Search…

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    કોલકાતા રેપ કેસ- CCTV ફૂટેજમાં ગેંગરેપની પુષ્ટિ:આરોપી વિદ્યાર્થીની સાથે બળજબરી કરતો દેખાયો; 5 સભ્યોની SITની રચના, 4 આરોપીઓની ધરપકડ

    3 months ago

    કોલકાતાની એક લોની વિદ્યાર્થીની પર થયેલા ગેંગરેપ કેસમાં, ભારતીય જનતા પાર્ટીએ દાવો કર્યો છે કે આરોપીઓના તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના દિગ્ગજ નેતાઓ સાથે સંબંધો છે. આ સાથે, ભાજપે મુખ્યમંત્રી મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરી છે. ભાજપે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસ આરોપીઓને બચાવી રહી છે. પાર્ટીના પ્રવક્તા ગૌરવ વલ્લભે કહ્યું કે જ્યારે બળાત્કારના આરોપીઓ વારંવાર ટીએમસી સાથે સંકળાયેલા હોવાનું જાણવા મળે છે, ત્યારે તે સરકારની નિષ્ફળતા છે. તેમણે કહ્યું કે રાજ્યમાં મહિલાઓની સુરક્ષાની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. ટીએમસીએ તેના સત્તાવાર નિવેદનમાં કહ્યું કે પાર્ટીનું વલણ મહિલાઓ વિરુદ્ધના ગુનાઓ પર 'ઝીરો ટોલરન્સ' છે અને ગુનેગારોને સૌથી કડક સજા મળવી જોઈએ. ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું કે રાજ્ય સરકારે કાર્યવાહી કરવામાં વિલંબ કર્યો નથી અને 12 કલાકની અંદર તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમણે ભાજપ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે ભાજપ બળાત્કારીઓ અને ગુનેગારોને સન્માન આપે છે. આ ઘટના 25 જૂનના રોજ કોલેજના ગ્રાઉન્ડ ફ્લોર પરના ગાર્ડ રૂમમાં બની હતી. આરોપીઓ મનોજીત મિશ્રા (31), ઝૈબ અહેમદ (19) અને પ્રમિત મુખર્જી (20) છે. મનોજીત મુખ્ય આરોપી છે અને કોલેજનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે જ્યારે ઝૈબ અને પ્રમિત કોલેજના વિદ્યાર્થીઓ છે. મેડિકલ રિપોર્ટમાં પીડિતા પર સામૂહિક બળાત્કાર થયો હોવાની પુષ્ટિ થઈ શનિવારે પીડિત વિદ્યાર્થીનીનો મેડિકલ રિપોર્ટ આવ્યો, જેમાં રેપની પુષ્ટિ થઈ. કોલકાતા નેશનલ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં (CNMC) મેડિકલ તપાસ કરવામાં આવી. કસ્બા પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, પીડિતાના શરીર પર બળજબરી, બચકા ભરવાના અને નખથી ઉઝરડાના નિશાન જોવા મળ્યા છે. એ પણ પુષ્ટિ થઈ છે કે તેને માર મારવામાં આવ્યો હતો. પોલીસે 26 જૂને બે આરોપીઓની અને શુક્રવારે સવારે ત્રીજા આરોપીની ધરપકડ કરી હતી. કોર્ટે શુક્રવારે ત્રણેય આરોપીઓને 1 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. શનિવારે લો કોલેજના ગાર્ડ પિનાકી બેનર્જી (55)ની પણ ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટના અંગે ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. બેનર્જીએ કહ્યું- જો કોઈ મિત્ર જ તેના મિત્ર પર બળાત્કાર કરે તો શું કરી શકીએ? ભાજપે તપાસ સમિતિની રચના કરી ભાજપ આ મુદ્દા પર રાજ્ય સરકાર પર સતત હુમલો કરી રહી છે. દરમિયાન ભાજપે ચાર સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે. આ સમિતિમાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સતપાલ સિંહ, મીનાક્ષી લેખી સહિત સાંસદો વિપલ કુમાર દેવ અને મનન કુમાર મિશ્રાનો સમાવેશ કરવામાં આવ્યો છે. પીડિતાએ કહ્યું- મારી સાથે 3.30 કલાક સુધી બળાત્કાર અને માર મારપીટ કરી, હું શ્વાસ પણ લઈ શકતી ન હતી જો મુખ્ય આરોપી એક જ છે, તો પછી ગેંગરેપનો કેસ કેમ... મુખ્ય પોલીસ ફરિયાદી સોરીન ઘોષાલે સમજાવ્યું કે સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ, ગેંગ રેપના કેસોમાં સામેલ જૂથની તમામ વ્યક્તિઓને જવાબદાર ઠેરવવી જોઈએ, ભલે તે બધાએ બળાત્કારનું કૃત્ય ન કર્યું હોય. આ કેસમાં બે અન્ય વ્યક્તિએ પણ બળાત્કારમાં મદદ કરી હતી, તેથી આ ગેંગ રેપનો કેસ છે અને તેઓ પણ આ કેસમાં આરોપી છે. ભાજપનો આરોપ- એક આરોપી તૃણમૂલ સાથે સંકળાયેલો છે ભાજપના નેતા અમિત માલવિયાએ સોશિયલ મીડિયા પર એક બંગાળી સમાચાર અહેવાલ શેર કર્યો અને લખ્યું, "આઘાતજનક ઘટના! કોલેજ કેમ્પસમાં કાયદાની એક મહિલા વિદ્યાર્થિની સાથે ગેંગરેપ થયો હતો, આરોપીઓમાં એક પૂર્વ વિદ્યાર્થી અને બે કોલેજ સ્ટાફનો સમાવેશ થાય છે." તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે આ કેસમાં તૃણમૂલ કોંગ્રેસ સાથે સંકળાયેલી એક વ્યક્તિ પણ સામેલ છે. બીજી તરફ, ટીએમસી સ્ટુડન્ટ વિંગના વડા ત્રિંકુર ભટ્ટાચાર્યએ કહ્યું- અમે ક્યારેય કહ્યું નથી કે મનોજીત મિશ્રા ટીએમસી સ્ટુડન્ટ વિંગ સાથે સંકળાયેલો નથી, પરંતુ તે જુનિયર સભ્ય હતો. કોલેજમાં ટીએમસી સ્ટુડન્ટ વિંગની કોઈ એક્ટિવ ટીમ નથી. બંગાળ સરકારના મંત્રી શશિ પંજાએ કહ્યું- અપરાજિતા બિલ (બળાત્કારના દોષિતો માટે મૃત્યુદંડ) પશ્ચિમ બંગાળ વિધાનસભામાં પસાર થયું હતું. તેને હજુ સુધી કાયદો બનાવવામાં આવ્યો નથી, કારણ કે ભાજપે એને અટકાવ્યું હતું. મહિલાનું શરીર તમારા રાજકારણ માટે યુદ્ધનું મેદાન નથી. તેનું સન્માન કરવું જોઈએ. કોલકાતામાં 10 મહિનામાં આ બીજી ઘટના છે... 2024માં, આરજી કર હોસ્પિટલમાં એક ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી બળાત્કાર-હત્યા કેસ સંબંધિત આ સમાચાર પણ વાંચો... કોલકાતા રેપ-હત્યા કેસમાં સંજય રોય દોષિત: સંજયે કહ્યું- મને ફસાવવામાં આવ્યો, IPS આમાં સામેલ છે 18 જાન્યુઆરીના રોજ સિયાલદાહ કોર્ટે કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં એક ટ્રેઈની ડોક્ટરનો રેપ અને હત્યા કેસમાં મુખ્ય આરોપી સંજય રોયને દોષિત ઠેરવ્યો. સંજયે કહ્યું- મને ફસાવવામાં આવ્યો છે અને IPS આમાં સામેલ છે.
    Click here to Read more
    Prev Article
    CM Yogi Adityanath pays tribute to philanthropist, Bhamashah; honors top tax-paying traders
    Next Article
    મન કી બાતનો 123મો એપિસોડ:PM મોદી યોગ દિવસ, શુભાંશુ શુક્લાની અવકાશ યાત્રા અને કટરા-શ્રીનગર વંદે ભારત વિશે વાત કરી શકે છે

    Related National Updates:

    Comments (0)

      Leave a Comment