રાજ્ય સરકાર ફરી ફિલ્મફેરનુ આયોજન કરશે. અગાઉ ગિફ્ટ સિટી ખાતે 69મા ફિલ્મફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેની સફળતા બાદ ફરી એક વાર 70મા ફિલ્મફેરનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં બોલિવૂડ એક્ટર વિક્રાંત મેસી અને કરણ જૌહરે હાજરી આપી હતી. રાજ્ય સરકાર અને ફિલ્મફેર વચ્ચે MoU
ગુજરાતમાં ફિલ્મફેર એવોર્ડના આયોજન માટે રાજ્ય સરકાર અને ફિલ્મફેર વચ્ચે MoU કરવામાં આવ્યાં છે. આ પ્રસંગે બોલિવૂડ એક્ટર વિક્રાંત મેસીએ કહ્યું હતુ કે- હું વડોદરામાં રહ્યું છે અને અમદાવાદ-વડોદરામાં મારા ઘણા મિત્રો રહે છે. મને જ્યારે પણ સમય મળે છે ત્યારે હું અહીં આવતો રહું છું. મને મારો પ્રથમ ફિલ્મફેર પણ ગિફ્ટ સિટીમાં યોજાયેલા ફિલ્મફેરમાં મળ્યો હતો. હું ટેન્શનમાં હતો અને મારા પિતાએ કહ્યું હતું કે- ગાયત્રી મંત્ર બોલ અને એવોર્ડ મળશે. ફિલ્મફેરનો ઈતિહાસ 70 વર્ષનો રહ્યો છે. ફિલ્મ નોમીનેશન અને એવોર્ડ અમારા માટે ખૂબ મહત્વનો છે. છેલ્લે તેણે ગુજરાત સરકારનો આભાર માન્યો હતો. 'એન્ટરટેઈન્મેન્ટ ડેસ્ટીનેશન માટે ગુજરાત ફેવરિટ'
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે- આજે 70મા ફિલ્મફેર માટે સતત બીજી વાર MoU થયા છે. રાજ્ય સરકારે ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત ફિલ્મીંગ ઈન્સેન્ટિવ સ્કીમ અને સિનેમેટિક ટુરિઝમ પોલીસી અમલમાં મુકી છે. તેના કારણે રાજ્ય ફિલ્મ ઉદ્યોગનું હબ બની રહ્યું છે. એફડીઆઈ અને બિઝનેસ ઈન્વેસ્ટમેન્ટની સાથે હવે એન્ટરટેઈન્મેન્ટ ડેસ્ટીનેશન માટે પણ ગુજરાત માનીતુ બન્યું છે. રાજ્ય સરકાર સિનેમેટિક ટુરિઝમને પ્રોત્સાહન આપવા પ્રતિબદ્ધ છે. 2024 ફિલ્મફેર વિનર લિસ્ટઃ 2024માં કયા સેલેબ્સ આવ્યા હતા?
Click here to
Read more