Search…

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    બીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાએ પ્રેક્ટિસ કરી:બુમરાહ અને ક્રિષ્નાએ ભાગ લીધો નહીં; ભારત લીડ્સ ટેસ્ટ 5 વિકેટથી હારી ગયું

    3 months ago

    ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચ માટે તૈયારી શરૂ કરી દીધી છે. શુક્રવારે બર્મિંગહામના એજબેસ્ટન ખાતે ટીમના ખેલાડીઓએ નેટ સેશન કર્યું હતું. લીડ્સ ટેસ્ટમાં 5 વિકેટથી મળેલી હાર બાદ ખેલાડીઓનું આ પહેલું પ્રેક્ટિસ સેશન હતું. શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ટીમ સવારે 9:15 વાગ્યે મેદાન પર પહોંચી અને 3 કલાક પ્રેક્ટિસ કરી. બુમરાહ અને પ્રસિદ્ધે ભાગ લીધો નહીં ઝડપી બોલરો જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ આ પ્રેક્ટિસ સેશનમાં ભાગ લીધો ન હતો, જોકે તેઓ ટીમ સાથે મેદાન પર આવ્યા હતા. સિરાજે બેટિંગની પ્રેક્ટિસ કરી મોહમ્મદ સિરાજ ફક્ત બેટિંગનો અભ્યાસ કરતો હતો. તેણે કોચ સિતાંશુ કોટક સાથે લગભગ 30 મિનિટ સુધી બોલ છોડીને રમવાની પોતાની ટેકનિક પર કામ કર્યું. અર્શદીપ સિંહ અને આકાશદીપે બોલિંગ કોચ સાથે વાત કરી અર્શદીપ સિંહ અને આકાશ દીપ લાંબા સમય સુધી બેટ અને બોલ બંને સાથે પ્રેક્ટિસ કરતા હતા. મુખ્ય કોચ ગૌતમ ગંભીર અને સપોર્ટ સ્ટાફ દ્વારા બંનેનું નજીકથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. અર્શદીપે બોલિંગ કોચ મોર્ને મોર્કેલ સાથે તેના રન-અપ, બેક-ફૂટ લેન્ડિંગ અને ટેકનિક સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું. આકાશદીપ અને અર્શદીપને સ્થાન મળી શકે છે બીજી ટેસ્ટમાં આકાશદીપ અને અર્શદીપને તક મળી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જસપ્રીત બુમરાહ એજબેસ્ટન ટેસ્ટમાં રમે તેવી શક્યતા ઓછી છે. આવી સ્થિતિમાં, ખેલાડીઓમાંથી એક, આકાશદીપ અને અર્શદીપ સિંહને તક મળી શકે છે.
    Click here to Read more
    Prev Article
    શુભમન અને બશીરના માથે બોલ વાગ્યો:સ્ટોક્સનો પહેલો ગોલ્ડન ડક, સ્મિથ-બ્રુકની 303 રનની પાર્ટરનશિપ; મેચ રેકોર્ડ્સ-મોમેન્ટ્સ
    Next Article
    When Raj meets Uddhav (again): Thackerays to hold joint 'victory' rally today; reunite over Hindi 'imposition'

    Related Sports Updates:

    Comments (0)

      Leave a Comment