નાણાકીય વર્ષ 2024-25 માટે ઈન્કમટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ વખતે આવકવેરા રિટર્ન (ITR) 15 સપ્ટેમ્બર 2025 સુધીમાં ફાઇલ કરવાનું રહેશે. ઘણા લોકો માને છે કે જો તેમની વાર્ષિક આવક અઢી લાખથી ઓછી હોય અને તેઓ ટેક્સના દાયરામાં ન આવે, તો તેમને ITR ફાઇલ કરવાની જરૂર નથી, પરંતુ આવું નથી. ભલે તમે ઈન્કમટેક્સના દાયરામાં ન આવતા હોવ, છતાં પણ તમારે રિટર્ન ફાઇલ કરવું જોઈએ, કારણ કે જો તમે ITR ફાઇલ કરો છો, તો તમને તેનાથી ઘણા ફાયદા મળે છે. ITR ફાઇલ કરવાથી લોન મેળવવાનું સરળ બને છે. અમે તમને ITR ફાઇલ કરવાના 4 ફાયદાઓ વિશે જણાવી રહ્યા છીએ. સૌ પ્રથમ જાણીએ કે ઈન્કમટેક્સ રિટર્ન (ITR) શું છે? ઈન્કમટેક્સ રિટર્ન (ITR) એ એક પ્રકારનો હિસાબ છે જે તમે સરકારને આપો છો. આમાં, તમે જણાવો છો કે તમે ગયા વર્ષે કેટલી કમાણી કરી હતી, જેના પર ઈન્કમટેક્સ ચૂકવવાનો છે અને તમે કેટલો ટેક્સ અગાઉથી ચૂકવ્યો છે. આ બતાવે છે કે તમે સરકારને ટેક્સના રૂપમાં કેટલાક વધુ પૈસા આપશો કે સરકાર તમને કેટલાક પૈસા પરત કરશે. 1. લોન મેળવવામાં સરળતા ITRએ તમારી આવકનો પુરાવો છે. બધી બેંકો અને NBFCs તેને આવકના પુરાવા તરીકે સ્વીકારે છે. જો તમે બેંક લોન માટે અરજી કરો છો, તો બેંકો ઘણીવાર ITR માંગે છે. જો તમે નિયમિતપણે ITR ફાઇલ કરો છો, તો તમે સરળતાથી બેંકમાંથી લોન મેળવી શકો છો. આ ઉપરાંત, તમે કોઈપણ નાણાકીય સંસ્થા પાસેથી લોન સિવાય અન્ય સેવાઓ સરળતાથી મેળવી શકો છો. 2. વિઝા માટે જરૂરી જો તમે બીજા દેશમાં જઈ રહ્યા છો, તો જ્યારે તમે વિઝા માટે અરજી કરો છો, ત્યારે તમારી પાસેથી ઈન્કમટેક્સ રિટર્ન માંગવામાં આવી શકે છે. ઘણા દેશોના વિઝા ઓથોરિટીઝ વિઝા માટે 3 થી 5 વર્ષના ITR માંગે છે. ITR દ્વારા, તેઓ તેમના દેશમાં આવવા માંગતી વ્યક્તિની નાણાકીય સ્થિતિ તપાસે છે. 3. ટેક્સ રિફંડનો દાવો કરવો જો તમારી આવકમાંથી કર કાપીને સરકારમાં જમા કરવામાં આવ્યો હોય, તો તમે ITR ફાઇલ કર્યા વિના તે પાછો મેળવી શકતા નથી, ભલે તમારી આવક ઈન્કમટેક્સમાં મૂળભૂત મુક્તિ મર્યાદામાં હોય. જો તમારે ટેક્સ રિફંડનો દાવો કરવો હોય, તો આ માટે ITR ફાઇલ કરવું જરૂરી છે. જ્યારે તમે ITR ફાઇલ કરો છો, ત્યારે ઈન્કમટેક્સ વિભાગ તેનું એસેસમેન્ટ કરે છે. જો તમને રિફંડ મળે છે, તો તે સીધું તમારા બેંક ખાતામાં જમા થાય છે. 4. નુકસાનને આગળ ધપાવવું સરળ છે જો તમે શેર અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો અને તમને નુકસાન થાય છે, તો નુકસાનને આગામી વર્ષ કેરી ફોરર્વડ કરવા માટે નિર્ધારિત સમય મર્યાદામાં ઈન્કમટેક્સ રિટર્ન ફાઇલ કરવું જરૂરી છે, કારણ કે જો તમે આવતા વર્ષે કેપિટલ ગેન મેળવો છો, તો આ નુકસાન આ નફા સામે એડજસ્ટ કરવામાં આવશે અને તમને નફા પર કર મુક્તિનો લાભ મળી શકે છે.
Click here to
Read more