને નોટિસ ફટકારી છે અને ત્રણ અઠવાડિયામાં જવાબ માંગ્યો છે. કોર્ટે કેન્દ્રને નક્કર પગલાં લેવા જણાવ્યું છે. ચીફ જસ્ટિસ (CJI) બીઆર ગવઈ અને જસ્ટિસ કે. વિનોદ ચંદ્રનની બેન્ચે સોલિસિટર જનરલ તુષાર મહેતાને જણાવ્યું હતું કે પર્વતોમાં ગેરકાયદેસર વૃક્ષ કાપવા એ આ આફતો પાછળનું એક મુખ્ય કારણ છે. વૃક્ષોને ગેરકાયદેસર રીતે નિકંદન કરવામાં આવી રહ્યું છે, તેથી હવે કુદરત બદલો લઈ રહી છે. આ ફક્ત કુદરતી આફતનો મામલો નથી, પરંતુ માનવજાતના કારણોથી વકરી શકે તેવુ સંકટ છે. આ અંગે મહેતાએ કહ્યું કે તેઓ પર્યાવરણ અને વન મંત્રાલયના સચિવનો સંપર્ક કરશે અને તેમની પાસેથી સંપૂર્ણ માહિતી માંગશે. તેમણે કહ્યું કે આ બધુ કુદરત સાથે દખલગીરી છે અને હવે તે આપણને નુકસાન પહોંચાડી રહી છે. ચીફ જસ્ટિસ આ વાત સાથે સંમત થયા. અરજદાર અનામિકા રાણાએ કોર્ટને જણાવ્યું હતું કે હિમાચલમાં પૂર દરમિયાન મોટા પ્રમાણમાં લાકડા તણાઈ આવ્યા હતા, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે મોટા પાયે ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપવામાં આવ્યા છે. આગામી સુનાવણી બે અઠવાડિયા પછી થશે. હિમાચલ પ્રદેશમાં સેંકડો ટન લાકડા તણાયા હકીકતમાં, 24 જૂને હિમાચલના કુલ્લુમાં વાદળ ફાટવાના કારણે આવેલા પૂરને કારણે, સેંકડો ટન લાકડા પાંડોહ ડેમમાં વહી ગયા હતા. આને 'પુષ્પા સ્ટાઈલમાં'માં ગેરકાયદેસર વૃક્ષો કાપવા સાથે જોડીને સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો હતો. ઉત્તરાખંડના ઉત્તરકાશીના ધારાલી ગામમાં 5 ઓગસ્ટના રોજ બપોરે 1.45 વાગ્યે વાદળ ફાટવાથી ભારે વિનાશ થયો હતો. આમાં 4 લોકોના મોત થયા હતા, જ્યારે 50થી વધુ લોકો ગુમ થયા હતા. પંજાબમાં 1600થી વધુ ગામડાઓ પાણીમાં ડૂબી ગયા પંજાબના તમામ 23 જિલ્લાઓ પૂરગ્રસ્ત છે. 1,655 ગામડાઓમાં 3.55 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત થયા હતા. રાજ્યની તમામ શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓમાં રજાઓ 3 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી હતી. 1 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી પૂરમાં 37 લોકો મૃત્યુ પામ્યા હતા. પઠાણકોટમાં 3 લોકો ગુમ થયા હતા. 14 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરમાં વાદળ ફાટવાથી 65 લોકોના મોત થયા હતા જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના ચસોટી ગામમાં 14 ઓગસ્ટના રોજ બપોરે 12.25 વાગ્યે વાદળ ફાટવાની ઘટના બની હતી. ત્યારબાદ કાટમાળ નીચે દટાઈને 65 લોકોના મોત થયા હતા. 17 ઓગસ્ટના રોજ કઠુઆ જિલ્લામાં સરહદ નજીક આવેલા વિસ્તારમાં ત્રણ સ્થળોએ વાદળ ફાટવાની ઘટના બની હતી, જેના કારણે જોદ ઘાટી વિસ્તારમાં 7 લોકોના મોત થયા હતા અને ઘણા ઘાયલ થયા હતા.
Click here to
Read more