નમસ્તે, ગઈકાલના મોટા સમાચાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા હતા, જેમાં તેમણે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ અટકાવ્યાનો દાવો કર્યો હતો. બીજા મોટા સમાચાર રૂપિયો તેના સૌથી નીચા સ્તરે પહોંચ્યો હતો. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર 1. આઝાદી પછી પહેલી વાર કોંગ્રેસ કાર્યકારી સમિતિ પટનામાં મળશે. 2. 1984ના શીખ વિરોધી રમખાણો કેસમાં કોંગ્રેસના પૂર્વ નેતા સજ્જન કુમારની અરજી પર સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. રાહુલે કહ્યું-વોટ ચોરી અને બેરોજગારી વચ્ચે સીધો સંબંધ:યુવાનો પોતાના ભવિષ્ય માટે સંઘર્ષ કરી રહ્યા છે, મોદી પોતાના અબજોપતિઓને કમાણી કરાવવામાં વ્યસ્ત લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે ફરી ભાજપ પર વોટ ચોરીનો આરોપ લગાવ્યો. તેમણે X પર લખ્યું કે બેરોજગારી એ દેશના યુવાનો સામેની સૌથી મોટી સમસ્યા છે અને આ સીધી રીતે વોટ ચોરી સાથે જોડાયેલી છે. તેમણે બિહારના બેરોજગાર યુવાનોનો એક વીડિયો શેર કર્યો અને લખ્યું - જ્યારે કોઈ સરકાર લોકોનો વિશ્વાસ જીતીને સત્તામાં આવે છે, ત્યારે તેની પહેલી ફરજ યુવાનોને રોજગાર અને તકો પૂરી પાડવાની હોય છે. રાહુલે કહ્યું કે દેશના યુવાનો સખત મહેનત કરે છે, સપના જુએ છે અને પોતાનું ભવિષ્ય બનાવવા માટે પ્રયત્ન કરે છે. પરંતુ મોદી ફક્ત પોતાના પીઆર, સેલિબ્રિટીઝ પાસે પોતાના ગુણગાન કરાવવા અને અબજોપતિઓનો નફો કરાવવામાં વ્યસ્ત છે. યુવાનોની આશાઓને કચડી નાખવા અને તેમને નિરાશ કરવાની આ સરકારની ઓળખ બની ગઈ છે. વાંચો સંપૂર્ણ સમાચાર 2. ટ્રમ્પે ફરી કહ્યું, મેં ભારત-પાકિસ્તાન યુદ્ધ રોકાવ્યું, વિશ્વમાં સાત યુદ્ધો રોકવાની જવાબદારી UNની હતી; પણ આ કામ મારે કરવું પડ્યું અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ને સંબોધિત કરી હતી. તેમના ભાષણની શરૂઆતમાં, ટ્રમ્પે કહ્યું કે ટેલિપ્રોમ્પ્ટર કામ કરી રહ્યું નથી. તેમણે ઉમેર્યું કે તે કોઈ સમસ્યા નથી, તેમણે કહ્યું કે તે હૃદયથી બોલવાની એક રીત છે. ટ્રમ્પ તેમના બીજા કાર્યકાળમાં પ્રથમ વખત સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)ને સંબોધિત કરી રહ્યા છે. તેમણે છેલ્લે 2020માં રાષ્ટ્રપતિ તરીકે યુએનને સંબોધિત કર્યું હતું. ટ્રમ્પના ભાષણના એજન્ડામાં છ મુખ્ય મુદ્દાઓનો સમાવેશ થાય છે, જેમાં રશિયા-યુક્રેન યુદ્ધ, ગાઝા યુદ્ધ અને વૈશ્વિક સંગઠનોની કામગીરીનો સમાવેશ થાય છે. તેઓ તેમની સરકારની સિદ્ધિઓની પણ ચર્ચા કરશે. વ્હાઇટ હાઉસે આજે સવારે જાહેરાત કરી હતી કે ટ્રમ્પ તેમના ભાષણમાં વૈશ્વિક સંગઠનોની ટીકા કરશે અને સમજાવશે કે આ સંગઠનો વૈશ્વિક વ્યવસ્થાને કેવી રીતે નુકસાન પહોંચાડી રહ્યા છે. UNમાં ટ્રમ્પે ફરીવાર કહ્યું કે, મેં ભારત-પાકિસ્તાન યુદ્ધ રોકાવ્યું. વાંચો સંપૂર્ણ સમાચાર 3. રૂપિયો રેકોર્ડ ઓલ ટાઈમ નીચા સ્તરે:ડોલર સામે10 પૈસા ઘટીને ₹88.49 પર પહોંચ્યો; વિદેશી વસ્તુઓ મોંઘી થશે આજે (23 સપ્ટેમ્બર) ડોલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો. સવારના કારોબારમાં તે 88.49 પર પહોંચી ગયો, જે બે અઠવાડિયા પહેલાના 88.46ના તેના સર્વકાલીન નીચલા સ્તરને વટાવી ગયો. સવારે ડોલર સામે રૂપિયો 10 પૈસા ઘટીને 88.41 પર ખુલ્યો હતો. સોમવારે ડોલર સામે રૂપિયો 12 પૈસા ઘટીને 88.31 પર બંધ થયો હતો. એશિયન બજારોમાં ડોલરમાં થોડો ઘટાડો થવા વચ્ચે આ ઘટાડો આવ્યો છે. નિષ્ણાતોના મતે એશિયન ચલણોની નબળાઈ અને અમેરિકન ડોલરની મજબૂતાઈને કારણે રૂપિયામાં ઘટાડો થયો છે. આ ઉપરાંત અમેરિકન ટેરિફ અને H1B વિઝા ફીમાં $100,000 સુધીનો વધારો થવાથી રૂપિયાને બેવડો ફટકો પડ્યો છે. વાંચો સંપૂર્ણ સમાચાર 4. મોહનલાલને મળ્યો દાદાસાહેબ ફાળકે:જાનકી સહિત ત્રણ ગુજરાતીઓ ચમક્યાં; શાહરુખ-વિક્રાંતને બેસ્ટ એક્ટર, રાનીને બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ યોજાઈ રહ્યો છે. શાહરુખ ખાનને કરિયરનો પહેલો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો, જ્યારે રાની મુખર્જીએ પણ બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ એવોર્ડ જીત્યો હતો. બધા વિજેતાઓની જાહેરાત 1 ઓગસ્ટના રોજ કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિજેતાઓનું સન્માન કર્યું. આ પુરસ્કારો વર્ષ 2023માં રિલીઝ થયેલી ફિલ્મોના આધારે આપવામાં આવ્યા. ગુજરાતી પ્રોડ્યુસર કલ્પેશ સોની અને ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકને બેસ્ટ ગુજરાતી ફિલ્મ 'વશ' માટે એવોર્ડ મળ્યો તેમજ બેસ્ટ સ્પોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ જાનકી બોડીવાલાને મળ્યો. આ વર્ષે સાઉથ સુપરસ્ટાર મોહનલાલને ફિલ્મજગતના સૌથી મહત્ત્વપૂર્ણ દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. આ વર્ષે ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'ને બેસ્ટ ડિરેક્શનનો એવોર્ડ આપવાના કારણે વિવાદમાં હતી તેમજ બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો એવોર્ડ જીતનારી મલયાલી એક્ટ્રેસ ઉર્વશીએ રાની મુખર્જી અને શાહરુખ ખાનને આપવામાં આવેલા એવોર્ડ પર પ્રશ્નો ઉઠાવ્યા હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 5. સોનું-ચાંદી ઓલ ટાઈમ હાઈ પર:અમદાવાદમાં સોનું 10 ગ્રામ ₹1.14 લાખને પાર થયું, ચાંદી પણ ₹1,181 વધીને ₹1,34,050 પહોંચી આજે, મંગળવાર, 23 સપ્ટેમ્બરના રોજ સોના અને ચાંદીના ભાવ ફરી એકવાર નવા ઉચ્ચ સ્તરે પહોંચ્યા છે. અમદાવાદમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ₹1,14,380 થયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર, 24 કેરેટ સોનાનો 10 ગ્રામ ₹1,343 વધીને ₹1,13,498 થયો છે. સોમવારે સોનાનો ભાવ ₹1,12,155 ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો. ચાંદી પણ ₹1,181 વધીને ₹1,34,050 પર પહોંચી ગઈ હતી. ગઈકાલે, તેનો ભાવ ₹1,32,869 પ્રતિ કિલોગ્રામ ઓલ ટાઈમ હાઈ પર હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 6. ગાંધીનગરમાં મોડલ યુવકનો સાઇકો કિલર ઝડપાયો:ઘરે આવી કહેતો ચારેયને મારી નાખીશ: માતા, રાત્રે કારમાં બર્થ ડે સેલિબ્રેટ કરતા કપલ પર હુમલો કરી યુવકની હત્યા કરી ગાંધીનગરમાં નર્મદા કેનાલ પાસે થયેલી વૈભવ મનવાણી નામના મોડલ યુવકનો સાઇકો કિલર હત્યારો ઝડપાયો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુ પરમારની ધરપકડ કરી છે. આરોપી વિપુલને રાજકોટના માંડા ડુંગરમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. અંબાપુર નર્મદા કેનાલ પાસે 20 સપ્ટેમ્બરે એક યુવક પર છરીથી હુમલો કરી હત્યા કરવામાં આવી હતી. મૃતક યુવક પોતાના બર્થ ડે નિમિત્તે યુવતી સાથે મોડીરાત્રે નર્મદા કેનાલ પાસે સેલિબ્રેશનમાં મસ્ત હતો. આ દરમિયાન એક અજાણ્યો શખસ લૂંટના ઇરાદે પહોંચ્યો હતો. ત્યાં તેણે યુવકને છરી બતાવી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો. આ સમયે યુવક-યુવતીએ પ્રતિકાર કરતાં તે શખસે છરીથી હુમલો કર્યો હતો. આ હુમલામાં વૈભવ મનવાણીનું ઘટનાસ્થળે મોત થઈ ગયું અને યુવતી ગંભીર ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી.વાંચો સંપૂર્ણ સમાચાર 7. લોકોનાં ગળાં કાપતી ચાઇનીઝ દોરીની ફેક્ટરી ઝડપાઈ:2 કરોડથી વધુનો મુદ્દામાલ મળ્યો, 6 મહિના પહેલાં પણ અહીંથી દોરીનો ગોરખધંધો ઝડપાયો'તો સુરતમાં ઉત્તરાયણના ચાર મહિના પહેલાં જ ધમધમવા લાગેલી ચાઈનીઝ દોરીની ફેક્ટરી ઝડપાઈ છે. અહીં દિવસ-રાત દોરીનું ઉત્પાદન કરાતું હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાસ્થળેથી કુલ 2 કરોડ 18 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો છે. મહત્ત્વની અને ગંભીર વાત એ છે કે છ મહિના પહેલાં સુરત પોલીસે આ જ ફેક્ટરી પર દરોડો પાડીને 20 લાખ રૂપિયાની ચાઈનીઝ દોરી ઝડપી પાડી હતી. તેમ છતાં ફેક્ટરીના સંચાલકોને જાણે પોલીસ કે કાયદાનો કોઈ ડર જ ન હોય એ રીતે અઠવાડિયાથી ફરી ચાઈનીઝ દોરીનું ઉત્પાદન શરૂ કરી દીધું હતું. સુરત પોલીસે આ મામલે જીપીસીપી, જીએસટી, વન વિભાગ, એફએસએલ સહિતના વિભાગોને જોડી વધુ તપાસ હાથ ધરી છે. વાંચો સંપૂર્ણ સમાચાર 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1.નેશનલ : કોલકાતામાં ભારે વરસાદ, 7નાં મોત:રસ્તાઓ-ઘરોમાં 3 ફૂટ સુધી પાણી ભરાયા, 30 ફ્લાઇટ્સ રદ; રેલવે-મેટ્રો સેવા બંધ વાંચો સંપૂર્ણ સમાચાર 2.ઈન્ટરનેશનલ : ફ્લાઇટના લેન્ડિંગ ગિયરમાં સંતાઈને દિલ્હી આવ્યો 13 વર્ષનો કિશોર: પૂછપરછ બાદ તેને અફઘાનિસ્તાન પાછો મોકલી દેવામાં આવ્યો. વાંચો સંપૂર્ણ સમાચાર 3.નેશનલ : ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી ફાટ્યો:આંદામાન અને નિકોબાર ટાપુઓમાં આવેલા બેરેન ટાપુ પર આઠ દિવસમાં બે વિસ્ફોટ થયા. વાંચો સંપૂર્ણ સમાચાર 4.ઈન્ટરનેશનલ : નેપાળ બાદ ઇટલીમાં જોરદાર પ્રદર્શન:PM જોર્જિયા મેલોની વિરુદ્ધ પ્રદર્શન રસ્તા પર આવ્યા લોકો, સ્મોક બોમ્બ, બોટલો અને પથ્થરો પોલીસ પર ફેંક્યા. વાંચો સંપૂર્ણ સમાચાર 5.બિઝનેસ : દિવાળી પર બજારમાં મુહૂર્ત ટ્રેડિંગ 21 ઓક્ટોબરના રોજ થશે:બપોરે 1:45 થી 2:45 વાગ્યા સુધી ટ્રેડિંગ થશે, 69 વર્ષ જૂની આ પરંપરા. વાંચો સંપૂર્ણ સમાચાર 6.સ્પોર્ટ્સ : સૌરવ ગાંગુલી 6 વર્ષ પછી CABનો પ્રમુખ બન્યા:કહ્યું- ઇડન ગાર્ડન્સની ક્ષમતા 1 લાખ સુધી વધારવાનું લક્ષ્ય. વાંચો સંપૂર્ણ સમાચાર 7.ધર્મ તહેવાર : શા માટે અને કેવી રીતે પ્રગટ થયાં દેવી?:માતાને દુર્ગા અને મહિષાસુરમર્દિની કેમ કહેવાય છે? વેદો અને ઇતિહાસમાં દેવી માનો ઉલ્લેખ. વાંચો સંપૂર્ણ સમાચાર 🗣️ ચર્ચિત નિવેદન 😲 ખબર હટકે છોકરો વિમાનના પૈડામાં છુપાઈને દિલ્હી પહોંચ્યો અફઘાનિસ્તાનનો એક 13 વર્ષનો છોકરો વિમાનના લેન્ડિંગ ગિયરમાં છુપાઈને ભારતમાં પહોંચ્યો. તે ઈરાનમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ ખોટી ફ્લાઇટમાં ચઢી ગયો. તેને અફઘાનિસ્તાન પાછો મોકલી દેવામાં આવ્યો છે. જોકે, વિમાનના પૈડામાં છુપાઈને મુસાફરી કરવી જીવલેણ છે, કારણ કે 30,000 ફૂટની ઊંચાઈ પર ઓક્સિજન ઓછો હોય છે અને તાપમાન માઈનસ 60°C સુધી પહોંચી શકે છે. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. ભાસ્કર ઈન્ટરવ્યૂ : ગુજરાતના આ ડેપ્યુટી કલેક્ટરનું 'સિંઘમ' જેવું કામ:પગ પડે ને ખનિજ-માફિયા ફફડે, 200 ફૂટ ઊંડી ખાણમાં ઊતરી ઓપરેશન પાર પાડ્યું 2. પાવાગઢમાં વેઇટરે ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલ્યો, કતલખાના જેવાં દૃશ્યો દેખાયાં:યુવકને માથામાં 3 ઘા માર્યા, ઝેર પિવડાવ્યું, ગળેટૂંપો દીધો; હોટલમાં સાથે આવેલી યુવતી ક્યાં ગુમ થઈ? 3. ભાસ્કર એક્સક્લૂસિવ : શું PoKમાં બેઠેલો અબુ મૂસા છે પહેલગામનો માસ્ટરમાઇન્ડ:આતંકી અફઘાન-સુલેમાનને ટ્રેનિંગ આપી, ગુપ્તચર એજન્સીને કયા પુરાવા મળ્યા 4. આજનું એક્સપ્લેનર:દારૂ પીધા પછી અંગ્રેજી બોલવું સરળ, લસણથી બ્રેસ્ટ મિલ્કનો સ્વાદ વધે છે; આવાં 10 એક્સપેરિમેન્ટ્સ પર મળેલું Ig Nobel પ્રાઇઝ શું છે? 5. Editor's View: ટ્રમ્પે નવો બોમ્બ ફોડ્યો : અફઘાનિસ્તાનનું બગરામ એરબેઝ મેળવવા બેબાકળા, ચીનના પેટમાં ફાળ પડી, જાણો અમેરિકાનો અસલી પ્લાન 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊 માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ બુધવારનું રાશિફળ:કર્ક જાતકોને મહેનતનું સકારાત્મક પરિણામ મળશે, વૃશ્ચિક જાતકોને પ્રેમ સંબંધમાં મુશ્કેલી થઇ શકે (વાંચો સંપૂર્ણ રાશિફળ)
Click here to
Read more