Search…

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    EVM પર હવે ઉમેદવારોના કલરિંગ ફોટોગ્રાફ્સ હશે:નામ પણ મોટા અક્ષરોમાં લખવામાં આવશે, એટલે મતદારો સરળતાથી વાંચી શકે; બિહારની ચૂંટણીથી શરૂઆત

    2 weeks ago

    EVM મતપત્રોમાં હવે ઉમેદવારોના કલરિંગ ફોટોગ્રાફ્સ હશે. ઉમેદવારોના નંબર અને ફોન્ટનું કદ પણ મોટું હશે, જેનાથી મતદારો તેને વાંચવા અને જોવામાં સરળતા રહેશે. સમાચાર એજન્સી ANI અનુસાર, ચૂંટણી પંચ (ECI) બિહાર વિધાનસભા ચૂંટણીઓથી આ પ્રક્રિયા શરૂ કરશે. ECએ આ હેતુ માટે માર્ગદર્શિકા જારી કરી છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે આ પહેલ મતદારોની સુવિધા અને ચૂંટણી પ્રક્રિયામાં સુધારો કરવા માટે છેલ્લા છ મહિનામાં અમલમાં મુકવામાં આવેલા 28 સુધારાઓનો એક ભાગ છે. ચૂંટણી નિયમો 1961ના નિયમ 49B હેઠળ EVM મતપત્રોની ડિઝાઇન અને છાપકામ માટેની હાલની માર્ગદર્શિકામાં સુધારો કરવામાં આવ્યો છે, જેથી તેમની સ્પષ્ટતા અને વાંચનક્ષમતામાં વધારો થાય. ઉમેદવાર/NOTA સીરીયલ નંબરો ભારતીય અંકોમાં આંતરરાષ્ટ્રીય ફોર્મેટમાં છાપવામાં આવશે (એટલે ​​કે, 1, 2, 3...). સ્પષ્ટતા માટે ફોન્ટ સાઈઝ 30 અને બોલ્ડ. EVM બેલેટ પેપર 70 GSM પેપરનું હશે ચૂંટણી પંચના નિવેદન મુજબ, EVM મતપત્રો 70 GSM કાગળ પર છાપવામાં આવશે. વિધાનસભા ચૂંટણી માટે ખાસ RGB મૂલ્યવાળા ગુલાબી રંગના કાગળનો ઉપયોગ કરવામાં આવશે. બધા ઉમેદવારો/NOTAના નામ સમાન ફોન્ટ પ્રકાર અને ફોન્ટ કદમાં મોટા અક્ષરોમાં સરળતાથી વાંચી શકાય તે માટે છાપવામાં આવશે.
    Click here to Read more
    Prev Article
    Jemimah Rodrigues Ruled Out Of Australia ODIs, Tejal Hasabnis Replaces
    Next Article
    રેપર હની સિંહને મોહાલી લોક અદાલતમાંથી રાહત મળી:2018ના ગીત 'મખના' કેસમાં અદાલતે પોલીસ ક્લોઝર રિપોર્ટ સ્વીકારી લીધો; 6 વર્ષ જૂની FIR રદ

    Related National Updates:

    Comments (0)

      Leave a Comment