ઈલોન મસ્કના 5 રિલેશનશિપ અને 13 બાળકો:12 વર્ષની ઉંમરે વीડिયો ગેમ્સ બનાવીને વેચી, આજે વિશ્વના સૌથી ધનિક બિઝનેસમેન
1 week ago

એલોન મસ્કને 2 લગ્ન અને 3 ગર્લફ્રેન્ડથી 13 બાળકો છે. એક બાળકનું જન્મ દરમિયાન મૃત્યુ થયું હતું. 28 જૂન 1971ના રોજ દક્ષિણ આફ્રિકામાં જન્મેલા મસ્ક પ્રિટોરિયામાં મોટા થયા. એલોન મસ્કની પર્સનલ લાઈફ વિશે જાણીએ... 2 લગ્ન, 3 ગર્લફ્રેન્ડ અને 13 બાળકો 1. જસ્ટિન વિલ્સન: 2000-2008 સુધી લગ્ન ચાલ્યા અને તેમને 5 બાળકો હતા ક્વીન્સ કોલેજમાં અભ્યાસ કરતા મુલાકાત બાદ ઈલોને 2000માં કેનેડિયન લેખક જસ્ટિન વિલ્સન સાથે લગ્ન કર્યા અને 2008માં છૂટાછેડા લીધા હતા. તેમના પહેલા પુત્ર, નેવાડાનો જન્મ 2002માં થયો હતો. તે દસ અઠવાડિયાનો હતો ત્યારે મૃત્યુ પામ્યો. 2004માં દંપતીએ IVFથી જોડિયા બાળકો વિવિયન અને ગ્રિફિનનું સ્વાગત કર્યું. 2006માં, ત્રિપુટી કાઈ, સેક્સન અને ડેમિયનનો જન્મ પણ IVF દ્વારા થયો હતો. 2. તાલુલાહ રિલે: 2008 થી 2012 અને 2013 થી 2016. કોઈ બાળક નથી 2008માં, ઈલોને બ્રિટિશ સ્ટાર તાલુલાહ રિલે સાથે ડેટિંગ શરૂ કર્યું અને 2010માં લગ્ન કર્યા. જોકે, 2012માં તેમના છૂટાછેડા થયા. પછીના ઉનાળા સુધીમાં તેઓએ ફરીથી લગ્ન કર્યા. ડિસેમ્બર 2014માં, તાલુલાહે બીજી વખત છૂટાછેડા માટે અરજી કરી, પરંતુ તે પછીના વર્ષે તેને પાછી ખેંચી લીધી. માર્ચ 2016માં, તાલુલાહે ત્રીજી વખત અરજી કરી અને છૂટાછેડા લીધા. આ દંપતીને કોઈ સંતાન નથી. 3. એમ્બર હર્ડ: 2016-2017. કોઈ બાળકો નથી 2016ના અંતમાં અને 2017ની શરૂઆતમાં ઈલોને અભિનેત્રી એમ્બર હર્ડ સાથે ઘણા મહિનાઓ સુધી ડેટિંગ કર્યું. એમ્બરના ભૂતપૂર્વ પતિ જોનીએ પાછળથી એમ્બર પર આરોપ લગાવ્યો કે જ્યારે લગ્ન થઈ ગયા હતા ત્યારે તેણે એલોન સાથે મળીને તેની સાથે છેતરપિંડી કરી હતી, પરંતુ એલોન અને એમ્બર બંનેએ આ અફેરનો ઇનકાર કર્યો હતો. તેઓ 2017ના ઉનાળામાં અલગ થઈ ગયા અને નવેમ્બર 2017 માં ઈલોને જાહેર કર્યું કે તે એમ્બર સાથે 'ખરેખર પ્રેમમાં' હતા. 4. ગ્રીમ્સ: 2018-2022. ત્રણ બાળકો ઈલોન અને સિંગર ગ્રીમ્સે મેટ ગાલામાં રેડ કાર્પેટ પર ડેબ્યૂ કર્યું તેના એક મહિના પહેલા એપ્રિલ 2018માં ડેટિંગ શરૂ કર્યુ હતું. મે 2020માં, કપલે તેમના પહેલા બાળકનું વેલકમ કર્યું. તેનું નામ X Æ A-12 રાખવામાં આવ્યું. ડિસેમ્બર 2021માં, તેમણે સરોગેટ દ્વારા પુત્રી એક્ઝા ડાર્ક સાઇડરેલનું સ્વાગત કર્યું. આ કપલ 2022માં અલગ થઈ ગયું. ગયા વર્ષે, એવું પણ બહાર આવ્યું હતું કે આ કપલનું ત્રીજું બાળક ટેક્નો મિકેનિકસ છે. બાળક વિશે તેની ચોક્કસ જન્મ તારીખ સહીત ખૂબ જ ઓછી માહિતી છે. 5. શિવોન ઝિલિસ: હાલમાં ડેટિંગ કરી રહ્યા છીએ, ચાર બાળકો હાલમાં ઈલોન મસ્ક ન્યુરાલિંકના એક્ઝિક્યુટિવ શિવોન ઝિલિસ સાથે સંબંધમાં છે. તેમને 4 બાળકો છે. ઈલોન અને શિવોનને નવેમ્બર 2021માં જોડિયા બાળકો સ્ટ્રાઇડર અને એઝ્યુરનું સ્વાગત કર્યું. 2022માં બીજા બાળકનો જન્મ થયો, જેનું નામ ગ્રેહલ રાખવામાં આવ્યું. 2024માં પણ, શિવોને એક બાળકને જન્મ આપ્યો જેનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે. મસ્ક માને છે કે વિશ્વ હાલમાં વસ્તી સંકટનો સામનો કરી રહ્યું છે અને હાઈ IQ ધરાવતા લોકોએ બાળકોને જન્મ આપવો જોઈએ. દક્ષિણ આફ્રિકામાં જન્મેલ મસ્કનું બાળપણ 28 જૂન 1971ના રોજ દક્ષિણ આફ્રિકામાં જન્મેલા ઈલોન મસ્ક પ્રિટોરિયામાં મોટા થયા હતા. તેમની માતા કેનેડિયન મૂળના દક્ષિણ આફ્રિકન મોડેલ છે જે 1969ની મિસ સાઉથ આફ્રિકા સ્પર્ધામાં ફાઇનલિસ્ટ હતા. તેમના પિતા, એરોલ મસ્ક, એક એન્જિનિયર છે. તેમના માતાપિતા 1980માં અલગ થઈ ગયા હતા. મસ્કે 1995માં યુનિવર્સિટી ઓફ પેન્સિલવેનિયામાંથી ફિઝિક્સ અને બિઝનેસમાં બેચલર્સની ડિગ્રી મેળવી હતી. તે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી ફિઝિક્સ પીએચડીથી ડ્રોપ આઉટ છે. 12 વર્ષની ઉંમરે વીડીયો ગેમ્સ બનાવી અને વેચી ઈલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. તેમની કુલ સંપત્તિ 35 લાખ કરોડ રૂપિયાની નજીક છે. તેઓ લોકપ્રિય ઇલેક્ટ્રિક વાહન નિર્માતા ટેસ્લા અને સ્પેસએક્સના CEO છે. મસ્કે 10 વર્ષની ઉંમરે કમ્પ્યુટર પ્રોગ્રામિંગ શીખ્યા હતા અને 12 વર્ષની ઉંમરે 'બ્લાસ્ટર' નામની વીડિયો ગેમ બનાવી હતી. એક સ્થાનિક મેગેઝિને તેમની પાસેથી તે પાંચસો યુએસ ડોલરમાં ખરીદી હતી. આને મસ્કની પહેલી 'વ્યવસાયિક સિદ્ધિ' કહી શકાય. 1995માં, તેમણે વેબ સોફ્ટવેર કંપની Zip-2ની સ્થાપના કરી. કોમ્પેકએ 1999માં આ કંપનીને 307 મિલિયન ડોલરમાં ખરીદી હતી. આ ડીલથી મસ્કને કંપનીમાં 7% હિસ્સાના બદલામાં 22 મિલિયન ડોલર મળ્યા. અહીંથી જ ઈલોન મસ્કના બિઝનેસની શરુઆત થઈ હતી. eBay એ PayPal ખરીદ્યું મસ્કે ૧1999માં પેપાલ બનાવ્યું. 2002માં eBay એ તેને 1.5 બિલિયન ડોલરમાં ખરીદ્યું. આ ડીલથી મસ્કે 180 મિલિયન ડોલર કમાયા. થોડા સમય પછી, મસ્કે સ્પેસએક્સની સ્થાપના કરી. આ કંપની દ્વારા, મસ્ક મંગળ પર કોલોની બનાવીને હ્યુમેનિટીને મલ્ટી પ્લેનેટ સ્પીશીઝ બનાવવા માંગે છે. ટેસ્લા, સ્પેસએક્સ અને ન્યુરાલિંક જેવી કંપનીઓ બનાવી ટેસ્લા: ટેસ્લાની સ્થાપના 2003 માં માર્ટિન એબરહાર્ડ અને માર્ક ટાર્પેનિંગ દ્વારા કરવામાં આવી હતી. ઈલોન મસ્ક કંપનીના શરૂઆતના રોકાણકારોમાંના એક હતા અને ફેબ્રુઆરી 2004માં તેમણે ટેસ્લામાં ભારે રોકાણ કર્યું. મસ્ક પાછળથી ટેસ્લાના ચેરમેન અને પછી સીઈઓ બન્યા. ટેસ્લાનો ઉદ્દેશ્ય સામાન્ય લોકો માટે ઇલેક્ટ્રિક વાહનો સુલભ બનાવવાનો અને ટકાઉ ઊર્જાને પ્રોત્સાહન આપવાનો હતો. સ્પેસએક્સ: ઈલોન મસ્ક દ્વારા માર્ચ 2002માં સ્પેસએક્સ શરૂ કરવામાં આવ્યું હતું. તેમનું સ્વપ્ન સ્પેસ લોન્ચનો ખર્ચ ઘટાડવાનું અને મંગળ પર માનવ કોલોની બનાવવાનું હતું. સ્પેસએક્સે 2008માં તેનું પહેલું સફળ રોકેટ (ફાલ્કન 1) લોન્ચ કર્યું અને 2012માં તેનું ડ્રેગન કેપ્સ્યુલ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન સાથે જોડાયું. ન્યુરાલિંક: ન્યુરાલિંકની સ્થાપના ઈલોન મસ્ક દ્વારા 2016 માં કરવામાં આવી હતી. આ કંપનીનો ઉદ્દેશ્ય બ્રેન-મશીન ઇન્ટરફેસ ટેકનોલોજી વિકસાવવાનો છે જે માનવ મગજ અને કમ્પ્યુટરને જોડે છે. ન્યુરાલિંકનો ઉદ્દેશ્ય ભવિષ્યમાં ન્યુરોલોજીકલ રોગોની સારવાર કરવાનો અને ભવિષ્યમાં માણસોને આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સ સાથે વધુ સારી રીતે જોડવાનો છે.
Click here to
Read more