સિદ્ધાર્થ મલ્હોત્રા આ દિવસોમાં પોતાની ફિલ્મ 'પરમ સુંદરી'ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મ 29 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ હતી અને તે સાઉથ કલ્ચર પર આધારિત છે. પ્રમોશન માટે, સિદ્ધાર્થ મલ્હોત્રાએ તાજેતરમાં સાઉથની એક ફોટો-વીડિયો સિરીઝ પોસ્ટ કરી હતી. આમાંથી એક વીડિયોમાં, એક્ટર હાથીને એઠું પાણી પીવડાવી રહ્યો છે, જેના કારણે સોશિયલ મીડિયા પર યુઝર્સ ગુસ્સે ભરાયા હતા. સિદ્ધાર્થ મલ્હોત્રા દ્વારા તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરાયેલા એક વીડિયોમાં, એક્ટર નદીમાં ઊભા રહીને ગ્લાસમાંથી પાણી પીતા જોવા મળે છે. અડધું પાણી પોતે પીધા પછી, સિદ્ધાર્થ બાકીનું પાણી હાથીના મોંમાં ફેંકી દે છે. આ વીડિયો સામે આવ્યા બાદ સિદ્ધાર્થ મલ્હોત્રાને ભારે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. એક યુઝરે લખ્યું છે કે- મોટા ભાઈ, તમારે હાથીને એઠું પાણી પીવડાવવું જોઈતું ન હતું. તમે ખોટું કર્યું છે. બીજા યુઝરે કહ્યું- હાથીને એઠું પાણી પીવડાવવું ખોટી વાત છે. એક યુઝરે લખ્યું, તે ગણપતિ બાપ્પાનો અવતાર છે અને તમે તેમને પીવા માટે એઠું પાણી આપી રહ્યા છો. આ સારું નથી. સિદ્ધાર્થ મલ્હોત્રાએ શેર કરેલી તસવીરો જુઓ- ફિલ્મ 'પરમ સુંદરી' 29 ઓગસ્ટના રોજ રિલીઝ થઈ હતી, જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જાહ્નવી કપૂર મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્માણ દિનેશ વિજન દ્વારા મેડોક ફિલ્મ્સના બેનર હેઠળ કરવામાં આવ્યું છે, જ્યારે તેનું ડિરેક્શન તુષાર જલોટા દ્વારા કરવામાં આવ્યું છે. 60 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે માત્ર 2 દિવસમાં લગભગ 27 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે.
Click here to
Read more