સોમવાર મોડી રાતથી મંગળવાર સવાર સુધી પડેલા મુશળધાર વરસાદથી પશ્ચિમ બંગાળના કોલકાતા અને આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. પાણીમાં વીજળીના કરંટથી અત્યાર સુધીમાં સાત લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં કોલકાતામાં અંદાજે 247.5 મીમી વરસાદ પડ્યો છે. કોલકાતામાં આખી રાત ભારે વરસાદ પડ્યો. મંગળવાર સવાર સુધીમાં, ઘણા વિસ્તારોના રસ્તાઓ પર બે થી ત્રણ ફૂટ પાણી ભરાઈ ગયા હતા. શહેરના ઘણા વિસ્તારોમાં અને લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. કોલકાતા એરપોર્ટ પર પૂર અને ખરાબ હવામાનને કારણે 30 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી અને 42 ફ્લાઇટ્સ મોડી પડી હતી. રસ્તાઓ પર પાણી ભરાઈ જવાથી મુસાફરોને એરપોર્ટ સુધી પહોંચવામાં પણ મુશ્કેલીઓ પડી રહી હતી. પાણી ભરાઈ જવાને કારણે શહીદ ખુદીરામ અને મેદાન મેટ્રો સ્ટેશનો વચ્ચે મેટ્રો સેવા બંધ કરી દેવામાં આવી છે. કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશન (KMC) એ જણાવ્યું હતું કે શહેરના દક્ષિણ અને પૂર્વીય ભાગોમાં સૌથી વધુ વરસાદ પડ્યો હતો. ગારિયા કામદહારીમાં થોડા કલાકોમાં જ 332 મીમી વરસાદ નોંધાયો હતો. દેશભરના હવામાન અપડેટ્સ જાણવા માટે, નીચે આપેલા બ્લોગ પર જાઓ...
Click here to
Read more