ગુજ્જુ પરિવારમાં જન્મી હતી શેફાલી જરીવાલા:આણંદમાં IT એન્જિનિયરિંગ કર્યું, સપના પૂર્ણ કરવા માત્ર 19 વર્ષની ઉંમરે મુંબઈ પહોંચી; રાતોરાત મેળવ્યું સ્ટારડમ
1 week ago

'કાંટા લગા'ના રિમેકથી ફેમસ થયેલી એક્ટ્રેસ શેફાલી જરીવાલાનું 42 વર્ષની વયે અવસાન થયું છે. એક્ટ્રેસનો જન્મ વર્ષ 1982માં ગુજરાતી પરિવારમાં થયો હતો. તેણે આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી ઈન્ફોર્મેશન ટેક્નોલોજીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો. શરૂઆતથી જ તે ફિલ્મજગતનો ભાગ બનવા માંગતી હતી, તેથી તક મળતાં તે સપના પૂરાં કરવાં માટે ગુજરાતથી મુંબઈ આવી ગઈ. માત્ર 19 વર્ષની ઉંમરે વર્ષ 2002માં તેણે મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી અને તેનું એક ગીત એટલું બધુ સુપરહિટ થયું હતું કે રાતોરાત સ્ટાર બની ગઈ હતી. 'કાંટા લગા'થી રાતોરાત સ્ટારડમ
2002માં શેફાલી જરીવાલા 'કાંટા લગા' મ્યૂઝિક વીડિયોમાં જોવા મળી, જે ડીજે ડોલના આલ્બમ 'બોમ્બે 2 બેંગકોક'નો ભાગ હતું. આ ગીતે રાતોરાત ભારતીય યુવાનોના દિલોમાં સ્થાન જમાવ્યું. શેફાલી જે તે સમયે માત્ર 19 વર્ષની હતી, તેની બોલ્ડ અને ગ્લેમરસ અવતારથી દરેકને આશ્ચર્યચકિત કરી દીધા. આ ગીતે તેને 'કાંટા લગા ગર્લ'નું બિરુદ અપાવ્યું અને બોલિવૂડમાં એક નવી ઓળખ આપી. બોલિવૂડ અને ટેલિવિઝનમાં કારકિર્દી
'કાંટા લગા'ની સફળતા બાદ શેફાલીએ બોલિવૂડ ફિલ્મોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું. તેમણે 2004માં 'મુજસે શાદી કરોગી' ફિલ્મમાં એક નાની ભૂમિકા ભજવી, જેમાં સલમાન ખાન અને અક્ષય કુમાર જેવા સ્ટાર્સ હતા. આ ઉપરાંત, તેમણે ઘણાં મ્યુઝિક વીડિયો અને ટેલિવિઝન શોમાં કામ કર્યું. તેઓ રિયાલિટી શો 'બિગ બોસ'ની 13મી સિઝનમાં પણ જોવા મળી, જ્યાં તેમની લોકપ્રિયતા ફરી એકવાર ચમકી હતી. આટલા રિયાલિટી શોમાં જોવા મળી ચૂકી છે શેફાલી પહેલા લગ્ન સંગીતકાર હરમીત સિંહ સાથે થયા હતા શેફાલી જરીવાલાએ 2004માં મીત બ્રધર્સ સંગીતકાર હરમીત સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંનેના 2009માં છૂટાછેડા થયા હતા. આ પછી, તેણે 2015માં એક્ટર પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યા. આટલા મૃત્યુ હજુ પણ એક રહસ્ય દિવ્યા ભારતી
દિવ્યા ભારતીએ 1990ના દાયકામાં પોતાની એક્ટિંગ અને માસૂમ ચહેરાને કારણે બોલિવૂડમાં એક ખાસ ઓળખ બનાવી હતી. જ્યારે તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ ત્યારે તે ખૂબ જ નાની હતી, તેથી તેને 'બોલિવૂડની ઢીંગલી' પણ કહેવામાં આવતી હતી. 25 ફેબ્રુઆરી 1974ના રોજ જન્મેલી દિવ્યા ભારતીનું 5 એપ્રિલ 1993ના રોજ માત્ર 19 વર્ષની ઉંમરે શંકાસ્પદ સંજોગોમાં અવસાન થયું. આજે તેમના મૃત્યુને 32 વર્ષ થઈ ગયા છે. મુંબઈ પોલીસે 1998માં તેમના મૃત્યુની તપાસ બંધ કરી દીધી હતી. તપાસ બાદ પોલીસે માન્યું કે દિવ્યાનું મૃત્યુ એક અકસ્માત હતો અને તેના આધારે કેસ બંધ કરવામાં આવ્યો હતો. દિશા સલિયાન
દિશા સલિયાન દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂતની પૂર્વ મેનેજર હતી. 8 જૂન, 2020ના રોજ, દિશાનું મુંબઈના મલાડ વિસ્તારમાં 14મા માળેથી પડી જવાથી મૃત્યુ થયું હતું. પોલીસે તેને આત્મહત્યા ગણાવી હતી. પિતા સતીશ સલિયાને આરોપ લગાવ્યો હતો કે દિશાની ગેંગરેપ પછી હત્યા કરવામાં આવી હતી, પરંતુ રાજકીય દબાણ હેઠળ કેસ દબાવી દેવામાં આવ્યો હતો.
Click here to
Read more