Search…

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    સેન્સેક્સ 500 પોઈન્ટ ઘટીને 83,550 પર ટ્રેડ કરી રહ્યો છે:નિફ્ટી પણ 130 પોઈન્ટ ગગડ્યો, ઓટો, આઇટી અને રિયલ્ટી શેરોમાં ઘટાડો

    3 months ago

    આજે અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે, એટલે કે સોમવાર, 30 જૂન, સેન્સેક્સ 500 પોઈન્ટ ઘટીને 83,550 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટી પણ 130 પોઈન્ટ ઘટીને 25,000ની સપાટીએ છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 15 શેરમાં ઘટાડો અને 15માં તેજી છે. ટ્રેન્ટ, ઈટરનલ અને એક્સિસ બેંકમાં વધારો છે. કોટક મહિન્દ્રા બેંક, એરટેલ અને MM ઘટ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 25 શેરમાં ઘટાડો અને 25 શેરમાં તેજી છે. NSEના સરકારી બેંક ઈન્ડેક્સમાં 1.30% નો વધારો થયો છે. ઓટો, મેટલ અને પ્રાઈવેટ બેંકિંગમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. ગ્લોબલ માર્કેટમાં તેજી શુક્રવારે વિદેશી રોકાણકારોએ 12,594 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા આજે ઇન્ડોગલ્ફ ક્રોપ સાયન્સિસ IPOમાં રોકાણ કરવાની છેલ્લી તક બાયોલોજીકલ પ્રોડક્ટનું ઉત્પાદન કરતી કંપની, ઇન્ડો ગલ્ફ ક્રોપસાયન્સિસનો IPO ગુરુવાર, 26 જૂનથી ખુલ્યો છે. રોકાણકારો 30 જૂન સુધી આ ઇશ્યૂ માટે બોલી લગાવી શકશે. કંપનીના શેર 3 જુલાઈના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટેડ થશે. ગયા અઠવાડિયે સેન્સેક્સ 1651 પોઈન્ટ વધ્યો હતો અઠવાડિયાના છેલ્લા ટ્રેડિંગ દિવસે, એટલે કે શુક્રવાર, 27 જૂને, સેન્સેક્સ 303 પોઈન્ટ વધીને 84,059 પર બંધ થયો. નિફ્ટી પણ 89 પોઈન્ટ વધીને 25,638 પર પહોંચ્યો. સેન્સેક્સના 30 શેરોમાંથી 16 વધ્યા અને 14 ઘટ્યા. એશિયન પેઇન્ટ્સના શેરમાં 3.1%નો ઉછાળો નોંધાયો. આ દરમિયાન, અલ્ટ્રાટેક સિમેન્ટ અને પાવર ગ્રીડ સહિત કુલ 11 શેરોમાં 1%થી વધુનો ઉછાળો નોંધાયો. એક્સિસ બેંક અને એટરનલના શેરમાં 1%નો ઘટાડો નોંધાયો. નિફ્ટીના 50 શેરોમાંથી 30 શેરો વધ્યા અને 20 શેરો ઘટ્યા. NSEના તેલ અને ગેસ ક્ષેત્રમાં સૌથી વધુ 1.19% નો વધારો જોવા મળ્યો. ફાર્મા, મેટલ અને હેલ્થકેર પણ વધીને બંધ થયા. રિયલ્ટીમાં 1.55% નો ઘટાડો થયો.
    Click here to Read more
    Prev Article
    New CM in Karnataka? Mallikarjun Kharge gives 'high command' hint; Siddaramaiah-Shivakumar put up united front
    Next Article
    Kota shocker: Cop’s slap leaves shopkeeper unconscious; video sparks public outrage

    Related Business Updates:

    Comments (0)

      Leave a Comment