બુધવારે લેહમાં કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માગ સાથે હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતા. વિદ્યાર્થીઓની પોલીસ અને સુરક્ષા દળો સાથે અથડામણ થઈ હતી, જેમાં ચાર લોકો માર્યા ગયા હતા અને 70થી વધુ લોકો ઘાયલ થયા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન, વિદ્યાર્થીઓએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેમાં ભાજપ કાર્યાલય અને CRPF વાહનને આગ લગાવી હતી. દરમિયાન, વહીવટીતંત્રે લેહમાં પરવાનગી વિના રેલીઓ અને પ્રદર્શનો પર પ્રતિબંધ મૂક્યો છે. આ વિદ્યાર્થીઓ સામાજિક કાર્યકર સોનમ વાંગચુકના સમર્થનમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, જે છેલ્લા 15 દિવસથી ભૂખ હડતાળ પર છે. પ્રદર્શનકારીઓએ તેમની માગણીઓ પૂર્ણ ન થવાના વિરોધમાં આજે બંધનું એલાન આપ્યું હતું. આ સમયે હિંસા ફાટી નીકળી હતી. હિંસા બાદ વાંગચુકે કહ્યું, લદ્દાખ માટે આ દુઃખદ દિવસ છે. અમે પાંચ વર્ષથી શાંતિના માર્ગ પર ચાલી રહ્યા છીએ. અમે ઉપવાસ કર્યા, લેહથી દિલ્હી સુધી ચાલીને ગયા. આજે અમે શાંતિનો સંદેશ નિષ્ફળ થતો જોઈ રહ્યા છીએ. હિંસા, ગોળીબાર અને આગચંપી થઈ રહી છે. હું લદ્દાખની યુવા પેઢીને આ હિંસા બંધ કરવાની અપીલ કરું છું. અમે મારા ઉપવાસ સમેટી રહ્યા છીએ અને વિરોધ પ્રદર્શન બંધ કરી રહ્યા છીએ. આ માગણીઓ અંગે આગામી બેઠક 6 ઓક્ટોબરે દિલ્હીમાં યોજાશે. 2019માં કલમ 370 અને 35A હટાવવામાં આવી ત્યારે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે કેન્દ્રશાસિત પ્રદેશો બનાવવામાં આવ્યા હતા. એ સમયે સરકારે રાજ્યમાં પરિસ્થિતિ સામાન્ય થયા પછી પૂર્ણ રાજ્યનો દરજ્જો પુનઃસ્થાપિત કરવાનું વચન આપ્યું હતું. હિંસક વિરોધપ્રદર્શનની તસવીરો...
Click here to
Read more