હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ (HUL) એ તેના ઘણી જાણીતી પ્રોડક્ટ્સ જેમ કે ડવ શેમ્પૂ, કિસાન જામ, હોર્લિક્સ, લક્સ સોપ અને લાઇફબોય સોપના ભાવ ઘટાડ્યા છે. આ ઘટાડા પછી, કંપનીની પ્રોડક્ટ્સ 15% સુધી સસ્તી થશે. આ ફેરફાર 22 સપ્ટેમ્બર 2025થી અમલમાં આવશે. કઈ ચીજોના ભાવમાં કેટલો ઘટાડો થશે કંપનીએ આવું કેમ કર્યું? આ મહિને 3 સપ્ટેમ્બર 2025ના રોજ GST કાઉન્સિલની 56મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સરકારે GSTને સરળ બનાવવાનો નિર્ણય લીધો હતો. પહેલા ટેક્સ સ્લેબ 5%, 12% અને 18% હતા, પરંતુ હવે 12% સ્લેબ હટાવવામાં આવ્યો છે. આનાથી ફક્ત 5% અને 18% એમ બે સ્લેબ બાકી રહેશે. UHT દૂધ, ચીઝ અને જામ જેવી ઘણી ખાદ્ય ચીજોને GSTમાંથી મુક્તિ આપવામાં આવી છે અથવા 5% ટેક્સ સ્લેબમાં મૂકવામાં આવી છે. આ ઉપરાંત, સાબુ, શેમ્પૂ અને ટૂથપેસ્ટ પરનો GST 18% થી ઘટાડીને 5% કરવામાં આવ્યો છે. સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે આ ટેક્સ ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચવાનો છે. આ કારણે, કંપનીએ કિંમતો ઘટાડવાનો નિર્ણય લીધો છે. સરકારે કંપનીઓને જૂના સ્ટોકની MRP બદલવાની મંજૂરી આપી 22 સપ્ટેમ્બરથી નવા GST દરો અમલમાં આવે તે પહેલાં, સરકારે કંપનીઓને તેમના જૂના ન વેચાયેલા સ્ટોકની મેક્સિમમ છૂટક કિંમત (MRP) બદલવાની મંજૂરી આપી છે. ઉત્પાદકો, પેકર્સ અને આયાતકારો હવે સ્ટેમ્પિંગ, સ્ટીકર અથવા ઓનલાઈન પ્રિન્ટિંગ દ્વારા જૂના સ્ટોક પર નવી કિંમતો લગાવી શકશે. ભારતના ગ્રાહક બાબતોના વિભાગે મંગળવારે એક આદેશ જારી કરીને કહ્યું કે આ મંજુરી 31 ડિસેમ્બર 2025 સુધી અથવા જૂનો સ્ટોક ખતમ થઈ જાય ત્યાં સુધી અમલમાં રહેશે. નવી કિંમતો સાથે, કંપનીઓએ જૂની MRP દર્શાવવી જરૂરી રહેશે. લક્ઝરી વસ્તુઓ પર વધુ ટેક્સ લાગશે લક્ઝરી વસ્તુઓ અને તમાકુ ઉત્પાદનો પર હવે 28% ને બદલે 40% GST લાગશે. મધ્યમ અને મોટી કાર, 350ccથી વધુ એન્જિન ધરાવતી મોટરસાઇકલ આ સ્લેબ હેઠળ આવશે. આનાથી તેમની કિંમતોમાં વધારો થઈ શકે છે.
Click here to
Read more