Search…

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    દિલ્હી આશ્રમનો ડર્ટી બાબા ચૈતન્યાનંદ, FIR:17 વિદ્યાર્થિનીઓના યૌન શોષણના આરોપ, અભદ્ર મેસેજ કરતો, અડપલા કરતો, ફેકલ્ટી કહેતા- બાબાની ઇચ્છા પૂરી કરો

    1 week ago

    દિલ્હીના વસંત કુંજ ખાતે શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટના પૂર્વ ચીફ સ્વામી ચૈતન્યનંદ સરસ્વતી ઉર્ફે પાર્થ સારથી પર સત્તર વિદ્યાર્થિનીઓએ યૌન શોષણના આરોપ લગાવ્યા છે. વિદ્યાર્થિનીઓએ તેના પર અભદ્ર મેસેજ કરવાના અને બળજબરીથી ખોટી રીતે સ્પર્શ કરવાના આરોપ લગાવ્યા છે. પીડિત વિદ્યાર્થિનીઓ EWS શિષ્યવૃત્તિ હેઠળ સંસ્થામાં PGDM (પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ) નો અભ્યાસ કરી રહી છે. તેમનો દાવો છે કે કોલેજના મહિલા ફેકલ્ટી અને અન્ય સ્ટાફે આરોપીની વાત માનવા માટે તેમને દબાણ કરતા હતા. 4 ઓગસ્ટના રોજ ચૈતન્યનંદ સામે FIR કરવામાં આવી હતી. 9 ઓગસ્ટના રોજ તેને પદ પરથી હટાવવામાં આવ્યા હતા. તે હાલમાં ફરાર છે. પોલીસે તેમને ઉત્તર પ્રદેશના આગ્રા નજીક લોકેશન મળ્યું છે. પોલીસે તેની વોલ્વો કાર જપ્ત કરી છે, જેના પર નકલી સંયુક્ત રાષ્ટ્ર (39 UN 1)ની નંબર પ્લેટ લાગેલી છે. વિદ્યાર્થિનીઓએ કહ્યું કે વોર્ડને તેમને ચૈતન્યનંદ સાથે પરિચય કરાવ્યો હતો દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, મઠ અને તેની મિલકતોના એડમિનિસ્ટ્રેટર પી.એ. મુરલીએ 4 ઓગસ્ટના રોજ આરોપી સામે ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન, 32 વિદ્યાર્થિનીઓના નિવેદનો નોંધવામાં આવ્યા હતા, જેમાંથી 17 વિદ્યાર્થિનીઓએ ચૈતન્યનંદ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. વિદ્યાર્થિઓએ દાવો કર્યો હતો કે સંસ્થામાં કામ કરતા કેટલાક વોર્ડને તેમને આરોપી સાથે પરિચય કરાવ્યો હતો. પોલીસે વસંત કુંજ ઉત્તર પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 75(2)/79/351(2) હેઠળ આરોપી વિરુદ્ધ કેસ નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. અગાઉ પણ બાબા વિરુદ્ધ છેડતીના બે કેસ પણ નોંધાયા છે દિલ્હી પોલીસના સૂત્રોના જણાવ્યા મુજબ, આરોપી બાબા ચૈતન્યનંદ ઓડિશાનો રહેવાસી છે. તે છેલ્લા 12 વર્ષથી દિલ્હીના આશ્રમમાં રહેતો હતો. ઓડિશામાં પણ આ બાબા વિરુદ્ધ છેડતીના બે કેસ પણ નોંધાયેલા છે. પહેલો કેસ 2009માં નોંધવામાં આવ્યો હતો, જ્યારે બીજો કેસ 2016માં નોંધવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બાબા ચૈતન્યનંદ દિલ્હીના આ આશ્રમના કેરટેકર અને સંચાલક પણ હતો. તે આ જ આશ્રમમાં રહેતો હતો. બાબા ચૈતન્યાનંદ પર આરોપ લગાવનારી છોકરીઓએ તેમના કોર્ટના નિવેદનોમાં જણાવ્યું હતું કે બાબા તેમને સતત બ્લેકમેલ કરતો હતો અને જો તેઓ કોઈને પણ આ વિશે વાત જણાવશે તો ગંભીર પરિણામોની ધમકી પણ આપતો હતો. બાબા સતત પોતાનું લોકેશન બદલી રહ્યો છે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે કેસ નોંધવામાં આવ્યા બાદથી બાબા ચૈતન્યનંદ સતત પોતાનું લોકેશન બદલી રહ્યો છે. આ દરમિયાન તે પોતાના મોબાઇલ ફોનનો ઉપયોગ ઓછો કરી રહ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તેનું છેલ્લું લોકેશન યુપીમાં આગ્રા નજીક હતું. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા ફરિયાદ મળ્યા બાદ, વસંત કુંજ (નોર્થ) પોલીસ સ્ટેશને કેસ નોંધીને આરોપોની તપાસ શરૂ કરી છે. આ આશ્રમમાં હાલમાં વિદ્યાર્થિનીઓની બે બેચ ચાલી રહી છે, જેમાં આશરે 35 વિદ્યાર્થિનીઓ ભણે છે. આમાંથી 17 વિદ્યાર્થીઓએ પોલીસને આપેલા નિવેદનોમાં જણાવ્યું છે કે આશ્રમના ડિરેક્ટર ચૈતન્યાનંદ સરસ્વતીએ તેમનું યૌન શોષણ કર્યુ હતું. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને સંસ્થામાંથી મળેલી હાર્ડ ડિસ્કને FSL તપાસ માટે મોકલી આપી છે. કોર્ટ (પટિયાલા હાઉસ કોર્ટ)માં પીડિતોના નિવેદનો પણ નોંધવામાં આવ્યા છે. આરોપીની વોલ્વો કાર સંસ્થાના ભોંયરામાં મળી આવી હતી સીસીટીવી ફૂટેજના આધારે, ગુનાના સ્થળે અને આરોપીઓના ઠેકાણાઓ પર અનેક દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન, શ્રી શારદા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન મેનેજમેન્ટના ભોંયરામાં ખોટો ડિપ્લોમેટિક નંબર પ્લેટ 39 UN 1 વાળી વોલ્વો કાર પાર્ક કરેલી મળી આવી હતી. જાણવા મળ્યું હતું કે સ્વામી ચૈતન્યનંદ આ કારનો ઉપયોગ કરી રહ્યા હતા. પોલીસે કાર જપ્ત કરી છે. આરોપીઓની શોધખોળ ચાલુ છે. આ દરમિયાન, કર્ણાટકના શ્રૃંગેરી સ્થિત દક્ષિણમ્નોય શ્રી શારદા પીઠ, જે સંસ્થાનું સંચાલન કરે છે, તેણે આ બાબતે એક નિવેદન જાબેર કર્યું છે. પીઠે જણાવ્યું હતું કે સ્વામી ચૈતન્યનંદનું આચરણ અને પ્રવૃત્તિઓ ગેરકાયદેસર અને પીઠના હિતોની વિરુદ્ધ હતી, અને તેથી, પીઠનો તેમની સાથે કોઈ સંબંધ રહેશે નહીં. દિલ્હીમાં યૌન શોષણ સંબંધિત આ સમાચાર પણ વાંચો... લલિત મોદીના ભાઈની બળાત્કાર કેસમાં ધરપકડ: મહિલાએ 2019થી શોષણ અને બ્લેકમેઇલિંગનો આરોપ લગાવ્યો દિલ્હી પોલીસે 18 સપ્ટેમ્બરની સાંજે દિલ્હી એરપોર્ટ પરથી ઉદ્યોગપતિ સમીર મોદીની ધરપકડ કરી હતી, જે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીના ભાઈ છે. એક મહિલાએ સમીર મોદી પર 2019થી વારંવાર બળાત્કાર, બ્લેકમેઇલિંગ અને છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.
    Click here to Read more
    Prev Article
    1.9 Million On Instagram Followed Her Cancer Journey. At 14, She's Dead
    Next Article
    October Grah Gochar 2025: अक्टूबर में बुध, शुक्र, सूर्य, मंगल ग्रह राशि परिवर्तन, इन राशियों पर पड़ने वाला है प्रभाव

    Related National Updates:

    Comments (0)

      Leave a Comment