Search…

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    પાકિસ્તાનમાં એક જ પરિવારના 9 લોકોનાં મોત:નદીમાં ફોટા પાડતા હતા ને અચાનક પૂર આવ્યું; પાકિસ્તાનનો ભયાનક LIVE વીડિયો

    3 months ago

    શુક્રવારે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં સ્વાત નદીમાં અચાનક આવેલા પૂરમાં 17 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ગુમ થયા છે. મૃત્યુ પામેલા લોકોમાંથી 9 લોકો એક જ પરિવારના હતા. જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, 17 લોકોનો એક પરિવાર સ્વાત નદીના કિનારે પિકનિક મનાવવા આવ્યો હતો. લોકો નદીમાં ફોટા પાડી રહ્યા હતા ત્યારે અચાનક પૂર આવ્યું. તેમના સંબંધીઓ તેમને બચાવવા દોડ્યા, પરંતુ તેઓ પણ પૂરમાં ફસાઈ ગયા. બચાવ ટીમે 9 લોકોના મૃતદેહ બહાર કાઢ્યા છે. ચારને બચાવી લેવામાં આવ્યા છે. સ્વાત નદીમાં આવેલા પૂરના ફોટોઝ... સ્વાત નદીમાં બચાવ કામગીરી ચાલુ છે પાકિસ્તાન જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, નદી કિનારે પાંચ સ્થળોએ બચાવ કાર્યકર્તાઓ બચાવ કામગીરી ચલાવી રહ્યા છે અને 80 થી વધુ બચાવ કાર્યકર્તાઓ તેમાં રોકાયેલા છે. શુક્રવારે જ, પ્રાંતીય કટોકટી સેવાના પ્રવક્તા શાહ ફહાદે જણાવ્યું હતું કે લગભગ 100 બચાવ કાર્યકર્તાઓએ 58 લોકોને બચાવ્યા છે અને ગુમ થયેલા પ્રવાસીઓની શોધ ચાલુ છે. 24 કલાકમાં વરસાદને કારણે 10 લોકોના મોત પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પ્રવાસીઓના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને અધિકારીઓને નદીઓ અને નાળાઓ નજીક સુરક્ષા વધારવાનો નિર્દેશ આપ્યો હતો. વધુમાં, બચાવ અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા 24 કલાકમાં પૂર્વી પંજાબ અને દક્ષિણ સિંધ પ્રાંતમાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયા છે.
    Click here to Read more
    Prev Article
    Nostalgia hits hard: 41 years after Rakesh Sharma's 'saare jahan se acha', Shubhanshu Shukla calls India 'majestic' from space
    Next Article
    'If there are issues ... ': Shashi Tharoor reacts to his cryptic bird post- watch

    Related International Updates:

    Comments (0)

      Leave a Comment