બેંગલુરુથી વારાણસી જતી એર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં એક મુસાફરે કોકપીટનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો. તેણે દરવાજાનો સાચો પાસકોટ પણ નાખ્યો, પરંતુ કેપ્ટને હાઈજેકના ભયથી દરવાજો ખોલ્યો નહીં. કેપ્ટને એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ને તેની જાણકારી આપી. ATC એ એરપોર્ટ અધિકારીઓને જાણ કરી. વિમાન વારાણસીમાં લેન્ડ થતાંની સાથે જ CISF એ આરોપી અને તેના સાત સાથીઓની અટકાયત કરી. તેમની બંધ રૂમમાં પૂછપરછ કરવામાં આવી રહી છે. વારાણસીની ફુલપુર પોલીસે આ વાતની પુષ્ટિ કરી. એક મુસાફરે X પર પણ આ ઘટના વિશે પોસ્ટ કરી. આ સમાચાર સતત અપડેટ થઈ રહ્યા છે...
Click here to
Read more