Search…

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    પાકિસ્તાની કલાકારોના અકાઉન્ટ્સ એક્ટિવ થતાં હોબાળો:AICWA એ પીએમ મોદીને પત્ર લખ્યો; સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ફરી પ્રતિબંધ મૂકાયો

    3 months ago

    જમ્મુ કાશ્મિરના પહેલગામમાં આતંકવાદી હુમલા પછી ભારતમાં બધા પાકિસ્તાની કલાકારોના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે. પરંતુ તાજેતરમાં કેટલાક પાકિસ્તાની કલાકારોના અકાઉન્ટ્સ ફરી દેખાવા લાગ્યા છે. પરિણામે ઓલ ઈન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન (AICWA) એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે, જેમાં તેમણે આ મુદ્દાને તાત્કાલિક રાષ્ટ્રીય ચિંતા ગણાવી છે અને કાયમી રાષ્ટ્રવ્યાપી પ્રતિબંધની માંગ કરી છે. હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, આ મામલા સાથે સંકળાયેલા અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે, 'કામચલાઉ પ્રતિબંધ હટાવવો એ એક ટેકનિકલ ભૂલ હતી. આ કારણે, પાકિસ્તાની કલાકારોના અકાઉન્ટ અનબ્લોક કરવામાં આવ્યા હતા.' જોકે, ફરી એકવાર ભારતમાં પાકિસ્તાની કલાકારોના સોશિયલ મીડિયા અકાઉન્ટ દેખાતા નથી. 'શહીદોનું અપમાન અને દેશ સાથે વિશ્વાસઘાત' પીએમ મોદીને લખેલા પત્રમાં AICWAએ કહ્યું છે કે, 'ભારતીય ડિજિટલ પ્લેટફોર્મ પર પાકિસ્તાની આર્ટિસ્ટ, ઇન્ફ્લુએન્સર્સ અને ચેનલોનું ફરીથી દેખાવું એ આપણા શહીદોનું ઘોર અપમાન અને રાષ્ટ્ર સાથે વિશ્વાસઘાત છે. જે લોકો ભારતની ધરતી પરથી કમાણી કરે છે, તેઓ તેની વિરૂદ્ધ આતંકવાદને ફંડ નથી કરી શકતા. આતંકવાદ અને મનોરંજન એક સાથે ચાલી ન શકે. ઓલ ઇન્ડિયા સિને વર્કર્સ એસોસિએશન ભારતમાં દરેક પ્રકારના પાકિસ્તાની કન્ટેન્ટ, અકાઉન્ટ્સ અને કોલબ્રેશન પર તાત્કાલિક અને કાયમી પ્રતિબંધ મૂકવાની માંગ કરે છે.' પત્રમાં કહેવામાં આવ્યું છે કે, 'પાકિસ્તાન એક આતંકવાદી સ્ટેટ છે. આપણે એ ન ભૂલવું જોઈએ કે પાકિસ્તાન હંમેશા આતંકવાદી દેશ હતું, છે અને હંમેશા રહેશે. આ એ જ દેશ છે જેણે 26/11 ના મુંબઈ હુમલો, પુલવામા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ, ઉરી બેઝ કેમ્પ, પહેલગામ, પઠાણકોટ અને કારગિલ હુમલાનું કાવતરું ઘડ્યું હતું.' નોંધનીય છે કે, પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતમાંથી બધા પાકિસ્તાની કલાકારોના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. ઉપરાંત ગૃહ મંત્રાલયની ભલામણ પર ભારત સરકારે 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ચેનલો પર ભારત, ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ભડકાઉ, સાંપ્રદાયિક અને ભ્રામક સમાચાર ફેલાવવાનો આરોપ હતો. પરંતુ બે દિવસ પહેલા, કેટલાક પાકિસ્તાની કલાકારો અને ક્રિકેટરોના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો હતો. બોલિવૂડ ફિલ્મ 'સનમ તેરી કસમ'માં જોવા મળેલી પાકિસ્તાની એક્ટ્રેસ માવરા હોકેન ઉપરાંત, સબા કમર, યુમના ઝૈદી, દાનિશ તૈમૂર, અહદ રઝા મીર જેવા કલાકારોના અકાઉન્ટ્સ પણ એક્ટિવ હતા.
    Click here to Read more
    Prev Article
    Karnataka caste survey: CCTV footage shows BBMP workers skipping houses; BJP calls it 'comedy of errors'
    Next Article
    Money laundering case: Court rejects Jacqueline Fernandez's plea to junk case; ED says 'prima facie case made out'

    Related Entertainment Updates:

    Comments (0)

      Leave a Comment