ફ્રાન્સ, મોનાકો, માલ્ટા, લક્ઝમબર્ગ અને બેલ્જિયમે પેલેસ્ટાઇનને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી છે. ઇઝરાયલ-પેલેસ્ટાઇન વિવાદના ઉકેલ માટે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના સભ્ય દેશોની બેઠકમાં સોમવારે મોડી રાત્રે આ સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠકની અધ્યક્ષતા ફ્રાન્સ અને સાઉદી અરેબિયાએ કરી હતી. બેઠકમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું, "આજે, ફ્રાન્સ પેલેસ્ટાઇનને માન્યતા આપે છે, અને આપણે શાંતિનો માર્ગ બનાવવો જોઈએ." મેક્રોને તેને હમાસની હાર ગણાવી. તેમના આ નિવેદનને પેલેસ્ટિનિયન પ્રતિનિધિમંડળે ઉભા થઈને તાળીઓના ગડગડાટથી વધાવી લીધું હતું. આ દરમિયાન, યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું પેલેસ્ટિનિયનો માટે રાજ્યત્વ તેમનો અધિકાર છે, આ કોઈ ઈનામ નહીં. તેના વિના શાંતિ અશક્ય છે. બીજી તરફ, ઇઝરાયલે આ પહેલનો સખત વિરોધ કર્યો. સંયુક્ત રાષ્ટ્રમાં ઇઝરાયલના રાજદૂત ડેની ડેનને કહ્યું કે તેમની સરકાર જવાબ આપશે. બેલ્જિયમે શરત સાથે માન્યતા આપી બેલ્જિયમે પેલેસ્ટાઇનને માન્યતા આપવા માટે શરતો મૂકી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તે ગાઝામાં હમાસને સત્તામાંથી હટાવવા અને તમામ ઇઝરાયલી બંધકોને મુક્ત કરવા પર જ કાયદેસર રીતે લાગુ થશે. રવિવારે, ચાર દેશો - બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને પોર્ટુગલે પેલેસ્ટાઇનને માન્યતા આપી હતી. અત્યાર સુધીમાં લગભગ 150 દેશોએ પેલેસ્ટાઇનને માન્યતા આપી છે. પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિએ હમાસને હથિયાર મુકી દેવાનું આહ્વાન કર્યું પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે કહ્યું છે કે ગાઝાના ભવિષ્યના શાસનમાં હમાસની કોઈ ભૂમિકા રહેશે નહીં. તેમણે હમાસને તેના હથિયાર મુકી દેવા કહ્યું હતું. અબ્બાસે ગાઝામાં યુદ્ધ સમાપ્ત થયા પછી રાષ્ટ્રપતિ અને સંસદીય ચૂંટણીઓ યોજવાનું પણ વચન આપ્યું હતું. તેમણે કહ્યું, "અમે ત્રણ મહિનાની અંદર એક વચગાળાનું બંધારણ તૈયાર કરીશું જેથી ઓથોરિટીથી રાજ્યને સત્તા સોંપી શકાય." અબ્બાસે પેલેસ્ટાઇનને માન્યતા આપનારા દેશોનો આભાર માન્યો અને અન્ય દેશોને પણ આવું જ કરવા અને પેલેસ્ટાઇનને યુએનનું સંપૂર્ણ સભ્યપદ પ્રાપ્ત કરવામાં મદદ કરવા અપીલ કરી હતી. અમેરિકાની નજીકના દેશો પેલેસ્ટાઇનને કેમ માન્યતા આપી રહ્યા છે? બીબીસીના જણાવ્યા અનુસાર, વર્ષોથી, પશ્ચિમી સરકારો એવું માનતી આવી છે કે પેલેસ્ટાઇનને ત્યારે જ માન્યતા આપવામાં આવશે જ્યારે પરિસ્થિતિ યોગ્ય હશે. તેઓ માનતા હતા કે માત્ર માન્યતાથી વાસ્તવિકતા બદલાશે નહીં, પરંતુ હવે પરિસ્થિતિ એટલી બગડી ગઈ છે કે સરકારો દબાણ અનુભવી રહી છે. ગાઝામાં બે વર્ષ લાંબા યુદ્ધને કારણે ભૂખમરો અને વિનાશની તસવીરો, ઇઝરાયલની સતત લશ્કરી કાર્યવાહીથી ઇઝરાયલ પ્રત્યે વિશ્વનો અભિપ્રાય બદલી રહી છે. આ કારણોસર, ઘણા દેશોએ પેલેસ્ટાઇનને માન્યતા આપવાનો નિર્ણય લીધો છે. 75% દેશોએ પેલેસ્ટાઇનને માન્યતા આપી છે પેલેસ્ટાઇનને યુએનના 193 સભ્ય દેશોમાંથી લગભગ 75% દેશો દ્વારા માન્યતા આપવામાં આવી છે. તેને યુએનમાં "પરમેન્ન્ટ ઓબજર્વર સ્ટેટ" નો દરજ્જો છે. આનો અર્થ એ થયો કે પેલેસ્ટાઇનને યુએન કાર્યક્રમોમાં ભાગ લેવાની છૂટ છે, પરંતુ તેને મતદાનનો અધિકાર નથી. ફ્રાન્સ તરફથી માન્યતા મળ્યા બાદ, પેલેસ્ટાઇનને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ના 5 માંથી 4 કાયમી સભ્યોનું સમર્થન મળ્યું છે. ચીન અને રશિયા બંનેએ 1988માં પેલેસ્ટાઇનને માન્યતા આપી હતી. આનાથી યુનાઇટેડ સ્ટેટ્સ એકમાત્ર દેશ બની ગયો છે જેણે પેલેસ્ટાઇનને માન્યતા આપી નથી. તેણે પેલેસ્ટિનિયન ઓથોરિટી (PA) ને માન્યતા આપી છે. પેલેસ્ટિનિયન ઓથોરિટી 1994માં એટલા માટે બનાવવામાં આવી હતી, જેથી પેલેસ્ટિનિયનોને તેમની પોતાની સ્થાનિક સરકાર જેવી વ્યવસ્થા હોય અને આગળ વધીને પુર્ણ રાજ્ય બપનવાનો પાયો બનાવી શકે. પેલેસ્ટાઇનને માન્યતા આપવા સંબંધિત આ સમાચાર પણ વાંચો... 24 કલાકમાં 4 દેશોએ પેલેસ્ટાઇનને માન્યતા આપી: બ્રિટન-કેનેડાનો સમાવેશ, અત્યાર સુધીમાં 150 દેશોએ સમર્થન આપ્યું છે; અમેરિકા હજુ પણ વિરુદ્ધમાં રવિવારે બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને પોર્ટુગલે પેલેસ્ટાઇનને સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી છે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મરે કહ્યું કે બે-રાષ્ટ્ર સમાધાન એ જ શાંતિનો એકમાત્ર રસ્તો છે.
Click here to
Read more