બર્મિંગહામ ટેસ્ટમાં ભારત ઇંગ્લેન્ડ સામે મજબૂત સ્થિતિમાં છે. ભારતીય ટીમે ઇંગ્લેન્ડને 608 રનનો ટાર્ગેટ આપ્યો છે. પાંચમા દિવસની રમત રવિવારે સાંજે 5:10 વાગ્યે શરૂ થશે. હાલમાં બર્મિંગહામમાં વરસાદ બંધ થઈ ગયો છે. મેદાન પરથી કવર દૂર કરવામાં આવી રહ્યા છે. ઇંગ્લેન્ડને 90 ઓવરમાં 536 રન બનાવવાના છે, જ્યારે ભારતીય ટીમ જીતથી 7 વિકેટ દૂર છે. ચોથા દિવસની રમતના અંત સુધીમાં, ઇંગ્લેન્ડે 72 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ઓલી પોપ 24 રને અણનમ અને હેરી બ્રુક 15 રને પાછા ફર્યા. આકાશ દીપે જો રૂટ (6 રન) અને બેન ડકેટ (25 રન)ને બોલ્ડ આઉટ કર્યા. જ્યારે મોહમ્મદ સિરાજે ઝેક ક્રોલી (0)ની વિકેટ લીધી. ભારતે પોતાનો બીજો દાવ 427/6 ના સ્કોર પર ડિકલેર કર્યો. પહેલી ઇનિંગમાં ભારતે 587 રન બનાવ્યા અને ઇંગ્લેન્ડે 407 રન બનાવ્યા. અહીં ભારતને પ્રથમ દાવમાં 180 રનની લીડ મળી.
Click here to
Read more