સૌરવ ગાંગુલી છ વર્ષ પછી ક્રિકેટ એસોસિયેશન ઑફ બંગાળ (CAB)ના પ્રમુખ તરીકે પાછા ફર્યા છે. કોલકાતામાં યોજાયેલી 94મી વાર્ષિક સામાન્ય સભામાં તે બિનહરીફ ચૂંટાયો હતો. તેના કાર્યકાળ દરમિયાન, ગાંગુલીએ ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમની દર્શકોની ક્ષમતા 100,000 સુધી વધારવાનું લક્ષ્ય રાખ્યું છે. હાલમાં, તે 68,000 છે. આગામી T20 વર્લ્ડ કપ પછી આ પર કામ શરૂ થશે. ગાંગુલીના મતે, તે આ મેગા ઇવેન્ટ દરમિયાન કોલકાતામાં પણ મોટી મેચનું આયોજન થાય તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે. ગાંગુલીએ અગાઉ 2015 થી 2019 સુધી એસોસિયેશનના પ્રમુખ તરીકે સેવા આપી હતી. 2019 થી 2022 સુધી BCCIનો પ્રમુખ હતો
ગાંગુલી અગાઉ 2015 થી 2019 સુધી CAB પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યો છે. ત્યારબાદ તેણે 2019 થી 2022 સુધી BCCI પ્રમુખ તરીકે સેવા આપી હતી. ત્યારથી, તે T20 ફ્રેન્ચાઇઝ સર્કિટમાં ઘણી ટીમ સાથે સંકળાયેલો છે. તે 2021માં અનિલ કુંબલેના સ્થાને ICC મેન્સ ક્રિકેટ કમિટીના ચેરમેન બન્યો. ગાંગુલી 2017માં રવિ શાસ્ત્રીને મુખ્ય કોચ તરીકે પસંદ કરનારી સમિતિનો પણ ભાગ હતો. તે ક્રિકેટ સલાહકાર સમિતિ (CAC)નો સભ્ય હતો, જેમાં સચિન તેંડુલકર અને વીવીએસ લક્ષ્મણ પણ સામેલ હતા. ગાંગુલી તાજેતરમાં SA20ની ચોથી સીઝન માટે પ્રિટોરિયા કેપિટલ્સનો હેડ કોચ બન્યો છે. તે ગયા અઠવાડિયે SA20 ઓક્શન પણ હાજર રહ્યો હતો. T20 ફ્રેન્ચાઇઝના હેડ કોચ તરીકે આ તેનો પહેલો કાર્યકાળ છે. તેણે IPLમાં દિલ્હી કેપિટલ્સ (DC) માટે મેન્ટર તરીકે પણ સેવા આપી છે. ગાંગુલીની ક્રિકેટ કારકિર્દી લગભગ 16 વર્ષની રહી
ગાંગુલીએ 1992માં વેસ્ટ ઈન્ડિઝ સામે વન-ડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું અને 1996માં ઈંગ્લેન્ડના લોર્ડ્સના મેદાન પર ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેણે 131 રનની શાનદાર ઇનિંગ રમી હતી. પોતાની ઈન્ટરનેશનલ કરિયરમાં ગાંગુલીએ 113 ટેસ્ટમાં 7,212 રન અને 311 વન-ડેમાં 11,363 રન બનાવ્યા હતા. તેણે ટેસ્ટમાં 16 સદી અને 22 વન-ડે સદી ફટકારી હતી. વન-ડેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 183 રન હતો, જે તેણે 1999ના વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે બનાવ્યા હતા. વર્ષ 2000માં તે ભારતનો કેપ્ટન બન્યો. ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ, ભારતે વિદેશમાં ઘણી ઐતિહાસિક ટેસ્ટ મેચ જીતી અને 2003ના વર્લ્ડ કપ ફાઇનલમાં પહોંચ્યું. 2002માં લોર્ડ્સમાં નેટવેસ્ટ ટ્રોફી જીતી. તેણે 2008માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી.
Click here to
Read more